જલ્સા કરોને જેંતીલાલ

અઢળક દાન કર્યુુ બોલિવૂડની આ સેલિબ્રિટીએ, જાણો કોને કેટલુ કર્યુ દાન

કોરોના વિરૂધ્ધની લડાઇમાં બોલીવુડે ખોલ્યો ખજાનો અને ખાસ વિરાટ-અનુષ્કાએ જે કર્યું એ વાંચીને તમે દંગ રહી જશો!

હાલમાં આખા ભારતમાં કોરોનાએ તોફાન મચાવી દીધું છે. કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ગરીબોની હાલત ખરાબ બની ગઇ છે. બૉલીવુડના અભિનેતાઓ તથા અભિનેત્રીઓએ પણ સહાય માટે પોતાના હાથ ખુલ્લા કરી દીધા છે. અક્ષય કુમારે ૨૫ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. વરુણ ધવને ૫૫ લાખ રૂપિયા આપ્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી, અનુષ્કા-વિરાટ અને કાર્તિક આર્યન પણ ઉમેરાયા છે.

પ્રખ્યાત અભિનેતા કાર્તિક આર્યને મીડિયામાં પોસ્ટ દ્વારા જાણ કરતા કહ્યું હતું કે, હમણાંનો સમય સાથે ઉભા રહેવાનો છે. આજે હું કંઈ પણ કમાયો છું તે માટે દેશના નાગરિકોને આભાર માનું છું. હું દેશના બધા જ નાગરિકોને પણ અપીલ કરું છું કે તેઓ યથાશક્તિ કોરોના માટે સહાય કરે.

આ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ ટિમના કપ્તાન વિરાટ કોહલીએ અને અનુષ્કાએ પણ વડાપ્રધાન કેર અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 3 કરોડ રૂપિયાની મદદ કરી છે.

બૉલીવુડ જગતની સુંદર હિરોઈન શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ ૨૧ લાખ રૂપિયા પીએમ કેરમાં આપવાનો સુંદર નિર્ણય કર્યો છે. આની સાથે જ શિલ્પા કહ્યું હતું કે, આ મદદ વિશાળ સમુદ્રમાં એક ટીપું ગણાશે. પરંતુ હું તમને સૌને વિનંતી કરું છે કે આ લડાઈમાં બધા જ સાથ-સહકાર આપો.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે કોરોના વિરૂદ્ધની લડાઈમાં ૨૫ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ટી સિરીઝના દિગ્ગજ વ્યક્તિ ભૂષણકુમારે ૧૨ કરોડ રૂપિયા દાન કર્યા. જેમાં ૧૧ કરોડ પીએમ કેર ફંડમાં અને ૧ કરોડ મહારાષ્ટ્ર સીએમ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.

બૉલીવુડ તેમજ ટેલિવિઝન જગતના પ્રખ્યાત સ્ટાર તથા કોમેડિયન કપિલ શર્માએ પીએમ રાહત કોષમાં 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.

કોરોના વિરૂદ્ધની લડાઈમાં મુકેશ અંબાણી, રતન ટાટા જેવા અનેક મોટા બિઝનેસમેન પણ આગળ આવ્યા છે. આજે દુનિયામાં કોરોના વાયરસના લીધે કોહરામ મચી ગયો છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં પણ આ રોગને લીધે દિવસે- દિવસે આતંક વધી રહ્યો છે, આ રોગની મહામારીના લીધે ઘણી મોટી આર્થિક મદદની પણ જરૂર પડી રહી છે ત્યારે ઘણા માણસો આર્થિક મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે.

image source

બીજીબાજુ બાહુબલી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા પ્રભાસ પણ મદદ કરવા માટે આગળ આવ્યા છે, પ્રભાસે પીએમ રાહત ફંડમાં ૩ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે તેમજ આંધ્રપ્રદેશ અને તેલંગાણા મુખ્યમંત્રીકોશમાં ૫૦-૫૦ લાખનું દાન આપ્યું છે. પ્રભાષ થોડા સમય પહેલા જ જ્યોર્જીયાથી આવ્યો હતો, જ્યાં તેની આવનાર મૂવી “પ્રભાસ-20” નું શૂટિંગ હમણાં તાજેતરમાં ચાલી રહ્યું હતું, તેની જોડે હિરોઈન પૂજા હેગડે પણ હતી, જ્યોર્જીયાથી આવીને પ્રભાસે પોતાની જાતને ૧૪ દિવસ સુધી એકાંતવાસમાં રાખી દીધા છે.

પ્રભાસની આગળ તેલુગુ અભિનેતા પવન કલ્યાણે ૨ કરોડ, તેમના ભત્રીજા રામચરણે ૭૦ લાખ, તેના પિતા તેલુગુ સ્ટાર ચિરંજીવીએ ૧ કરોડ રૂપિયા અને પ્રખ્યાત અભિનેતા મહેશબાબુએ ૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

image source

વિશ્વમાં કોરોનાનો આંતક વધતો જાય છે. તો બીજીબાજુ કોરોના વાયરસ તથા લોકડાઉનને લીધે ફિલ્મ સીટી બંધ છે. આ મહામારી વિરુદ્ધ લડાઇમાં બૉલીવુડ સ્ટાર્સ પણ આગળ આવ્યા છે. તો બીજી બાજુ ખબર મળી રહી છે કે, બોલીવુડ જગતના દબંગ ખાન સલમાન ખાન પણ લોકડાઉન વચ્ચે ૨૫૦૦૦ દૈનિક વેતન લેતા મજૂરોની આર્થિક સહાય ઉઠાવી રહ્યા છે.

આ માહિતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સલમાન ખાન અનેક વખત ગરીબોની સહાય માટે ઓળખવામાં છે.

રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન એસોશિએશનને એ પણ જણાવ્યું છે કે, તેના આ કામની માહિતી મીડિયામાં ના આપે કેમકે તે કોઈ પબ્લિસિટી માટે કરવામાં નથી માનતો.

લોકમાન્ય અભિનેતા સલમાન ખાનના આ સુંદર નિયમથી તેના પિતા સલીમ ખાન પણ ખૂબ જ ખુશ થયા છે. સલીમ ખાને આ અંગે વાત કરતા કહ્યું હતું કે, પૈસા ત્યાં જઈ રહ્યા છે જ્યાં આવશ્યકતા છે. સલમાન ખાનના આ યોગદાનએ કારણે જયારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે સલીમ ખાને જાણવ્યું હતું કે, હું આ બાબતે વધુ કંઈ બોલવા નથી માંગતો. પરંતુ એટલું જરૂર કહીશ કે, ખાન ફેમિલી હંમેશા આદર્શ રહ્યા છે કે, બીજાને કામ આવવા જોઈએ.

image source

સલીમ ખાને આગળ વાત કરતા કહ્યું હતું કે, તે અને તેના ફેમિલી બિલ્ડિંગમાં કામ કરતા ગાર્ડ્સ માટે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. સલમાન ખાનના સિક્યોરિટી ગાર્ડ પણ લોકડાઉન વખતે તેની જોડે જ ફરી રહ્યા છે. સલમાન તેના પણ આવશ્યક ખર્ચની સંપુર્ણ ધ્યાન રાખી રહ્યો છે.

એક રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને લોકડાઉનની અસરને સલમાન ખાન મૂવી કાસ્ટ અને ટીવીના બધા જ વ્યક્તિઓને એડવાન્સ સેલેરી પણ આપી દીધી છે.

એફડબ્લ્યુઆઈસીના પ્રમુખ બી.એન. તિવારીએ આગળ કહ્યું હતું કે, સલમાન ખાન તેમના એનજીઓ “બીઇંગ હ્યુમન” ફાઉન્ડેશન દરરોજના વેતન મજૂરોની સહાય માટે આગળ આવ્યું છે. અમારા ૫ લાખ મજૂર પૈકી ૨૫૦૦૦ માણસોને આર્થિક મદદની ખૂબ જ આવશ્યકતા છે. બીઇંગ હ્યુમન ફાઉન્ડેશને આગળ જણાવ્યું કે, તેઓ તે બધા કામદારોની સંભાળ લેશે. તેઓએ આ ૨૫૦૦૦ મજૂરોની ખાતાની વિગતો માંગી છે. તેના પૈસા સીધે-સીધા મજૂરો સુધી પહોંચે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version