બોલીવુડના સ્ટાર્સ જેટલા પ્રોફેશનલી કામ છે એટલી જ તેઓ પોતાની દુશ્મની પણ નિભાવી જાણે છે…

બોલિવૂડ દુશ્મની પણ છે એકદમ સ્પેશિયલઃ વર્ષોથી આ સ્ટાર્સ વચ્ચે રહ્યા છે કડવા સંબંધો… એક એક્ટરનું તો કરિયર જોખમમાં મૂકાઈ ગયું હતું.. બોલિવૂડમાં કેટલી લવ જોડીઓ નહીં પણ હેઈટ જોડીઓ પણ એટલી જ ફેમસ છે, જે એકબીજાનું મોં જોવાનું પણ પસંદ નથી કરતા…

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ચમકદમકથી ભરેલી બોલિવૂડની દુનિયાને દૂરથી જોઈએ તો સૌને ખૂબ જ રંગીન અને મોજીલી લાગે છે. જ્યાં જોઈએ ત્યાં ચારેકોર ફેશન અને ફ્રેન્ડશીપ ભરેલા સંબંધોની તસ્વીર જોવા મળે છે. બોલિવૂડના સમાચારો ઉપર દરેક ફેન્સની નજર રહેતી હોય છે કયા એક્ટર સાથે કઈ હીરોઈનનું બ્રેકઅપ થયું અને કોણ કોને ડેટ કરે છે એવા ગોસિપ તો કાયમ આવતા રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા સમાચાર આપીએ જેમાં ફેન્ડશીપ કે લવ અફેરની વાતો નથી પરંતુ ગાઢ દુશ્મની ભરેલા સંબંધોની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

અહીં અનેક નામી લોકો વચ્ચે વર્ષોથી એકબીજાની ફિલ્મોમાં કામ કરવાનું તો દૂર કોઈ કોઈનો ચહેરો જોવા પણ રાજી ન હોય તેવા સંબંધો પણ ધરાવે છે. કોઈ એવોર્ડ ફંકશનમાં કે ફિલ્મના પ્રિમિયર શોમાં જો એ લોકો એકબીજાની સામે આવી જાય ત્યારે જો પરાણે એકબીજાને ગલે લાગીને ફોટો પણ પડાવી દેતો પણ તે એક સમાચાર બની જતા હોય છે કેમ કે બોલિવૂડમાં કેટલી લવ જોડીઓ નહીં પણ હેઈટ જોડીઓ પણ એટલી જ ફેમસ છે. જાણો એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ કોણ કોણ છે જેઓ એકબીજાંનું મોં જોવા પણ નથી માગતા…

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં અનેક સિતારાઓ વચ્ચે વર્ષોથી પારિવારિક મિત્રતા ભરેલા સંબંધો રહ્યા છે. તેમાં પણ જૂહી ચાવલા, શાહ રૂખ ખાન અને કરન જોહરનું ફેમીલી… યશ ચોપડા અને અમિતાભ બચ્ચનનું ફેમીલી કે પછી સલમાન ખાન ત્રણેય ભાઈઓ અને સાજિદ નડિયાદવાલા ફેમિલી હોય. અનેક વાર તેઓ એક સાથે પાર્ટી કરતાં કે વિદેશોમાં ફરવા જતાં પણ જોવા મળે છે. કપૂર ફેમીલી અને બચ્ચન ફેમીલી વચ્ચે પણ અગાઉ એવા જ સંબંધો હતા જ્યારે કરિશ્મા અને અભિષેકની સગાઈની વાતો ચાલતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

પરંતુ એ પછી તેમની વચ્ચેના સંબંધો થોડા ભારી થઈ ગયા. કરિના કપૂર અને મલાઈક્કા અરોરાની બહેન અમૃતા અરોરા પણ એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ તરીકે બોલિવૂડમાં ઓળખાય છે. એ રીતે અનેક નામો ગણાવી શકાશે. પરંતુ આજે અમે આપને જેમની વચ્ચે કટ્ટર દુશ્મની છે એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે વાત કરીશું. તે જાણીને તમને નવાઈ લાગશે… અમુકનું તો આ ખટાશ ભર્યા સંબંધોને લીધે કરિયર પણ દાવ લાગેલું હતું…

સલમાન ખાન – સુભાષ ઘાઈ

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આજે બોલિવૂડમાં સલમાન ખાનને ૩૦ વર્ષ થઈ ગયા. ભાઈજાન મૈને પ્યાર કીયાની સફળતા બાદ કરી પણ પાછું વળીને નથી જોયું. તેમની પહેલી ફિલ્મ બીબી હો તો ઐસી જો તમે જોઈ હોય તો તમને યાદ હશે કે તેમનું બોડી કેટલું પતલું હતું આજે જેવું બોડી બિલ્ડીંગ છે તેવું નહોતું. વળી, સલમાન ખાન આજે અનેક વિવાદોથી ઘેરાયેલા છે પરંતુ તમને એ વાતની નહીં ખબર હોય કે ૧૦૮૯માં પહેલી ફિલ્મની મૈને પ્યાર કીયાની સફળતાની પાર્ટીમાં સુભાષ ઘાઈને તેને સંબોધીને દુબલો પતલો એક્ટર કહ્યો હતો. ત્યારથી તેઓ કદી એક ફ્રેમમાં નથી દેખાયા. ૩ દાયકા જૂની છે તેમની દુશ્મની…

આમીર ખાન – સન્ની દેઓલ

તમને ખ્યાલ હશે કે આમીર ખાનને મીસ્ટર પર્ફેક્શીનિક્સ્ટ કહેવાય છે. તે પોતાની બધી જ ફિલ્મો પ્લાનીંગ મુજબ કરે છે. તેની આ ટેવને લીધે એક વિવાદ ઊભો થયો હતો. વર્ષ ૨૦૦૧માં આવેલી બંને હિસ્ટ્રોરી પિરિયડ ફિલ્મ લગાન અને ગદર એક પ્રેમ કથા એક જ દિવસે રિલિઝ થઈ હતી. સન્ની દેઓલ અને આમીર ખાન બંનેમાંથી એક પણ અભિનેતા પોતાની ફિલ્મની તારીખ આગળ પાછળ કરવા રાજી નહોતા. થયું એવું કે બંને ફિલ્મો એક સાથે સુપર હિટ સાબીત થઈ હતી બોક્સ ઓફિસ ઉપર પરંતુ લગાનને વધારે એવોર્ડસ મળ્યા હતા. આ કારણે આજે બે દાયકા પછી પણ બંને સુપર હિરો વચ્ચે સંબંધો હજુ સુધર્યા નથી.

કરિના કપૂર – બોબી દેઓલ

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તેમની વચ્ચેની દુશ્મની ફિલ્મ અજનબીના સેટ ઉપરથી શરૂ થઈ હતી. કહેવામાં આવે છે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરિના કપૂરને બોબી દેઓલની પત્નીએ કોઈ કારણસર થપ્પડ મારી દીધી હતી. ત્યારથી તે બંનેની વચ્ચેના સંબંધો વણસ્યા હતા. તે એટલે સુધીકે ૨૦૦૭માં જબ વી મેટમાં પણ પહેલાં બોબી દેઓલને કાસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ કરિનાએ તેને બદલે બોય ફ્રેન્ડ શાહિદ કપૂરને લેવાની શરત મૂકી હતી. ફિલ્મ ઐતિહાસિક રીતે હિટ ગઈ હતી પરંતુ બોબી દેઓલનું એ પછી કેરિયર દાવ પર લાગી ગયું હતું.

કરિના કપૂર – બીપાસા બાસુ

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

બેંગોલી બ્યુટી બીપાસા બાસુ અને કરિના કપૂરની એકબીજા સાથે ફિલ્મ અજનબીના જ સેટ ઉપર ખૂબ જ બોલાચાલી થઈ હતી. એ સમયે કરિના કપૂરનો સિતારો બુલંદી ઉપર હતો. એનો એટીટ્યુડ પણ એવો હતો કે તે કોઈપણ અભિનેતા કે અભિનેત્રી સાથે દુશ્મની કરી બેસતી હતી. આજે આટલા વર્ષે આ બંને બોલિવૂડની અભિનેત્રીઓ એક સાથે એક ફ્રેમમાં દેખાઈ નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ