બોલિવૂડની આ અભિનેત્રીઓ અંડરવર્લ્ડ ડોનના પ્રેમ એટલી આંધળી બની ગઈ, ખરાબ કરી નાખી કરિયર

એક જમાનામાં અંડરવર્લ્ડ અને બોલિવૂડની વચ્ચે સારા સંબંધો હતા. કેટલીક વાર મોટા મોટા સ્ટાર જાહેરમાં દાઉદ ઈબ્રાહિમ જેવા ડોન સાથે જોવા પણ મળ્યા છે. બોલિવૂ઼ડ એક્ટર સિવાય કેટલીક એક્ટ્રેસના પણ અંડરવર્લ્ડની સાથે સંબંધો રહ્યા છે. તો કેટલીક હીરોઈને તો પોતાની કરિયર દાવ પર રાખીને કેટલાંક અંજરવર્લ્ડ ડોનના પ્રેમમાં પડી ગઈ હતી. આજે અમે તમને જણાવીશું બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિશે જે અંડરવર્લ્ડ ડોનના પ્રેમમાં પાગલ હતી જેના લીધે તેમને પોતાની કરિયર ખરાબ નાખી.

મંદાકિની અને દાઉદ ઈબ્રાહિમ-

રામ તેરી ગંગા મેલી ફિલ્મથી પોતાની ઓળખ ઉભી કરનારી અભિનેત્રી મંદાકિની દુનિયાના સૌથી ખતરનાક ડોન દાઉદ ઈબ્રાહિમના પ્રેમમાં પડી ગઈ હતી. દાઉદ ઈબ્રાહિમમા કારણે મંદાકિનીનો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સિક્કો ચાલતો હતો અને તેમને ઘણી ફિલ્મો પણ મળતી હતી. પછી તે બંને એ લગ્ન કરી લીધા.

મોનિકા બેદી અને અબૂ સલેમ-

બોલિવૂડ અભિનેત્રી મોનિકા બેદી અને અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમના અફેરની ચર્ચા તો ચારેય તરફ થતી. એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં રોલ કરવા માટે મોનિકા બેદી ડિરેક્ટર્સનેઅબૂ સલેમ પાસેથી ધમકી અપાવતી હતી. પોલીસના ડરના કારણે તે બંને દેશ છોડીને ભાગી ગયા હતા. પરંતુ તેમની ધરપકડ થઈ તેના પછી મોનિકા બેદી અને અબૂ સલેમના સંબંધોનો અંત આવી ગયો હતો.

મમતા કુલકર્ણી અને વિક્રમ ગોસ્વામી-

ફિલ્મોમાં મમતા કુલકર્ણીના અભિનયની તો બધાને ખબર છે. 90ના દાયકામાં તે સુપરહિટ હીરોઈનમાંથી એક હતી. તેના પછી તે અંડરવર્લ્ડ ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામીના પ્રેમમાં પડી ગઈ અને ભારત છોડીને તે દુબઈ જતી રહી. આ દરમિયાન લગભગ 10 વર્ષ સુધી તેઓ સાથે રહ્યા. પછી વર્ષ 2014માં પોલીસે કેન્યાથી તેમની ધરપકડ કરી હતી.

અનીતા અયૂબ અને દાઉદ ઈબ્રાહિમ-

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિનના અફેરની ચર્ચા અભિનેત્રી અનીતા અયૂબની સાથે પણ થઈ હતી. એવું જણાવામાં આવે છે કે દાઉદ ઈબ્રાહિમે ફિલ્મ નિર્માતા ઝાવેદ સિદ્દીકીને એટલા માટે મારી નાખ્યો હતો કેમ કે ઝાવેદ સિદ્દીકીએ અનીતા અયૂબને પોતાની ફિલ્મમાં લેવાની ના પાડી દીધી હતી.

સોના અને હાઝી મસ્તાન-

દાઉદ ઈબ્રાહિમ પહેલા અંડરવર્લ્ડની દુનિયામાં હાઝી મસ્તાનું બહુ મોટું નામ હતું. હાઝી મસ્તાન અને બોલિવૂડની અભિનેત્રી સોનાની વચ્ચે અફેરની ચર્ચા બહુ થતી હતી. સોનાએ લગ્ન કરવા અને તેમની સાથે રહેવા માટે હાઝી મસ્તાન અંડરવર્લ્ડ ડોન બની ગયો. તેમની લવ સ્ટોરી પર ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’ ફિલ્મ બનાવામાં આવી હતી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી