સાઉથના સુપર સ્ટાર્સ બોલિવૂડમાં ડેબ્યુ કરતા આ કારણે ગભરાય છે જોરદાર, કારણ જાણીને તમને પણ લાગશે નવાઇ

છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યું છે કે સાઉથના કેટલાક સારા અભિનેતા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક અભિનેતાને બોલિવૂડમાં ડેબ્યૂ કરવામાં સફળતા મળી છે તો કેટલાક અસફળ રહ્યા છે. સફળ અભિનેતામાં રજનીકાંતનું નામ મોખરે છે. આ સિવાય કમલ હસન, ધનુષ અને નાગાર્જુન એવા નામ છે જે પોતાનું નામ બનાવીને સફળ થયા છ.

image soutrce

અસફળ અભિનેતાઓના લિસ્ટમાં પ્રભાસ અને રામ ચરણનું નામ આવે છે. જો કે સાઉથમાં આા અભિનેતાઓનો ક્રેઝ વધારે છે અને સાથે જ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ વધારે સક્સેસફૂલ અભિનેતાના લિસ્ટમાં આવે છે.

image source

હાલમાં એક ઈન્ટવ્યૂમાં કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને સાઉથના સુપરસ્ટાર્સને સામસામે આવવાનું થયું. સાઉથના અભિનેતાઓએ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાને લઈને પોતાના અંદાજમાં ખાસ જવાબ આપ્યો હતો.

image source

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા અભિનેતા વિજય સેતુપતિ ને સૌથી પહેલાં બોલિવૂડ ડેબ્યૂ કરવામાં અનેક સમસ્યાઓ આવી હતી. તેણે કહ્યું કે હાલમાં કોઈ પણ સાઉથ ઈન્ડિયન અભિનેતા બોલિવૂડમાં ડેબ્યૂ કરે છે તો તેમને 2 સમસ્યા રહે છે. પહેલી ભાષાની.

image source

જેમાં તેઓ સારી રીતે હિદી બોલી શકતા નથી. તેઓએ કહ્યું કે ચલો અમે આ સારી રીતે શીખી પણ લઈએ, આ મોટી સમસ્યા નથી. પરંતુ અન્ય સમસ્યા એ છે કે કલ્ચર. કલ્ચરના કારણે સાઉથના સુપર સ્ટાર્સ અસફળ રહે છે. સાઉથ ઈન્ડિયા અને નોર્થ ઈન્ડિયાનું કલ્ચર ઘણું અલગ છે. એક જ કલ્ચરમાં સમાનતા છે જે દર્શકોને કનેક્ટ કરે છે અને તે છે અવાજ. જેના કારણે ખાસ કરીને અભિનેતા ડેબ્યૂ કરવાની ના પાડી દે છે.

image source

આ ઈન્ટરવ્યૂમાં વિજય સેતુપતિની સાથે વિજય દેવરકોંડા પણ હતા. તેઓએ કહ્યું કે હું સેતુપતિની વાત સાથે સહમત છું. બોલિવૂડ સ્ટાર્સે પણ આ તમામ વાત સાથે સંમતિ દર્શાવી હતી. આ ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના આલિયા ભટ્ટ,. આયુષ્માન ખુરાના, દીપિકા પાદુકોણ અને મનોજ બાજપેયી જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ