બોલિવૂડની આ એક્ટ્રે્ર્સ પહેરે છે બહુ મોંઘા મંગળસૂત્ર, કિંમત જાણશો તો ચોંકી જશો તમે પણ, PICS

બોલીવૂડ અભિનેત્રીઓ પોતાની સુહાગની નિશાની એટલે કે મંગળ સૂત્રનો ભારે મોંઘો શોખ ધરાવે છે

બોલીવૂડ અભિનેત્રીઓ બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાની શોખીન હોય છે તેણી લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશનના વસ્ત્રો તેમજ એસેસરીઝ પહેરે છે. તેઓ વેસ્ટર્નથી લઈને ટ્રેડીશનલ આઉટફીટ પણ ઉચ્ચ ડીઝાઈનરો દ્વારા જ બનાવેલા પહેરે છે. જો તેઓ પોતાના પહેરવેશ અને દેખાવને લઈ આટલી બધી શોખીન રહેતી હોય તો તેમની સુહાગની નિશાની એવા મંગળસૂત્ર બાબતે તેઓ શા માટે પાછી રહી જાય

બોલીવૂડ અભિનેત્રિઓ લાખોના વસ્ત્રો પહેરે છે તો હજારોના ચપ્પલ પણ પહેરે છે, મોંઘેરી લક્ઝુરિયસ કારોમાં ફરે છે અને લક્ઝુરિયસ બંગલો તેમજ એપાર્ટમેન્ટમાં રહે છે. અને તેઓ આ વૈભવને ભોગવવાના ચોક્કસ હકદાર છે પણ વાત જ્યારે મંગળસૂત્રની આવે ત્યારે તેમની સાથે તેમની પોતાની ઉંડી લાગણી પણ જોડાયેલી હોય છે. અને તેઓ તેની સાથે એક ખાસ લગાવ ધરાવે છે.

દેખાવે બોલીવૂડની મેરિડ અભિનેત્રીઓના આ મંગળસૂત્ર ભલે સામાન્ય દેખાતા હોય પણ તે છે ઘણા મોંઘા. આજે અભિનેત્રીઓ લગ્નમાં જરા પણ મોડું કર્યા વગર યોગ્ય સમયે લગ્ન કરી લે છે તેઓ પોતાની કેરિયરનો વિચાર નથી કરતી કારણ કે તેઓ હંમેશા પોતાની કેરિયર તેમજ પોતાના અંગત જીવનને અલગ રાખતા સારી રીતે શીખી ગઈ હોય છે. આજે બોલીવૂડની એ લીસ્ટર અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, સોનમ કપૂરે કેરિયરની ટોચ પર પહોંચીને લગ્ન કરીને ઘર વસાવી લીધું છે. તેઓ પોતાના મંગળસૂત્રને પણ ફ્લોન્ટ કરતાં જરા પણ ખચકાતી નથી.

અનુષ્કા શર્મા

image source

અનુષ્કા શર્મા અને દેશની ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇટાલી ખાતે ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા. તે બન્નેના લગ્ન લગભગ છેક સુધી ગુપ્ત જ રહ્યા હતા અને જ્યારે તેની જાણ સોશિયલ મિડાય દ્વારા લોકોને થઈ ત્યારે લોકોએ તેમના પર સુભેચ્છાઓનો વરસાદ કરી મુક્યો હતો. અનુષ્કા શર્માનો લગ્ન જોડો સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો અને તેની ડીઝાઈન વખતે તેઓ અનુષ્કાનો ઉલ્લેખ એક કોડવર્ડથી કરતા હતા. અનુષ્કા પોતાના ગળામાં બે સેરવાળુ મંગળસૂત્ર પહેરે છે અને તેની મધ્યમાં ડાયમન્ડનું પેન્ડન્ટ છે. અનુષ્કાના મંગળસૂત્રની કીંમત 52 લાખ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ

image source

દીપિકાએ રણવીર સિંહ સાથે 2018માં ઇટાલીના લેક કોમો ખાતે સંપૂર્ણ સિંધી તેમજ સાઉથ ઇન્ડિયન પરંપરાથી લગ્ન કર્યા હતા. જો કે તેમના લગ્નમાં ગણતરીના અંગત પરિવારજનો તેમજ મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે ત્યાર બાદ ભારત આવીને તેમણે તેમના કુટુંબીજનો અને મિત્રો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અલાયદા રિસેપ્શન રાખ્યા હતા. જેની પાછળ તેમણે કેટલો ખર્ચો કર્યો છે તે હજુ સુધી સામે નથી આવ્યું. પણ દીપિકાના મંગળસૂત્રની કિંમત જાણી શકાઈ છે. દિપિકાનું આ મંગળ સૂત્ર સામાન્ય ભારતીય નારીઓની જેમ કાળા અને સોનાના મોતીઓનું બનેલું છે તે પણ માત્ર એક જ સેરવાળુ, પણ તેમાં જે ડાયમન્ડ પરોવવામાં આવ્યો છે તેના કારણે તેણીના મંગળસૂત્રની કીંમત વધી જાય છે. દીપિકા પોતાના ગળામાં 20 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરે છે.

સોનમ કપૂર

image source

સોનમ કપૂર ઘણા લાંબા સમયથી દીલ્લી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજાને ડેટ કરી રહી હતી. સોનમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા તેણીના લગ્નમાં આખુએ બોલીવૂડ ઉમટી પડ્યું હતું. સોનમના મંગળસૂત્રની વાત કરીએ તો સોનમ અહીં પણ પરંપરાથી હટીને ડીઝાઈન પસંદ કરી છે. તેના મંગળસૂત્રમાં સેન્ટરમાં ડાયમન્ડ હતો અને તેની આજુ બાજુમાં તેની અને તેના પતિની રાશી દર્શાવતા ડાયમન્ડ પેન્ડન્ટ હતા. આ મંગળ સૂત્રને તેણી ઘણીવાર હાથમા બ્રેસલેટ તરીકે પણ પહેરતી જોવા મળી છે. જો કે તમને તેની કીંમત જાણીને ખૂબ આશ્ચર્ય થશે કારણ કે તેની કીંમત માત્ર 50,000 રૂપિયાની છે.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકા ચોપરાના લગ્નની જેમ તેનું મંગળસૂત્ર પણ અનોખું છે. જો કે તેમાં પણ અન્ય અભિનેત્રીઓના મંગળસૂત્રની જેમ ડાયમન્ડનો સમાવેશ તો થાય જ છે પણ તે થોડું અનોખું છે. તેનું આ મંગળસૂત્રમાંનો ડાયમન્ડ ટીપાં આકારના લોકેટ જેવો છે. અને તેની શરૂઆતમાં જ માત્ર ગોલ્ડ અને બ્લેક મોતીઓ છે બાકી આખું મંગળસૂત્ર ગોલ્ડ ચેઈનનું છે. જો કે તેની ચોક્કસ કીંમત જાણવા નથી મળી.

કાજોલ

image source

કાજોલ અને અજય દેવગનના લગ્નને આજે વીસ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયા છે. તેમના લગ્નનો સમારંભ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. કાજોલે એવું પણ કબૂલ્યું હતું કે તેણે મિડિયાને પોતાના લગ્નમાં આમંત્રણ આપતી વખતે તેમને ખોટું સરનામું આપ્યું હતું. કાજોલના લગ્ન મહારાષ્ટ્રિયન રીતરીવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. અજય દેવગને કાજોલને 21 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

માધુરી દીક્ષીત

image source

માધુરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહાર અરે દેશથી બહાર પોતાના માટે મૂરતિયો શોધી કાઢ્યો હતો. તેણીએ એક ખાનગી લગ્ન સેરેમનીમાં લગ્ન કર્યા હતા. અને ત્યાર બાદ તેણી પોતાના બોલીવૂડના અધૂરા પ્રોજેક્ટ પુરા કરીને અમેરિકા સ્થિર થઈ ગઈ હતી. માધુરીના મંગળસૂત્રની વાત કરીએ તો તે 8 લાખ રૂપિયાનું હતું.

ઐશ્વર્યા રાય

image source

ઐશ્વર્યા અને અભિષેકના લગ્નને એક દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. તેમના લગ્ન સંપૂર્ણ ભારતીય પરંપરાથી કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા પોતાના લગ્નમાં કોઈ રાજ્યની રાણી જેવી જાજરમાન લાગતી હતી. એક અહેવાલ પ્રમાણે ઐશ્વર્યાની પીળી સાડીની કિંમત 75 લાખ રૂપિયા હતી. તો પછી તેનું મંગળસૂત્ર પણ તેની સરખામણું જ હોવું જોઈએ. ઐશ્વર્યાનું મંગળસૂત્ર અનોખું છે. તેના મંગળસૂત્રની મધ્યમાં ત્રણ ડાયમન્ડ આવેલા છે અને તેના કારણે મંગળસૂત્રની કીંમત 45 લાખ રૂપિયા આંકવામાં આવે છે.

કરિશ્મા કપૂર

image source

કરિશ્મા કપૂરને પોતાના પતિ સંજય કપૂરથી છૂટ્ટા થયાને ઘણો સમય થઈ ગયો પણ તેણીના લગ્ન ભવ્યરીતે કરવામાં આવ્યા હતા. તેણીએ લગ્નના જોડા તરીકે ગુલાબી રંગ પસંદ કર્યો હતો અને સંપૂર્ણ પંજાબી રીતરીવાજ પ્રમાણે તેણીના લગ્ન થયા હતા. કરિશ્માનાં મંગળસૂત્રમાં ડાયમન્ડનું પેન્ડન્ટ હતું અને તેની કીંમત 17 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટીએ પૂરા ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે લગ્નમાં પહેરેલી લાલ સાડીની કીંમત 50 લાખ રૂપિયા હતી. એંગેજમેન્ટ દરમિયાન રાજ કુન્દ્રાએ તેણીને 3 કરોડની વીંટી પહેરાવી હતી. હવે શિલ્પાના મંગળ સૂત્રની વાત કરીએ તો તેની કીંમત 30 લાખ રૂપિયાની છે. આ ઉપરાંત તેણી પોતાના હાથમાં પણ મંગળસૂત્ર જેવું એક બ્રેસલેટ પહેરે છે અને ત્યાર બાદ ભારતીય પરિણિત નારીઓમાં તેનો પણ ટ્રેન્ડ વધ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ