જલ્સા કરોને જેંતીલાલ

બોલીવૂડને પણ લાગ્યું બોટલ કેપ ચેલેન્જનું ઘેલુ ! ખીલાડી કૂમારે કરી પોતાના ફેન્સને ચેલેન્જ.

જો તમે સોશિયલ મિડિયાના નિયમિત ટચમાં ન રહેતા હોવ તો તમને જણાવી દઈએ કે આજ કાલ સેલિબ્રીટીઝ વચ્ચે બોટલ કેપ ચેલેન્જનું યુદ્ધ ચાલી રહ્યું છે. અને માત્ર બોલીવૂડ નહીં પણ હોલીવૂડમાં પણ આ ચેલેન્જ અત્યારે હોટ ટોપીક થઈ ગઈ છે. અરે મૂળે તો આ ચેલેન્જ હોલીવૂડથી જ બોલીવૂડ પહોંચી છે. પણ આપણા બોલીવૂડ સ્ટાર્સ તેને એક અલગ જ લેવલ પર લઈ ગયા છે.

બોલીવૂડમાં અક્ષય કુમાર બાદ, સુષ્મિતા સેન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ટાઇગર શ્રોફ જેવા બોલિવૂડ સ્ટાર્સે પણ આ ચેલેન્જને પૂરી કરતા વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યા છે.

શું છે આ ચેલેન્જ ?

એક બોટલને એક ટેબલ પર મુકવામાં આવે છે તેનું ઢાકણું થોડું ઢીલુ રાખવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ ચેલેન્જ પૂરી કરવા માગે છે તેણે એક રાઉન્ડ હાઉસ કીક એટલે કે લાત મારીને પગથી એ ઢાકણું ખોલવાનું રહે છે. પણ ધ્યાન રહે તેમ કરતાં બોટલ પડવી જોઈએ નહીં. અને આ આખી ચેલેન્જને સ્લોમોશન પર રેકોર્ડ કરવામાં આવે છે જેથી કરીને તેણે ખરેખર આ ચેલેન્જ પુરી કરી છે કે નહીં તે સાબિત થઈ શકે.

મૂળે તો આ બોટલ કેપ ચેલેન્જ 25 જૂને ટેકવોન્ડો ઇન્સ્ટ્રક્ટર અને ફાઇટર ફરાબી દેવલેચીન દ્વારા શરૂ કરવામાં આવી હતી પણ તેણે ભારતના સેલિબ્રિટીઝમાં વધારે ઉત્સુકતા ત્યારે જગાવી જ્યારે હોલીવૂડ એક્શન હીરો જેસન સ્ટેથમે આ ચેલેન્જ પૂરી કરવાનો પ્રયાસ કર્યો અને તેણે ચેલેન્જ પુરી કરી પણ બતાવી.

અને ત્યાર બાદ આપણા બોલીવૂડના એક્શન સુપર સ્ટાર, અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર આ ચેલેન્જ પૂરી કરતો વિડિયો શેયર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, “મારા એક્શન આઇડલ જેસન સ્ટેથમથી ઇન્સ્પાયર થઈને આ પોસ્ટ શેયર કરી રહ્યો છું, હું જ્યારે ક્યારેય પણ કંઈ સારું જોઉં ત્યારે તેને રીપોસ્ટ/રીટ્વીટ કરીશ, ચાલો છોકરા અને છોકરીઓ તમે પણ બોટલ કાઢો અને અને હવામાં એક કીક મારો, લેટ્સ ડુ ધીસ.” પછી તો તેમણે એવું પણ કહ્યું કે તેમના જે ફેન્સ આ ચેલેન્જ કરી બતાવશે તેમનો વિડિયો તે પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેયર કરશે.

બસ પછી તો પુછવું જ શું, સુષ્મિતા સેને તો આ ચેલેન્જનો પોતાના પુરા ફેમિલિ સાથે જાણે સ્વિકાર કર્યો હોય તેમ તેણે પોતે તો આ ચેલેન્જને પૂરી કરી જ પણ પોતાના હાલના બોય ફ્રેન્ડ અને સુષ્મિતાની દીકરીઓ, બધાએ આ ચેલેન્જને પુરી કરી અને વિડિયો શેયર કર્યો.

ટાઇગર શ્રોફનો તો અંદાજ જ નિરાળો છે, આંખે પાટા બાંધી ચેલેન્જ પૂરી કરી

હા, ટાઇગર શ્રોફ આપણી લેટેસ્ટ જનરેસનનો એક્શન સ્ટાર છે, તેનું શરીર તે જાણે કોઈ રબ્બરનું બનેલું હોય તેટલું ફ્લેક્સીબલ છે. તે ગમે ત્યાં વળી શકે છે ઉંચામાં ઉંચો જંપ કરી શકે છે. ઉંચામાં ઉંચી લાત પણ મારી શકે છે. અને આ બોટેલ ચેલેન્જને તેણે પોતાના અંદાજમાં પુરી કરીને તો જાણે એક નવી જ ચેલેન્જ ઉભી કરી દીધી છે.

તો વળી જંગલી ફિલ્મના એક્ટર વિદ્યુત જામવાલ પણ આ ચેલેન્જ સ્વિકાર્યા વગર અને તેને પૂરી કર્યા વગર ન રહી શક્યો. અને તેણે પણ ટાઇગર શ્રોફની જેમ આ ચેલેન્જને એક નવી જ ઉંચાઈ પર મુકી દીધી છે. તેણે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ બોટલના ઢાંકણા માત્ર એક જ કીકમાં ખોલી નાખ્યા હતા. આને કહેવાય ફીટનેસ. વિદ્યુત જામવાલ તેના નામ પ્રમાણે જ વિજળીની ચપળતા ધરાવે છે. તેની છેલ્લી ફિલ્મ જંગલીમાં તો તમે તેનું એક્શનથી ભરપૂર પર્ફોમન્સ જોઈ જ લીધું હશે.

આવનારી બોલીવૂડ ફિલ્મ જબરીયા જોડીના સ્ટાર્સ પરિણીતી ચોપડા, સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોત પોતાના અલગ જ અંદાજમાં આ ચેલેન્જને પુરી કરી છે. પણ બન્નેની વિડિયોની એક ખાસ વાત એ હતી કે તેમાં એક કોમન સોંગ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. જે હતું તેમની આવનારી ફિલ્મ જબરીયા જોડીનું, ખડકે ગ્લાસી.

સિદ્ધાર્થે ફ્લાઇંગ કીકથી બોટલનું ઢાકણું ખોલ્યું હતું તો પરિણિતિએ બેડમિંટનના રેકેટથી ઢાકણું ખોલ્યું હતું. તેઓ જાણે પોતાની આવનારી ફિલ્મનું પણ આ ચેલેન્જ દ્વારા પ્રમોશન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

છેને ફીટનેસની ચરમ સીમા. જીવનમાં આવી અવનવી ચેલેન્જ લેતા જ રહેવી જોઈએ. તો જ જીવનમાં એક્સાઇટમેન્ટ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version