જલ્સા કરોને જેંતીલાલ

સાઉથની આ સુપરહોટ અભિનેત્રીની સ્કૂબા ડાઇવિંગની તસવીરો જોઇને તમે પણ થઇ જશો એની પર ફિદા, PICS

સાઉથની સુપરહિટ અભિનેત્રી સામંથા અક્કિનેની સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસ્વીરો તેમજ વિડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલના દિવસોમાં સામંથા માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે અને ફેન્સ માટે તેણી સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે માલદીવથી પોતાની બે તસ્વીરો શેર કરી છે, બન્નેમાં તેણી અલગ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. એક તસ્વીરમાં સામંથા ફ્લોરલ પ્રિન્ટના ગાઉનમાં જોઈ શકાય છે જ્યારે બીજી તસ્વીરમાં તેણી સ્કૂબા ડાઇવિંગની ખાસ તૈયારી કરતી જોઈ શકાય છે.

image soucre

સામંથાએ સ્કૂબા ડાઇવિંગવાળી તસ્વીર સાથે કેપ્શન લખ્યું છે, ‘છેવટે મેં કરી લીધું.’ એક્ટ્રેસેની આ તસ્વીર પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. સામંથા સાઉથ ઇન્ડિયન ફિલ્મોની એવી અભિનેત્રી છે જેમણે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે અને ખાસ ઓળખ ઉભી કરી છે.તાજેતરમાં એક ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યુ હતું કે તેણી તમિલ ફિલ્મોમાં વધારે કામ કરવા માગે છ

સામન્થા અકિનેનીએ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્યએ મનમ, યે મૈયા ચેસવે અને ઓટોનગર સૂર્યા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ જોડીએ બે પ્રકારના રીત રિવાજથી લગ્ન કર્યા હતા. સાઉથ ઇન્ડિયન અને બીજી ક્રિશ્ચિયન રીત રીવાજથી. નાગા ચૈતન્ય આજે 34મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સામન્થા અક્કિનેની જલદી જ હિન્દી ડેબ્યુ કરવા જઈ રહી છે. તેણી વેબ સીરિઝ ધ ફેમિલી મેન સીઝન 2માં જોવા મળશે. તેને લઈ સામન્થા અક્કિનેની ખૂબ જ ઉત્સાહિત છે. સાથે સાથે તેણી વિગ્નેશ શિવન નિર્દેશિત ફિલ્મ કાથુ વાકુલા રેન્દુ કઢઈમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે વિજય સતુપાત અને નયનતારા પણ છે. નાગા ચૈતન્યના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની આવનારી ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં નાગાની સાથે સાઇ પલ્લવી જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પુરું થઈ ગયું છે.

ફેને કહ્યું પતિને ડીવોર્સ આપીને મારી સાથે લગ્ન કરી લો ત્યારે આ જવાબ આપ્યો હતો સામંથાએ

image source

તાજેતરમાં સામંથાએ પોતાના પતિ નાગા ચૈતન્ય સાથે એક સુંદર તસ્વીર શેર કરી હતી. આમ તો આ તસ્વીર ખૂબ સુંદર હતી પણ આ તસ્વીરની નીચે એક ફેને કમેન્ટ કરી હતી અને તેના જવાબમાં સામંથાએ રિપ્લાઈ આપ્યો હતો જે હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સામંથા અક્કિનેનીની તસ્વીર પર ફેને કમેન્ટ કીરને લખ્યુ હતું, ‘તમે ચૈતન્યાને ડિવોર્સ આપી શકો છો ને. અમે બન્ને લગ્ન કરી લઈએ.’ તેના પર સૈમે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપતા લખ્યુ હતું, ‘આવું કરવું મુશ્કેલ છે… પણ તમે એક કામ કરી શકો છો… ચૈતન્યાને જ પૂછી લો.’ આ જવાબથી એટલુ તો સ્પષ્ટ થઈ જાય છે કે સેમ કાઉન્ટર અને મઝાકિયા જવાબથી કોઈને પણ હરાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version