આ બોલિવૂડ કલાકારોએ કર્યા છે ગંભીર ગુના, અને પછી પાછળથી પસ્તાયા એવા કે ના પૂછો વાત

આ બોલીવૂડ કલાકારોએ કર્યા છે ગંભીર ગુના, કેટલાકને તો ખાવી પડી હતી જેલની હવા

બોલીવૂડના કલાકારો ભલે મોટા પરદા પર હકારાત્મક ચરિત્રો ભજવતા હોય પણ વાસ્તવમાં તેમાંના કેટલાકે ગંભીર ગુના કર્યા છે અને કાયદાનું હનન કરતાં જોવા મળ્યા છે, જો કે કેટલાક કેસ સમયની સાથે સાથે ઝાંખા પડી ગયા છે તો કેટલાક આજે પણ લોકોને યાદ છે. જો તમે એવું વીચારતા હોવ કે તેવા બે-ત્રણ કલાકારો જ હશે તો તેવું નથી પણ અહીં તો અમે તમને દસ જેટલા બોલીવૂડ સ્ટાર્સના ક્રીમીનલ રેકોર્ડ વિષે જણાવવા જઈ રહ્યા છે.

ફરદીન ખાન

image source

વિતેલા જમાનાના સુપર સ્ટાર અભિનેતા ફીરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન એક ડ્રગ એડિક્ટ રહી ચૂક્યો છે અને તેના કારણે તેણે જેલની હવા પણ ખાવી પડી હતી. 2001માં તેને કોકેઈન ખરીદતો પકડી પાડવામાં આવ્યો હતો. જો કે તેણે ડ્રગ વેચવાનો કોઈ ઉદ્દેશ નહીં હોવાનું કહ્યું હતું અને ત્યાર બાદ તેને ડી-એડીક્શન ટ્રીટમેન્ટ લીધા બાદ છોડી દેવામાં આવ્યો હતો.

નવાઝુદ્દીન સિદ્દીકી

image source

નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગના વખાણ કરીએ તેટલા ઓછા છે. તેમાં પણ તેના નકારાત્મક પાત્રોનો અભિનય તો ખરેખર વખાણવા યોગ્ય હોય છે. જો કે તેના પર કોઈ ગંભીર આરોપ તો નથી પણ તે પણ કેટલાક અંશે કાયદો તોડતો જોવા મળ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકી પર તેની પત્ની પર નજર રાખવાનો એટલે કે પત્નીની જાસૂસી કરવાનો, તેમ તેણીના ફોનને રેકોર્ડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે તેણે ક્યારેય આ આરોપોનો સ્વિકાર નથી કર્યો.

જોહ્ન અબ્રાહમ

image source

જોહ્ન અબ્રાહમ પર ખરાબ રીતે ગાડી ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. તેને તેના માટે 15 દીવસ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો પણ તેણે 1500 રૂપિયા ભરી બેઈલ લઈ લીધી હતી.

શાઈની આહુજા

image source

શાઈની આહુજા પર મુકવમાં આવેલા બળાત્કારના આરોપથી આખું એ બોલીવૂડ સ્તબ્ધ રહી ગયું હતું. 2009માં તેના ઘરની 20 વર્ષિય કામવાળી તેના શોષણ અને તેના પર બળાત્કાર થયો હોવાનો આરોપ મૂક્યો હતો. શરૂઆતમાં શાઈનીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા પણ પછી પાછળથી માની લીધા હતા.

શાહ રુખ ખાન

image source

શાહરુખ ખાન પર મુંબઈ ક્રીકેટ એસોસિએશનના અધિકારીઓ દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2012માં સીક્યુરીટી કર્મચારીઓ સાથે દુર્વ્યવહારનો આરોપ મુકવામાં આવ્યો હતો અને તે હેઠળ તેને આ સ્ટેડિયમથી 5 વર્ષ માટે બેન પણ કરવામાં આવ્યો હતો, અને પાંચ વર્ષ બાદ શાહરુખ ખાને વાનખેડે સ્ટેડિયમ ખરીદી લીધું છે તેવી પણ અફવા ઉડી હતી.

રાહુલ ભટ્ટ

image source

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના દીકરા રાહુલ ભટ્ટ પર 26/11નું ષડયંત્ર રચનાર ડેવીડ હેડલી સાથે સંબંધ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. એન્ટી ટેરર એજન્સી દ્વારા તેની પુછપરછ પણ કરવમાં આવી હતી.

સંજય દત્ત

image source

સંજય દત્તની બાયોપીક સંજુ તેના વિષે ઘણું બદું કહી જાય છે. મુંબઈમાં થયેલા સિરિલય બ્લાસ્ટ બાદ તેની આર્મ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાનો જેને 1993ના સિરિયલ બ્લાસ્ટ સાથે સાંકળવામાં આવ્યો હતો જેમાં 257 લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ તે જેલની અંદર બાર આવતો જતો જોવા મળ્યો છે.

મોનિકા બેદી

image source

વિતેલા જમાનાની અભિનેત્રી મોનિકા બેદીને પોતાના પ્રવાસી દસ્તાવેજો સાથે છેડછાડ કરવા બદલ બે વર્ષ માટે જેલની સજા થઈ ચૂકી છે. તેણીનું દેશા મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટ અબુ સાલેમ સાથે અફેર પણ રહ્યુ હતું. જોકે મોનિકાને તો જેલથી મુક્તિ મળી ગઈ છે પણ તેનો બોય ફ્રેન્ડ આજે પણ જેલમાં સડી રહ્યો છે.

સુરજ પંચોલી

image source

ઝરીના વહાબ અને આદિત્ય પંચોલીનો દીકરા સુરજ પંચોલી પર અભિનેત્રી જીયાહ ખાનને આત્મ હત્યા કરવા પ્રેરવા માટે આરોપ મૂકવામાં આવ્યો હતો. સુરજ અને જીયાહ ખાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તેના પર જીયાહને આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે જીયાહે પોતાની સુસાઇડ નોટમાં સુરજ તરફ આંગળી ચીંધી હતી અને તેના પર બળજબરી એબોર્શન કરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કશું જ સાબિત નથી થઈ શક્યું.

સલમાન ખાન

image source

આ યાદીમાં સલમાન ખાનનું નામ ન આવે તેવું કેવી રીતે બની શકે. સલમાન ખાન ફિલ્મોમાં હંમેશા હકારાત્મક ભુમિકા ભજવતો જોવા મળ્યો છે પણ તેણે પણ જેલના ચક્કર તો ખાવા જ પડ્યા છે. તેની વિરુદ્ધ બે કાળિયારને મારી નાખવાના અને હીટ એડ રન કેસ પણ નોંધાઈ ચુક્યા છે, જે માટે તેણે અવારનવાર પોલીસ સ્ટેશન તેમજ કોર્ટના ધક્કા ખાવા પડ્યા છે. તાજેતરમાં તેને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે પણ તે પોતાના ક્રીમીનલ કેસીસને ક્યારેય નહીં ભુલી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ