મસ્ક્યુલર બોડી માટે જાણીતા છે આ અભિનેતાઓ, જેની આગળ ટાઇગર શ્રોફ અને રિતિક રોશન પણ લાગે ફિક્કા

ગ્લેમર વર્લ્ડ એટલે કે મોડલિંગની દુનિયા, ફિલ્મોની દુનિયા, ટેલિવિઝનની દુનિયામાં જો તમે એક અભિનેતા કે અભિનેત્રી તરીકે કામ કરતા હોવ તમારા માટે સુંદર અને ફીટ દેખાવું ખૂબ જરૂરી છે. તમે ભલે સારો અભિનય કરી શકતા હોવ પણ તમારા માટે ફીટ રહેવું પણ તેટલું જ જરૂરી છે. માટે આજે તમને દેશની કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ લો મોડિલિંગ ઇન્ડસ્ટ્રી જોઈ લો કે પછી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી જોઈલો અહીં તમને મોટા ભાગના અભિનેતા અભિનેત્રીઓ ફીટ જોવા મળશે. પણ આજે અમે તમારી સમક્ષ બોલીવૂડ કે ટેલીવૂડ નહીં પણ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફીટ સ્ટાર્સ વિષેની વાત લઈને આવ્યા છીએ.

image source

બોલીવૂડના અભિનેતાઓ માત્ર પોતાની જોરદાર એક્ટિંગ માટે જ નહીં પણ પોતાની જોરદાર ફીટનેસ માટે પણ જાણીતા છે. ઋતિક રોશન, સલમાન ખાન, અક્ષય કુમાર, વિદ્યુત જામવાલ, ટાઇગર શ્રોફ, જોહ્ન અબ્રાહમ સહિત કેટલાએ બેલીવૂડ સિતારા છે જેઓ પોતાની ફીટનેસના કારણેમે ઘણી બધી વહાવાહી મેળવતા હોય છે. જો કે તમને જણાવી દઈએ કે ફિટનેસની બાબતમાં હવે ભોજપુરી સિનેમાના સિતારાઓ પણ બોલીવૂડ સેલેબ્સને ટક્કર આપી રહ્યા છે. તેવામાં આ પેકેજમાં અમે તમને તે ભોજપુરી અભિનેતાઓ વિષે જણાવીશુ જે ફિટનેસથી પણ પોતાના ફેન્સના દિલ જીતી લે છે.

ખેસારી લાલ યાદવ

image source

ખેસારી લાલ યાદવ આજે માત્ર ભોજપુરી સિનેમા સુધી જ સીમિત નથી. ખેસારીનું ફેન ફોલોઇંગ હવે આખા દેશમાં વધવા લાગ્યું છે. ખેસારી લાલ યાદવ માત્ર એક ઉત્તમ અભિનેતા જ નથી પણ એક સુદંર ગાયક પણ છે. ખેસારી ફિટનસના મામલામાં પણ પાછળ નથી. તેઓ હંમેશા જિમમાં પરસેવો પાડતા પોતાના ઘણા બધા વિડિયો તેમજ તસ્વીરો શેર કરે છે.

પવન સિંહ

image source

ભોજપુરી સિતારાઓના ફિટ અભિનેતાઓના લીસ્ટમાં પવન સિંહનુ નામ પણ આવે છે. પવન સિંહ પણ એક ઉત્તમ અભિનેતા છે અને સાથે સાથે એક ગાયક પણ છે. પવન સિંહનું ગીત લોલીપોપ લાગેલુ ફેન્સને ખૂબ ગમ્યું છે. પવન સિંહ પણ પોતાની ફિટનેસ માટે જાણીતા છે.

વિક્રાંત સિંહ રાજપૂત

image source

વિક્રાંત સિંહ રાજપુતનું નામ પણ ભોજપુરી સિતારોના ફિટ અભિનેતાઓની યાદીમાં ટોપર પર રહ્યું છે. તમને જણાવી દઈ કે વિક્રાંત સિંહ રાજપૂત ભોજપુરી સિનેમાંની સુદંર અભિનેત્રિ મોનાલિસાનો હેન્ડસમ પતિ છે. મોનાલિસા અને વિક્રાંતની જોડી ફેન્સને ખૂબ પસંદ છે.

બિરાજ ભટ્ટ

image source

મૂળે નેપાળના રહેવાસી અભિનેતા બિરાજ ભટ્ટે નેપાળી ફિલ્મોની સાથે સાથે ભોજપુરી સિનેમાંમાં પણ કામ કર્યું છે. બિરાજની ગણતરી ટોપના ભોજપુરી સ્ટાર્સમા થાય છે. બિરાજ પોતાના સુપરફિટ અવતારથી દર્શકોનું દીલ જીતે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ