જગ જાહેરમાં બોલિવૂડ સ્ટાર્સે કરેલી આ કોમેન્ટ આજે ઠરી છે સાવ ખોટી, વાંચીને તમે પણ કહેશો સાચી વાત!

બોલીવૂડ સ્ટાર્સ દ્વારા કરવામાં આવી હતી આવી કમેન્ટ્સ જેનો આજે કોઈ જ અર્થ નથી રહ્યો

બોલીવૂડ પણ એક સામાન્ય ધંધા જેવો જ વ્યવસાય છે અહીં પણ કોઈ કંપનીના સહકર્મચારી વચ્ચે જેમ ખાટા-મીઠા-કડવા સંબંધ હોય તેવા સંબંધો કો-એક્ટર્સ એકબીજા સાથે ધરાવતા હોય છે. અને તેના કારણે તેઓ લાગણીમાં આવીને ઘણા બધા સ્ટેટમેન્ટ્સ આપી દેતા હોય છે. આપણી અને તેમની વચ્ચે માત્ર એટલો ફરક છે કે આપણે વાકયુદ્ધ કરીને બધું ભુલી જતાં હોઈએ છે જ્યારે તેઓ જે કંઈ કહે છે તે છપાઈ જાય છે, રેકોર્ડ થઈ જાય છે અને તેના કારણે સમયે સમયે વિવાદ સર્જાતા રહે છે. અને જ્યારે વર્ષો બાદ તે જ નિવેદનો સાંભળીએ કે જોઈએ ત્યારે તે સાવ જ નિર્થક લાગતા હોય છે. તો ચાલો જાણીએ કયા સેલેબ્રીટીએ કોના વિષે શું કહ્યું હતું અને આજે તે અર્થ વગરના કેમ છે.

સુઝેન ખાન

image source

એક સમયે જ્યારે સુઝેન અને ઋતીક એક બીજા સાથે હેપેલી મેરિડ હતા તે વખતે સુઝેને કહ્યું હતું કે તેણી ઋતીક વગર પોતાના જીવનને કલ્પી પણ નથી શકતી. અને આજે આપણે બધા એ સારી રીતે જણીએ છે કે તે બન્નેએ ડીવોર્સ લઈ લીધા છે અને આજે અલગ-અલગ રહે છે અને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

સૈફ અલી ખાન

image source

એક વખતે કોફી વિથ કરનમાં સૈફ અલી ખાને એવું નિવેદન આપ્યું હતું કે કરીના કરતાં પ્રિટી ઝીન્ટા વધારે સેક્સી છે. વાસ્તવમાં કરન જોહરે સૈફને પ્રશ્ન પુછ્યો હતો કે તેને કરીના અને પ્રિટી બન્નેમાં કોણ વધારે સેક્સી લાગે છે. અને તે વખતે તેણે પ્રિટિને પસંદ કરી હતી. ત્યારે વળી કોને ખબર હતી કે તે ભવિષ્યમાં કરીના સાથે જ લગ્ન કરશે ?

કરીના કપૂર

image source

જે સમયે કરીના કપૂર અને શાહિદ કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા હતા તે વખતે તેમને પણ કોફી વિથ કરનમાં બોલાવવામાં આવ્યા હતા તે વખતે કરીનાએ તેને અને શાહીદને સૌલ મેટ્સ જણાવ્યા હતા. તેણીએ તે વખતે તે પણ જણાવ્યું હતુ કે તેના પર શાહીદનો એક હકારાત્મક પ્રભાવ છે. આજે શાહીદ અને કરીના કોઈ બીજા જ પાર્ટનર સાથે લગ્ન કરીને ખુશી ખુશી જીવન જીવી રહ્યા છે.

સલીમ ખાન

image source

ભૂતકાળમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે ભયંકર ઝઘડો થયો હતો અને તેના કારણે તેઓ ઘણા લાંબા સમય સુધી એક બીજા સાથે બોલ્યા નોહતા અને જાહેરમાં પણ એકબીજા વિરુદ્ધ બાલીશ નીવેદનો આપતા રહેતા હતા. એક સમયે તો સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ નિવેદન આપ્યું હતું કે સલમાન અને શાહરુખ ક્યારેય મિત્રો નહીં બની શકે. પણ આજે તે બન્ને ફરી પાછા મિત્રે બની ગયા છે.

પ્રિટિ ઝીન્ટા

image source

ફીલ્મી રસિયાઓ તે સારી રીતે જાણતા હશે કે ફિલ્મ કલ હો ના હોમાં પ્રિટિ ઝીન્ટાનો રોલ કરીના કપૂરને ઓફર કરવામાં આવ્યો હતો અને કરીનાએ વધારે પડતી ફી માંગી હોવાથી તે રોલ પ્રિટિના નસીબમાં આવ્યો હતો. તે વખતે જ્યારે સૈફ અને પ્રિટિ કોફી વીથ કરનમાં આવ્યા હતા ત્યારે પ્રિટિએ કરીના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી કે કરીના એવી અફવા ફેલાવી રહી છે કે તેણે કલ હો ના હોને રીજેક્ટ કરી હોવાથી પ્રિટિને તે ફિલ્મ મળી હતી.

આમીર ખાન

શાહરુખ સલમાનની જેમ આમીર અને શાહરુખનો ઝઘડો પણ મિડાયમાં ખૂબ ચગ્યો હતો. તે વખતે આમીરે મજાકમાં પોતાના બ્લોગ પર લખ્યુ હતું, ‘શાહરુખ મારા પગ ચાંટી રહ્યો છે અને હું તેને અવારનવાર બીસ્કીટ ખવડાવતો રહું છું. તેથી વધારે હું શું માંગી શકું’

image source

તેના આ બ્લોગમાં તેણે પાછળથી એ સ્પષ્ટ કર્યું હતું કે કૂતરાના નામ સાથે એક્ટરને કોઈ જ લેવા દેવા નથી. તેણે સ્પષ્ટ કર્યુ હતું કે કોઈ વિવાદ ઉભો થાય તે પહેલાં કહી દઉં કે શાહરુખ એ અમારા ડોગનું નામ છે. અને આ નામ રાખવાનો કોઈ ખરાબ ઉદ્દેશ નથી. વાસ્તવમાં શાહરુખ નામનો અમારો ડોગ ઘરના કેટરટેકરનો કૂતરો છે. અમે જ્યારે આ ઘર ખરીદ્યું તે વખતે ઘરના કેરટેકર સાથે આ કૂતરો અમારા ઘરે આવ્યો હતો ! વાસ્તવમાં થોડા વર્ષો પહેલાં શાહરુખ ખાન આ ઘરમાં કોઈ એડ માટે શૂટ કરી રહ્યો હતો અને તે જ દિવસે આ ઘરના કેરટેકર આ પપીને અહીં લઈને આવ્યા હતા અને માટે તેનું નામ શાહરુખ રાખવામાં આવ્યું હતું.

image source

તેમ છતાં ફરી એકવાર આમીરે એક વિચિત્ર કમેન્ટ પોતાના બ્લોગ પર લખી હતી, જે કંઈક આમ હતી, ‘શાહરુખ ફરીવાર મારું એટેન્શન માગી રહ્યો છે, તો હવે મને તેની પાસે જવા દો. તે બહુ ગંધાય છે, મને લાગે છે કે તેને નાહવાની જરૂર છે. ‘હીલ બૉય, હીલ’’

રણવીર સિંઘ

image source

રણવીર હંમેશા એક આદર્શ બૉયફ્રેન્ડ રહ્યો છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે દીપિકાને ડેટ કરતા પેહલાં રણવીર અનુષ્કા શર્માને ડેટ કરી રહ્યો હતો. તે વખતે એક ફેને અનુષ્કા સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને રણવીરે તેને મોઢું બંધ રાખવા કહી દીધું હતું અને જો તે તેમ નહીં કરે તો તે તેનું નાક તોડી નાખશે તેવી તેણે ધમકી ઉચ્ચારી હતી. આજે રણવીર દીપિકાનો પતિ બની બેઠો છે અને અનુષ્કા વિરાટની પત્ની બની ગઈ છે.

વિવેક ઓબેરૉય

image source

કોફી વિથ કરનના એક જૂના એપિસોડમાં વિવેક ઓબેરૉય અને જોહ્ન અબ્રાહમ સાથે આવ્યા હતા. તે વખતે કરને વિવેકને પુછ્યું હતું – ‘ઐશ્વર્યા હોલીવૂડમાં કે ઐશ્વર્યા હીન્દી ફિલ્મોમાં ?’ તે વખતે વિવેકે જવાબ આપ્યો હતો – ‘ઐશ્વર્યા મારી બાહોંમાં’. આજે ઐશ્વર્યા અને વિવેકે પણ અલગ અલગ પાર્ટનર સાથે લગ્ન કરી લીધા છે.

કરન સિંઘ ગ્રોવર

ભૂતકાળમાં જ્યારે કરન સિંઘ ગ્રોવર જેનીફર વિન્ગેટનો પતિ હતો તે વખતે તેણે પોતાની પત્નીના વખાણ કરતાં કહ્યું હતું કે જો હું કોઈ બોટ હોઉં તો જેનીફર મારું એન્કર છે. તેણે તે પણ કહ્યું હતું કે તે આ અધિકાર કોઈને પણ નહીં આપે, કારણ કે તેણી કરતાં લાયક બીજું કોઈ જ નથી. ટેલીવૂડમાં આ કપલની એક સમયે બોલબાલા હતી પણ આજે તેઓ છુટ્ટા થઈ ગયા છે. જેનીફર તો સિંગલ છે પણ કરણ સિંઘ ગ્રોવરે બીપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ