બોલિવૂડના ફેમસ પ્રેમ પ્રકરણ જે ક્યારેય પૂર્ણ થઇ શક્યા નહિ,

આ બોલિવૂડ જોડીઓનો પ્રેમ ક્યારેય પરવાન ન ચડી શક્યો

અક્ષય કુમાર અને પુજા બત્રાઅક્ષય કુમારનું નામ તેની મોટા ભાગની સહઅભિનેત્રીઓ સાથે જોડાયું છે અને માટે જ તેને ‘બોલિવૂડ઼નો કાસાનોવા’ કહેવામાં આવે છે. આ અભિનેત્રીઓમાંની એક પુજા બત્રા પણ છે જેની તમને ખબર નહીં હોય. પણ હા, પુજા બત્રા પણ અક્કીના મોહક સ્મિત પર મોહિ ગઈ હતી. જોકે તેમનો આ સંબંધ ક્યારેય આગળ વધી નહોતો શક્યો.

કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનજ્યારે 2002માં અમિતાભ બચ્ચને અભિષેક અને કરિશ્માની સગાઈની જાહેરાત કરી ત્યારે સમગ્ર બોલીવૂડ કપૂર્સ અને બચ્ચન્સ એક કુટુંબમાં પરિણમવાના હોવાથી ખુબ જ ખુશ હતું, અચાનક ફેબ્રુઆરીમાં, આ, જોડી વચ્ચે બ્રેક અપ થઈ ગયો અને તેમના ફેન્સ તે જાણી સ્તબ્ધ થઈ ગયા. જો કે તેનું મૂળ કારણ તો આજ સુધી જાણવા નથી મળ્યું કારણ કે તે બાબતે આજ સુધી મૌન જ કેળવી રાખ્યું છે. જો કે એક એવી પણ વાત સામે આવી હતી કે કરિશ્માના સંબંધ ફોક કરવામાં તેની માતા બબિતા કારણરૂપ હતી. તેણીને એવું લાગતું હતું કે અભિષેક તેમની દીકરીની સંભાળ લઈ શકશે નહીં. એવું કહેવાય છે કે આ ભૂતપૂર્વ અભિનેત્રીએ અમિતાભ સામે શરત મુકી હતી કે તે પોતાની મોટા ભાગની મિલકત અભિષેકના નામે કરશે તો જ તેણી કરિશ્મા અને અભિષેકના લગ્ન થવા દેશે. અને આપણી ધારણા પ્રમાણે જ બીગ બી તે સાથે સહમત નહોતા થયા.

રાની મુખર્જી અને ગોવિંદા90નો દાયકો એક એવો દાયકો હતો કે આપણે ગોવિંદા-રાણીની કેમેસ્ટ્રીને ઓફ તેમજ ઓન સ્ક્રીન બન્ને જગ્યાએ જોઈ શકતા હતા. તેમના અફેયરના લગભગ 4 વર્ષ બાદ ગોવિંદાની પત્ની સુનિતાને તેની જાણ થઈ. ત્યાર બાદ આ જોડીને ક્યારેય સાથે જોવામાં આવી નથી. જો કે હવે રાનીએ YRF સ્ટુડિયોના ના CEO આદિત્ય ચોપરા સાથે લગ્ન પણ કરી લીધા છે અને તેમની એક સુંદર દીકરી પણ છે.

સંજય દત્ત અને માધુરી દિક્ષિત80ના દાયકાના છેલ્લા વર્ષોમાં સંજય દત્ત અને માધુરી દીક્ષીતના સંબંધોએ સમાચાર પત્રોમાં હેડલાઇન્સ બનાવી હતી. એવી પણ અફવાઓ ઉડી હતી કે તે બન્ને લગ્ન કરવાના હતા, પણ તેમનો પ્રેમ ત્યારે ઉડી ગયો જ્યારે સંજય 1993ના બ્લાસ્ટ્સ માટેના હથિયારો રાખવાના આરોપમાં સંડોવાયો.

સુષ્મિતા સેન અને વિક્રમ ભટ્ટ‘દસ્તક’ ફિલ્મના પોતાના ડેબ્યૂ બાદ સુષ્મિતા ડિરેક્ટર વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી. વિક્રમ ભટ્ટે આ વિશ્વ સુંદરી સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને ડિવોર્સ આપ્યા, પણ ત્યાર બાદ તેમનો સંબંધ આગળ ન વધી શક્યો.

અમિતાભ બચ્ચન અને રેખાઅમિતાભ બચ્ચન અને રેખાની પ્રણય કથા એ અત્યાર સુધીની સૌથી ચર્ચાયેલી પ્રણયકથા છે, અને તે બન્ને સિલ્વર સ્ક્રિન પર પણ એક હીટ જોડી સાબિત થયા છે. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે કે પછી સદભાગ્યે, તેમનો પ્રણય પરિણયમાં ન ફેરવાઈ શક્યો. અને આજે અમિતાભ બચ્ચન સુખપૂર્ણ રીતે જયા બચ્ચન સાથે લગ્નજીવન ભોગવી રહ્યા છે, જ્યારે રેખા આજે પણ અપરણિત છે.

બિપાશા બાસુ અને જોહ્ન અબ્રાહમ

જોહ્ન અબ્રાહમ અને બિપાશા બાસુએ એકબીજા પ્રત્યેના પ્રેમનો ખુલ્લમખુલ્લા એકરાર કર્યો હતો અને તેઓ નિઃસંકોચ જાહેરમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળતા હતા. જ્યારે તેમનો આ સંબંધ તૂટ્યો ત્યારે તેમના ચાહકો તેમજ સમગ્ર બોલિવૂડને એક આંચકો લાગ્યો હતો અને તે વખતે તે એક ચર્ચાનો વિષય પણ બની ગયા હતા. જોકે આજે બન્નેના લગ્ન થઈ ચૂક્યા છે અને બન્ને પોતાના જીવનસાથીઓ સાથે ખુશ છે.

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય

#आपको_तुम_और_तुम_को_तू_बनाना_चाहता_हूं फासले जितने भी है दरमियान उन सबको मिटाना चाहता हूं में #सुबह_की_पहली_चाय_बन_जाऊं_तेरी। तुझे आधी रात की कॉफी बनान चाहता हु। #तेरे_होंठो_की_हँसी_मेरी_आँखों_से_झलकें। जब भी तू देखे मेरी आँखो में, पाए खुद को ही #में_खुद_को_तेरा_आईना_बनाना_चाहता_हूं। आपको तुम और तुम को तू बनाना चाहता हूं #फासले_जितने_भी_है_दरमियान_उन_सबको_मिटाना_चाहता_हूं…😊 #salmanaishwarya #humdildechukesanam #love #mood #poetry

A post shared by HaRsh Verma🤘 (@harsh_bhaiya) on

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો પ્રેમ સંબંધ ક્યારેય ભૂલાય તેવો નથી. આ બન્ને સુપરસ્ટાર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પણ સલમાનના ઓવર-પજેસિવ એટલે કે માલિકીભાવ વાળા સ્વભાવના કારણે તેમનો આ સંબંધ આગળ ન વધી શક્યો. એક વખતે તો બધાને એવું લાગી રહ્યું હતું કે તે બન્ને કોઇ પણ ઘડીએ લગ્ન કરી લેશે. પણ તેવું કંઈ જ ન થયું. આજે ઐશ્વર્યાના અભિષેક બચ્ચન સાથે લગ્ન થઈ ચુક્યા છે બન્નેને સુંદર દીકરી છે જ્યારે સલમાન આજે પણ મોસ્ટ એલજિબલ બેચલર છે.

શાહિદ કપૂર અને કરીના કપૂર

શાહિદ-કરીનાની જોડી હિટ થઈ ચૂકી હતી. તેમણે પણ પોતાના પ્રેમનો જાહેરમાં એકરાર કર્યો હતો. એક વખતે તો કરીનાએ નેશનલ ટીવી પર એવી પણ જાહેરાત કરી હતી કે તે શાહિદ કપૂર સાથે લગ્ન કરશે. જો કે તે બન્નેના પરિવારને પણ તેમનો આ સંબંધ મંજૂર હતો અને જાણે માત્ર લગ્નની કંકોત્રી જ છપાવાની વાર હતી, પણ આપણે બધા જાણીએ છીએ તેમ તેવું કંઈ જ થયું નહીં ! આજે બન્ને મેરિડ છે અને બન્ને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

રનબિર કપૂર અને કેટરિના કૈફકોઈને પણ ખ્યાલ નહોતો કે રનબીર કપૂર અને કેટરીના કૈફનો પ્રેમ આ રીતે પડી ભાંગશે ? તેમણે એકબીજા સાથે રહેવા માટે એક સુંદર મજાનો એપાર્ટમેન્ટ પણ લીધો હતો અને બન્ને લીવઈન રીલેશનશિપમાં પણ હતા. હવે તો માત્ર તેમના લગ્નની જ વાર હતી પણ તેમનો જ્યારે બ્રેક અપ થયો ત્યારે તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો.

સલમાન ખાન અને સંગીતા બિજલાની

સલમાન ખાન અને સંગીતા બિજલાનીની પ્રણયકથા પણ 80ના દાયકામાં ખુબ જ ચર્ચામાં હતી. તેઓ એકબીજાના પ્રેમમાં એટલી હદે ગળાડૂબ હતા કે તેમણે તેમના સંબંધો પણ જાહેર કરી દીધા હતા. એવું પણ કહેવાતું હતું કે તેમના લગ્ની કંકોત્રીઓ પણ છપાઈ ગઈ હતી પણ છેલ્લી ક્ષણે સંગીતા પાછી ખસી ગઈ અને તેમના સંબંધનો અંત આવ્યો.

અક્ષય કુમાર અને રવિના ટંડન90ના દાયકામાં અક્ષય કુમાર અને રવિના ટંડન એક કપલ હતા. તમને પેલું ‘ટીપ ટીપ બરસા પાની’વાળુ ગીત તો યાદ જ હશે. એવું કહેવાય છે કે તે જ ફિલ્મ દરમિયાન એટલે કે 1994માં તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જો કે રવિનાએ એક ઇટર્વ્યૂમાં એવું જણાવ્યું હતું કે તે બન્ને અમેરિકન શોઝ દરમિયાન મિત્ર બન્યા હતા. અને અમારા સંબંધોની અફવાઓ પણ ઉડવા લાગી હતી પણ તે સાચી નહોતી. કાયદેસર રીતે અમે એકબીજાને અમ્રિતસરમાં 1995ના ફેબ્રુઆરીમાં થયેલા શો દરમિયાન ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. જો કે એવી પણ વાતો ફેલાઈ હતી કે તેમણે ખાનગીમાં એન્ગેજમેન્ટ કરી લીધા હતા પણ અક્ષય કુમારની શિલ્પા શેટ્ટી સાથે વધેલી અંગતતાના કારણે તેમનું બ્રેક અપ થઈ ગયું.

સાજિદ ખાન અને ગૌહર ખાન

આ એક એવો સંબધ છે જેની કદાચ આપણામાંના કોઈને ખબર નહીં હોય. એવા પણ અહેવાલો છે કે 2003માં ગૌહર ખાનના પ્રોડ્યુસર સાજિદ ખાન સાથે એન્ગેજમેન્ટ થઈ ગયા હતા. જો કે તેનો કોઈ સુખદ અંત ન આવ્યો અને બન્ને છુટ્ટા પડી ગયા. તેમના છુટ્ટા પડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે જેમ કે તેમની વચ્ચેની વ્યવસાયિક અસમાનતા વિગેરે.