શું તમે જાણો છો શાહરુખ ગૌરીને પ્રપોઝ કરતાં રડી પડ્યો હતો, જાણો બોલીવૂડ સેલિબ્રિટીઝની પ્રપોઝલ સ્ટોરીઝ

ભારતમાં જ્યારથી ફિલ્મો અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેમણે કોઈને કોઈ રીતે લોકોને રોમાન્સથી રૂબરુ કરાવ્યા જ છે. અને તેમણે માત્ર ફિલ્મોમાં જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ ભરપૂર રોમેન્સ કર્યો છે. હા તેમાંના કેટલાક આજીવન ટકી ગયા તો કેટલાક ન ટકી શક્યા.

પણ શું તમને ક્યારેય એ જાણવાની ઇચ્છા નથી થઈ કે બોલીવૂડના આ કપલ્સે લવ મેરેજ તો કરી લીધા પણ તેમણે પોતાના પ્રેમનો એકરર કેવી રીતે કર્યો હશે. આજના આ લેખમાં અમે તમારા માટે એવી જ કેટલીક બોલીવૂડ સેલિબ્રિટીઓના રોમેન્ટિક પ્રપોઝલ વિષે જણાવીશું.

અભિષેક બચ્ચન

અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન દેશના લોકો માટે એક આશ્ચર્ય હતું કારણ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે કે ડેટ કરી રહ્યા છે તેવા કંઈ ખાસ સમાચાર નહોતા ઉડ્યા પણ સીધા જ 2007માં તેમના લગ્નની જાહેરાત થઈ.

અભિષેકે ઐશ્વર્યાને પોતાની ફિલ્મ ગુરુના ન્યુયોર્ક ખાતેના પ્રમોશન દરમિયાન લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જો કે અભિષેકે ઐશ્વર્યા માટે કોઈ હીરાની વીંટી નહોતી ખરીદી પણ ફિલ્મ ગુરુમાં જ વાપરવામાં આવેલી એક વીંટીનો ઉપયોગ અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કરવા માટે કર્યો હતો. અને જવાબમાં ઐશ્વર્યાએ જરા પણ ઢીલ ન કરી અને સીધી જ હા પાડી દીધી.

રીતીક રોશન

17 વર્ષ લગ્નજીવનનું સુખ ભોગવ્યા બાદ આજે ભલે રીતીક અને સુઝેન અલગ પડી ગયા હોય. જો કે તેમના ફોટોઝ જોઈને તો કોઈ પણ ન કહી શકે કે તેમણે એકબીજાને ડીવોર્સ આપી દીધા છે પણ હકીકત તો તે જ છે.

રિતિક આ બાબતે થોડો વધારે જ રોમેન્ટીક છે તેણે સુઝેનને પ્રપોઝ કરવા માટે વેલેન્ટાઈન ડે પસંદ કર્યો અને મુંબઈના જુહુ બીચ પર ગોંઠણીએ પડીને તેણે સુઝેનને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તમને જણાવી દઈએ કે આ કપલે ત્રણ ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હતા. તેમણે હીંદુ વિધિથી લગ્ન કર્યા હતા, ચર્ચમાં પણ લગ્ન કર્યા હતા અને નિકાહ પણ પઢ્યા હતા.

શાહરુખ ખાન

શાહરુખ ખાન અને ગૌરી ખાનની પ્રેમ કહાણી આમ તો બોલીવૂડના અન્ય કપલથી ઘણી અલગ છે અને સંઘર્ષભરી પણ ખરી. શાહરુખ ગૌરીના પ્રેમમાં તો દીલ્લીમાં પડ્યો અને તેના માટે તેણે ગૌરી પાછળ કેટલાએ ચક્કર લગાવ્યા પણ તેણે તેણીને પ્રપોઝ તો મુંબઈના બીચ પર જ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે પણ શાહરુખ ખાન ગૌરીને પ્રપોઝ કરતાં કરતાં રડી પડ્યો હતો.

અનુરાક કશ્યપ

અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીન હાલ અલગ પડી ગયા છે પણ આજે પણ તે બન્ને સારા મિત્રો છે. જો કે અનુરાગે કલ્કીને લગ્ન માટે મનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. તે સમયે તે બન્ને લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા અને અનુરાગ રોજ સાંજે કલ્કીને પ્રપોઝ કરતો હતો જેના જવાબમાં હંમેશા કલ્કી ના જ કહેતી હતી પણ એક વખત કલ્કીએ હા પાડી દીધી અને તેમણે લગ્ન કરી લીધા.

ઇમરાન ખાન

આમીર ખાનના ભાણિયા ઇમરાન ખાનનું પોતાની પત્ની અવંતિકાને કરેલું પ્રપોઝલ કંઈ ઓછું રોમેંટીક નહોતું. તેણે પોતાની પત્ની અવંતિકા મલિકને પ્રપોઝ કરવા માટે તેણીના ઘરના પાછળા બારણામાંથી ચોરી છૂપીને જવું પડ્યું હતું અને તેણે તેણીના રૂમને ખુબ જ રોમેન્ટીકલી કેન્ડલ્સથી શણગાર્યો હતો. અને રીતસરનો ઘૂંટણીએ પડીને તેણીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

હાલ આ બન્નેની એક સુંદર મજાની દીકરી પણ છે. જો કે હજુ થોડા દીવસ પહેલાં જ એવા અહેવાલ મળ્યા છે કે આ બન્ને છુટ્ટા પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અવંતિકા મલિક એક વખતે રનબીર કપૂરને પણ ડેટ કરી ચૂકી છે.

કરણ સીંઘ ગ્રોવર

કરણ ગ્રોવરે આમ તો ત્રણ વાર લગ્ન કર્યા છે એટલે તેને પ્રપોઝ કરવાનો સારો એવો અનુભવ હશે. કરણે બિપાશાને વર્ષના છેલ્લા દીવસે એટલે કે 31 ડીસેંબરની રાત્રે ગોંઠણીયે પડીને પ્રપોઝ કર્યું હતું. આ પ્રપોઝલની બિપાશાએ વિડિયો પણ લીધી હતી. વર્ષનો છેલ્લો દિવસ હોવાથી ફટાકડા ફૂટી રહ્યા હતા જોર શોરથી અવાજ થઈ રહ્યો હતો એક ઉત્સવનો માહોલ હતો. પણ કરણના આ પ્રપોઝલનો જવાબ આપતા બિપાશાને દસ મિનિટ લાગી કારણ કે તે કરણના અચાનકના પ્રપોઝલથી ચકીત થઈ ગઈ હતી.

કુણાલ ખેમુ

સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ એકબીજાને ઘણો લાંબો સમય ડેટ કર્યા હતા. અને છેવટે કુણાલ ખેમૂએ સોહા અલીને પ્રપોઝ કરવા માટે પેરિસ જેવી રોમેન્ટીક જગ્યા પસંદ કરી. તેમના આ પ્રપોઝલથી ખુશ થતાં સોહાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ પણ કહ્યું હતું, “મને તમારા બધા સાથે આ ખુશીને શેયર કરતાં આનંદ થાય છે કે કુણાલે મને એક પર્ફેક્ટ રીંગ સાથે પેરિસમાં પ્રપોઝ કર્યું છે અને મેં તેને હા પાડી છે.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ