જલ્સા કરોને જેંતીલાલ

બોલીવુડના આ સેલિબ્રિટી એકટીંગ સિવાય પણ કરે છે કરોડોની કમાણી…

બોલિવૂડ સેલિબ્રિટીઝ અને તેમના સાઇડ બિઝનેસ

અમેરિકાના પ્રખ્યાત આન્તરપ્રિન્યોર વોરેન બફેટે કહ્યું છે કે તમે ઉંઘી રહ્યા હોવ ત્યારે પણ તમારી આવક સતત ચાલુ રહેવી જોઈએ તો જ તમે કમાણી કરી રહ્યા છો તેવું માનવામાં આવશે. આ નિયમ આપણા બોલિવૂડ એક્ટર્સને પર્ફેક્ટ લાગુ પડે છે. તેઓ માત્ર પોતાની ફિલ્મો દ્વારા જ કમાણી નથી કરી રહ્યા પણ વિવિધ રોકાણો તેમજ પોતાની અનોખી આગવી ટેલેન્ટને તેઓ રૂપિયામાં કન્વર્ટ કરી રહ્યા છે.

આજે ભારતીય એક્ટર્સની કરોડોની પ્રોપર્ટી દૂનિયાના મોંઘામાં મોંઘા શહેરોમાં છે. તો તે માત્ર તેમના ફિલ્મોમાં કામ કરવાના કારણે નહીં પણ તે કામમાં મળેલા નાણાના યોગ્ય ઇનવેસ્ટમેન્ટ અથવા તો તેમાંથી અન્ય બિઝનેસ ઉભો કરવાની તેમની ખાસીયતના કારણે શક્ય બન્યું છે.

બોલિવૂડ સ્ટાર્ટમાં કેટલાક બિઝનેસમેન છે તો કેટલાક આતરપ્રિન્યોર છે, તો કોઈ ડિઝાઈનર્સ છે તો કોઈ ડી.જે છે. અને અહીં માત્ર એક્ટર્સની જ વાત નથી થઈ રહી પણ એક્ટ્રેસીસ પણ આગળપડતી છે.

તો ચાલો જાણીએ બોલિવૂડના કયા કયા સ્ટાર્સ એક્ટિંગ ઉપરાંતની ટેલેન્ટ તેમજ આવક ધરાવે છે.

શાહરુખ ખાન


કીંગ ખાન શાહરુખ ખાનનો બોલિવૂડના સૌથી ધનવાન અભિનેતાઓમાં સમાવેશ થાય છે. અથવા કહો કે સૌથી ધનવાન બોલિવૂડ અભિનેતા છે. તે ફિલ્મોમાં અભિનય તો કરે જ છે. પણ હવે તે ફિલ્મોમાં ફિ નથી લેતો પણ ફિલ્મોના નફામાં પોતાનો ભાગ લે છે. શાહરુખ ખાન રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. અને તે હેઠળની ફિલ્મો તેને કરોડોની કમાણી કરાવી આપે છે. આ ઉપરાંત તે આઈપીએલમાં પોતાની ક્રીકેટ ટીમ પણ ધરાવે છે.

અજય દેવગન

અજય દેવગનના આજે વિશ્વમાં લાખો ફેન્સ છે. તેની એક નજર અને તેની ચાલ પર તેના ફેન્સ ફીદા છે. પણ તે માત્ર અભિનેતા જ નથી. પણ તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. જેનું નામ છે દેવગન એન્ટરટેઇમેન્ટ સોફ્ટવેર લિમીટેડ. આ ઉપરાંત તેમણે એક મોટી રકમ રોઝા ગ્રુપ સાથે કોલોબોરેશન કરીને 25MW પ્લાન્ટમાં રોકી છે. આ ઉપરાંત અજયદેવગને ગુજરાતના સોલર પ્લાન્ટમાં પણ રોકાણ કર્યું છે. અને તેના પ્રોડક્શન હાઉસ હેઠળ તેની ઘણી બધી ફિલ્મોએ સો-સો કરોડની કમાણી કરી છે.

સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટી ભલે ફિલ્મોમાં આવ્યો પણ તેનો જીવ તો હંમેશા બિઝનેસમેનનો જ રહ્યો છે. તેણે ફિલ્મોમાં પણ સફળતા મેલવી છે અને આજે પણ તેના લાખો ફેન છે. પણ તે એક બિઝનેસમેન તરીકે એક અભિનેતા કરતા પણ સફળ સાબિત થયો છે. તેણે ફિલ્મોમાં આવ્યા બાદ તરત જ રેસ્ટોરન્ટ બિઝનેસમાં જંપ લાવ્યું હતું અને આજે ભારતના કેટલાએ શહેરોમાં તેની રેસ્ટોરન્ટ ચેઇન્સ તેમજ નાઇટક્લબ્સ છે. આ ઉપરાંત સુનિલ શેટ્ટી એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે જેનું નામ છે પોપકોર્ન એટરટેઇનમેન્ટ. જે તેના ફિલ્ડમાં ખુબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને સુનિલ શેટ્ટીને અઢળક નાણા કમાવીને આપી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસમાં ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝન સીરીઝનું પણ નિર્માણ કરવામાં આવે છે. આ ઉપરાંત સુનિલ શેટ્ટી ‘મિસચીફ ડાઇનીંગ બાર’ અને ‘ક્લબ એચટુઓ’નો માલિક છે જેની સમગ્ર દેશમાં ઘણી બધી શાખાઓ છે.

આશા ભોંસલે

બ્લેક એડ વ્હાઇટ ફિલ્મોથી માંડીને આજ સુધી આશા ભોંસલે પોતાના મધુર અવાજથી આપણને બધાને એન્ટરટેઇન કરી રહી છે. જો તમને એમ લાગતું હોય કે તેણી પણ માત્ર પોતાના મધુર અવાજથી જ કમણી કરે છે તો તેવા ભ્રમમાં ન રહેતા. લતા મંગેશ્કરની નાની બહેન આશા ભોંસલે પણ એક બિઝનેસવુમન છે. તેણી દુબઈમાં ‘આશાઝ’ નામનું રેસ્ટોરન્ટ ધરાવે છે. તેની છ દેશોમાં શાખા છે જ્યાં પશ્ચિમ ભારતનું ભોજન પિરસવામાં આવે છે. જો કે તેની ભારતમાં કોઈ જ શાખા નથી.

જોહ્ન અબ્રાહમ

જોહ્ન અબ્રાહમ ફિલ્મોમાં એક્ટિંગ કરવા ઉપરાંત એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે જેનું નામ છે ‘જેએ’ આ પ્રોડક્શન હેઠળ જ તેણે વિક્કી ડોનર ફિલ્મ બનાવી હતી જેણે તેને લાખોની કમાણી કરાવી આપી હતી.

અક્ષય કુમાર

અક્ષય કુમારનો આજે બોલિવૂડમાં ડંકો છે. મનોજ કૂમાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો ભારત કૂમારના ખિતાબ તરીકે કોઈને નવાજવામાં આવે તો તે અક્ષયકુમાર છે. અક્ષય કુમાર આજે માત્ર એક સારો અભિનેતા જ નથી સાબિત થયો. પણ એક સારો નાગરિક પણ છે. જો કે તે કેનેડાનો છે કે ભારતનો છે તે એક અલગ જ સમય માગી લેતો ચર્ચાનો વિષય છે. પણ આજે સૌથી વધારે કમાણી કરતા બોલિવૂડ સ્ટાર્સમાં અક્ષયકુમારનો સમાવેશ થાય છે. પોતાની ઘણી બધી દેશભક્તિ તેમજ પ્રેરણાત્મક ફિલ્મોની સાથે સાથે શિલ્પા શેટ્ટીના હસબન્ટ રાજ કુન્દ્રા સાથે ઓનલાઇન શોપિંગ ચેનલ પણ ધરાવે છે જેનું નામ છે બેસ્ટ ડીલ ટીવી. આ ઉપરાંત તે એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે જેનું નામ છે હરિ ઓમ એન્ટરટેઇનમેન્ટ છે આ નામ તેના પિતાના નામ હરિઓમ પરથી રાખવામાં આવ્યું છે જેના માલિકમાં તેની માતા તેમજ પત્નિનો પણ સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉશ હેઠળ તેમણે પેડમેન, રુસ્તમ, એરલિફ્ટ, હોલિડે, સિંઘ ઇઝ કિંગ જેવી ફિલ્મોનું પ્રોડક્શન કર્યું છે અને કરોડોની કમાણી કરી છે.

રોનીત રોય

રોનીત રોયને ટીવીનો અમિતાભ બચ્ચન માનવામાં આવે છે તે ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરિઝમાં અભિનય કરવા ઉપરાંત એક સીક્યુરીટી કંપની ધરાવે છે. તેની આ કંપની બોલીવૂડના મોટા સ્ટાર્સ જેમ કે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન તેમજ મીથુન ચક્રવર્તીને સીક્યુરીટી પુરી પાડે છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર નેવુના દાયકાની સુપરહીટ અભિનેત્રી રહી ચૂકી છે. અને તે દરમિયાન તેણીએ લાખોની કમાણી કરી લીધી હતી. અને હાલ તે એક ઇ-કોમર્સ પોર્ટલ ધરાવે છે જેના પર તેણી બાળક તેમજ માતાના સંભાળ માટેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.

મલાઈકા અરોરા

મલાઈકા ભલે ફિલ્મોમાં એટલી બધી સફળ ન થઈ. ભલે તે એક્ટ્રેસ તરીકે બોલીવૂડમાં પોતાનો ડંકો ના વગાડી શકી. પણ એક આઇટમ ગર્લ તરીકે તેણી બોલીવૂડમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આજે તે એક નહીંને બીજા દિવસે સોશિયલ મિડિયા પર હોટ પોઝ આપતી જોવા મળી જશે. તેણી પોતાના હોટ લૂક માટે ખુબ જ લોક પ્રિય છે. તેણીએ થોડા સમય પહેલાં જ બિપાશા બાસુ અને સુઝેન ખાન સાથે એક ફેશન વેબસાઇટ લોંચ કરી છે જેનું નામ છે ધી લેબલ લાઇફ. તેમાં તેણી આધુનિક હાઇ એન્ડ વસ્ત્રોનું વેચાણ કરે છે. અને આ ઉપરાંત તેણી રિયાલીટી શોઝમાં જજ બનીને પણ અઢળક નાણા કમાઈ લે છે.

નાગાર્જુન

નાગાર્જુનને ભલે બોલીવૂડમાં સફળતા ન મળી હોય. પણ આજે તે સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર છે. તે હેદરાબાદમાં એક રેસ્ટોરન્ટ ધરાવે છે જેનું નામ છે ‘એન ગ્રીલ’. જેમાં બધી જ ગ્રીડ ડીશીસ સર્વ કરવામાં આવે છે.

ચંકી પાંડે

ચંકી પાંડે 80ના દાયકાનો સૂપરહીટ અભિનેતા છે. હાલ તેની દીકરીએ ફિલ્મોમાં પદાર્પણ કર્યું છે. પણ હાલ ચંકી પાંડે મુંબઈમાં એક પબ ધરાવે છે જેનું નામ છે ‘ધી એલ્બો રૂમ’ જેમાં અદ્ભુત કોકટેલ અને સોફિસ્ટિકેટેડ ક્યુઝિન પીરસવામાં આવે છે.

બોબી દેઓલ

બોબી દેઓલની પહેલી ફિલ્મ બરસાત સૂપરહિટ સાબિત થઈ હતી. અને તેણે મહદ અંશે પોતાની ટેલેન્ટ લોકોને બતાવી દીધી હતી. આજે પણ તેના હજારો ફેન તમને જોવા મળી જશે. પણ સમય જતાં તે ફિલ્મોમાં કંઈ વધારે સફળતા મેળવી શક્યો નહીં.

બોબીદેઓલે પતાનું એક રેસ્ટોરન્ટ 2006માં શરૂ કર્યું જેનું નામ છે ‘સમ પ્લેસ એલ્સ’ અહીં ઇન્ડો-ચાઇનીસ ક્યુઝીન પિરસવામાં આવે છે અને તેનું એમ્બિયન્સ પણ આકર્ષક છે.

બોબી દેઓલ એક ટેલેન્ટેડ વ્યક્તિ છે અને માણસની ટેલેન્ટ ક્યારેય છુપાઈ શકતી નથી. હાલ તે ડીજે તરીકે ઘણી બધી હાઈ એન્ડ નાઇટ ક્લબ્દમાં જોવા મળી જાય તો નવાઈ નહીં. એક્ટીંગ બાદ તેની દીલચસ્પી ડીજે તરફ વળી અને 2016માં તેણે દિલ્હીની એક નાઇટ ક્લબમાં ડીજે તરીકે પોતાનું પ્રથમ પર્ફોમન્સ આપ્યું હતું. જાણવા મળ્યા પ્રમાણે તે એક અદ્ભુત ડીજે છે.

પેરિઝાદ ઝોરાબિયન

પેરિઝાદ ઝોરાબિયન ખુબ જ ઓછી ફિલ્મોમાં આવી છે. પણ ઘણા લોકોની માનીતી બની ગઈ હતી. હાલ પેરિઝાદ મુંબઈમાં એક મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ ધરાવે છે જેનું નામ છે ‘ગોન્ડોલા’

ડીનો મોરિયા

ડીનો મોરિયા તેની ફિલ્મો કરતાં તેની મોડેલિંગ કેરિયર માટે વધારે જાણીતો છે. તે એક સૂપર મોડેલ હતો. તે ‘ક્રેપે સ્ટેશન કાફે’ નામની રેસ્ટોરન્ટ ચેઈન સમગ્ર દેશમાં ધરાવે છે. તેની આ રેસ્ટેરન્ટ્સ યુરોપિયન ક્યૂઝીન પીરસે છે.

માધુરી દીક્ષીત

માધુરી દીક્ષિત એ બોલીવૂડની અદભુત નૃત્યાંગના અને અદ્ભુત અભિનેત્રી છે. આજે પણ તેણીના કરોડો ચાહકો સમગ્ર વિશ્વમાં છે. લગ્ન બાદ હરીભરી કેરીયરને પડતી મુકી તેણીએ અમેરિકામાં પોતાનો સંસાર માંડી લીધો હતો. અને એક સામાન્ય ગૃહિણીના જીવનમાં તેણી ખુબ જ ખુશ તેમજ વ્યસ્ત થઈ ગઈ હતી. પણ બાળકો મોટા થયા બાદ તેણે ફરી બોલિવૂડ તરફ પ્રયાણ કર્યું અને ફરી તેની કેરિયરને ગતિ મળી ગઈ.

હાલ તેણી માત્ર રિયાલીટી ટીવી જજ નહીં. પણ આજે તેણી એક ઓનલાઇન ડાન્સ એકેડેમી પણ ચલાવે છે જેનું નામ છે ડાન્સ વિથ માધુરી દીક્ષીત, અહીં તે ઓનલાઈન જ પોતાના ચાહકો તેમજ નૃત્ય શીખવા ઉત્સુક લોકોને ડાન્સ શીખવે છે. આ ઓનલાઈન એકેડેમી ઉપરાંત તેણી એક મરાઠી ફિલ્મો માટેનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. જેની હેઠળ હાલ 1-2 મરાઠી ફિલ્મોનું પ્રોડક્શન પણ ચાલુ થઈ ગયું છે. આ ઉપરાંત તેના પતિ એક હાર્ટસર્જન હોવાથી તેમનો ઇરાદો મુંબઈમાં એક હોસ્પિટલ ખોલવાનો પણ છે. આમ તેણી માત્ર એન્ટરટેઇમેન્ટ બિઝનેસમાં જ નહીં પણ બહાર પણ વ્યવસાયના અવસરો મેળવી રહી છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ ફિલ્મોમાં પણ સફળતા મેળવી છે અને ત્યાર બાદ તેણે યુ.કે રિયાલીટી શો બીગ બ્રધર જીતીને જાણે પોતાની બીજી ઇનિંગ શરૂ કરી દીધી હતી અને ત્યારથી તે અત્યાર સુધી તેણીએ ક્યારેય પાછુ વાળીને નથી જોયું. આજે તમે એક નહીંને બીજા દીવસે શિલ્પા શેટ્ટીને સોશિયલ મિડિયા પર કે ટીવી પર જોતા હશો. આજે પણ તેણી ઘણા ફોલોઅર્સ ધરાવે છે.

શિલ્પા શેટ્ટી મુંબઈ સ્થિત એક ક્લબની માલિક છે જેનું નામ છે ‘રોયલ્ટી ક્લબ’ આ ઉપરાંત તે આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની કોઓનર પણ છે. તેમજ તેણીએ મુંબઈમાં એક સ્પા ચેઇન પણ શરૂ કરી છે. અને હાલ તમે તેને દર શનિ-રવી ડાન્સ રિયાલીટી શોમાં તો જોતા જ હશો.

લારા દત્તા

લારા દત્તા ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે. જે એક અદ્ભુત અચીવમેન્ટ છે. તે જ વર્ષે પ્રિયંકા ચોપરા પણ મિસવર્લ્ડ બની હતી. લારા દત્તા ફિલ્મોમાં ઘણા લોકોને પસંદ આવી હતી પણ તેણી તેમાં જોઈએ તેટલી સફળ નહોતી રહી. તેમ છતાં સ્ક્રીન પર આવતા તેનો જાદુ તો છવાઈ જ જતો હતો. હાલ લારા દત્તા પોતાનું એક પ્રોડક્શન હાઉસ ધરાવે છે. જેનું નામ છે ભીગી બસન્તી. આ ઉપરાંત તેણી છાબરા 555 સાથે કોલોબોરેશન કરીને કેટલાક સાડી કલેક્શનો પણ ધરાવે છે.

સુષ્મિતા સેન

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આજે પણ તેટલી જ આકર્ષક લાગે છે અને આજે ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. પણ તેણી એક ઉત્તમ બિઝનેસવૂમન પણ છે. તેણી મુંબઈમાં એક રેસ્ટોરન્ટ ધરાવે છે જેનું નામ છે “બેંગાલી માશીઝ કીચન” અહીં તમને સ્વાદિષ્ટ બંગાળી ભોજન પિરસવામાં આવે છે. આ ઉપરાંત તે દુબઈમાં એક જ્વેલરી રિટેઈલ સ્ટોર પણ ધરાવે છે જેનું સંચાલન તેણીની માતા કરે છે. આ ઉપરાંત તેની એક પ્રોડક્શન કંપની છે જેનું નામ છે ‘તંત્ર એન્ટરટેઇનમેન્ટ’

મીથુન ચક્રવર્તિ

મીથુંન બોલિવૂડના એક આખા યુગ પર પોતાનું નામ ધરાવે છે. મીથુન તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ માટે તેના સમયમા ખુબ જ લોકપ્રિય થયો હતો. તે એક રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા અભિનેતા છે માટે તેની અભિનય ક્ષમતા પર તો જરા પણ શંકા ન કરી શકાય. પણ ફિલ્મો ઉપરાંત તે ડાન્સ રિયાલીટી શો જેવા કે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જજ તરીકે ખુબ જ પ્રખ્યાત છે. પણ આ ઉપરાંત તેણે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે જેનું નામ છે પાપારાત્ઝી પ્રોડક્શન્સ. આ ઉપરાંત તેણે એક મોનાર્ચ ગૃપ શરૂ કર્યું છે જેમાં તેઓ હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સેક્ટર્સની સંભાળનું કામ કરે છે. આ ઉપરાંત મીથુન વર્ષોથી હોટેલ બિઝનેસમાં પણ સક્રીય છે.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્નાએ અભિનય ક્ષેત્રમાંથી તો લગ્ન બાદ જ નિવૃત્તિ લઈ લીધી હતી. અને હવે તેના કેટલાક લેખ પરથી તેણી એવું કબુલે છે કે તેના માટે તે લાઈન યોગ્ય નહોતી. પણ તેણી એક સારી લેખીકા છે જે તેણીએ પોતાની બુક્સ દ્વારા સાબિત કરી દીધું છે. હાલ તે મુંબઈના એક પ્રખ્યાત ન્યુઝ પેપરમાં વિકલી કોલમ લખે છે. આ ઉપરાંત તેણી એક સ્થાપિત આંતરપ્રિન્યોર છે, એક હોમ ડીઝાઈનર છે અને સાથે સાથે એપેરલ ડીઝાઈનર પણ. આ ઉપરાંત તે અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસમાં સહભાગીદાર પણ છે. તેણીની કંપનીનું નામ છે વ્હાઇટ વિન્ડો જે હોમ ડેકોર ઉપરાંત એપેરલનું વેચાણ કરે છે તેના માટે તેણીને એલી ડેકોરનો ઇન્ટરનેશનલ ડીઝાઈન અવોર્ડ પણ મળ્યો છે.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ પોતાના સમયનો સૂપર મોડેલ હતો. હાલ ભલે તે રૂપેરિ પરદા પર દેખાતો ન હોય પણ આજે પણ તે બોલીવૂડનો હોટ મેન છે. એક્ટીંગ ઉપરાંત અર્જુન રામપાલ એક લોન્જ બાર રેસ્ટોરન્ટ ધરાવે છે જે દીલ્હીના પોશ વિસ્તારમાં આવેલું છે. જેમાં તેને ખુબ જ સફળતા મળી છે. આ ઉપરાંત તેની પોતાની એક મેનેજમેન્ટ પેઢી પણ છે જેનું નામ છે ચેઝીંગ ગનેશા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version