બોલીવુડ અને ટીવી પરથી અચાનક થઇ ગઈ વિદાય આ અદ્ભુત કલાકારોની…

આજે એટલે કે ૨૦ ફેબ્રુઆરીના દિવસે જીયા ખાન કે જેણે વર્ષ ૨૦૧૩માં આત્મહત્યા કરી લીધી હતી. તેના આત્મહત્યા કરવા પાછળ અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સુરજનું નામઆવ્યું હતું. જીયાનો જન્મ ૨૦ જુન ૧૯૮૮માં અમેરિકાના ન્યુયોર્કમાં થયો હતો. જીયાની સાથે સાથે બોલીવુડ અને ટેલીવુડના એવા કેટલાક કલાકારો છે જેમના મૃત્યુ પર આજે પણઆપણે વિશ્વાસ નથી કરી શકતા આવો તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીએ.

સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ લગાન અને સ્વદેશમાં પોતાની કલાકારીથી લોકોને ઈમ્પ્રેસ કરનાર રાજેશ વિવેકની. વર્ષ ૨૦૧૬માં તેમનું મૃત્યુ અચાનક આવેલ હાર્ટએટેકથી થયું હતું. તેસમયે તેમની ઉંમર ફક્ત ૬૬ વર્ષની હતી. તેમને ચાલુ શુટિંગ દરમિયાન તેમને એટેક આવ્યો હતો. પણ તેમની એક્ટિંગ એ આજે પણ લોકો યાદ કરે છે.

સદાશિવ અમરાપુરકર લોકો તેમને પોતાના નામથી ઓછા અને અભિનયથી વધારે ઓળખે છે. તેમણે બોલીવુડમાં વિલનથી લઈને કોમેડિયન જેવા અનેક રોલ પ્લે કર્યા છે. તમનેજણાવી દઈએ કે ૨૦૧૪માં તેમનું મૃત્યુ ફેફસાના કેન્સરને લીધે થયું હતું, ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. તેમને ૯૦ના દશકમાં ઘણી હીટ ફિલ્મો આપી હતી જેમાં એક ગોવિંદા અનેચકી પાંડે સાથે “આંખે” ફિલ્મ પણ કરી હતી.

જીયા ખાને વર્ષ ૨૦૧૩માં  ગળામાં ફંદો લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે ગજની, હાઉસફુલ અને નિશબ્દ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની આત્મહત્યા પાછળ તેના બોયફ્રેન્ડનીસઘન તપાસ કરવામાં આવી હતી.

બોલીવુડના જાણીતા મ્યુઝીક કમ્પોઝર અને સિંગર આદેશ શ્રીવાસ્તવનું મૃત્યુ બહુ અચાનક હતું તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૧ વર્ષની જ હતી. તેમનું મૃત્યુ પણ કેન્સરના કારણે જથયું હતું. આદેશે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

૨૦૧૬માં ફેમસ ટીવી સીરીયલ “બાલિકા વધુ” માં આનંદીનો રોલ નિભાવનાર પ્રત્યુષા બેનર્જીએ પણ પોતાની જાતને ફંદો લગાવીને આત્મહત્યા કરી હતી. બાલિકા વધુ સીરીયલથી તે ઘરેઘરે જાણીતી હતી હતી. તેમના આવા અચાનક મૃત્યુથી તેના ચાહકો શોકમાં હતા.

નિર્મલ પાંડે ના ખૂંખાર અંદાજને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. તેમણે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ કરેલ છે. અમુક ફિલ્મોમાં તેમણે ગોવિદા સાથે મિત્રતાના કિરદાર પણ ભજવતા જોવામળ્યા છે. વર્ષ ૨૦૧૦માં જયારે તેઓ ૪૭ વર્ષના હતા ત્યારે તેમની મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ હાર્ટએટેકના કારણે થયું હતું.

બંદિની જેવી સીરીયલમાં પાવરફૂલ રોલ કરનાર રસિકા જોશીના મૃત્યુ પર પણ લોકોને વિશ્વાસ નહોતો થતો. વર્ષ ૨૦૧૧માં તેમનું મૃત્યુ એક બીમારીથી થયું હતું. આ બીમારીમાં લોહીનોપ્રવાહ અટકી જાય છે અને તેનાથી હાડકાંઓમાં ખતરનાક સંક્રમણ થાય છે. તમને જણાવી દઈએ કે રસિકા જોશીએ ભૂલ ભુલૈયા, માલામાલ વીકલી અને એક હસીના થી જેવાપિક્ચરમાં પણ કામ કરેલ હતું.

તમને પેલી રસનાની એડ યાદ હશે ને જેમાં રસના ગર્લ આવતી હતી? હા એ બાળકી તરુણી. તેના મૃત્યુથી પણ અનેક લોકોને ધક્કો લાગ્યો હતો. વર્ષ ૨૦૧૨માં નેપાળના એક પ્લેન ક્રેસમાંતેનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં તેની સાથે તેની માતાનું પણ મૃત્યુ થયું હતું.

જસપાલ ભટ્ટી ટીવીનું બહુ જાણીતું નામ છે. આજે પણ તેમને ભૂલી નથી શકયા. તેમને કોમેડીના કિંગ કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૨માં એક રોડ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.અકસ્માત સમયે તેમની ગાડી તેમનો દીકરો જસરાજ ભટ્ટી ચલાવી રહ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ ફિલ્મ પાવર કટ રીલીઝના એક દિવસ પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.

ટીવી સીરીયલ કુસુમ, યહાં મેં ઘર ઘર ખેલી અને પ્યારક દર્દ હૈ મીઠા મીઠા વગેરે જેવી સીરીયલમાં કામ કરેલ અભિનેતા અબીર ગોસ્વામી. તેમનું મૃત્યુ વર્ષ ૨૦૧૩માં ફક્ત ૩૭ વર્ષની ઉંમરેથયું હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ અમુક સમાચારોનું માનીએ તો તેમનું મૃત્યુ ટ્રેડમિલ પર દોડતા દોડતા થયું હતું.