જલ્સા કરોને જેંતીલાલ

જાહ્નવીનો પોલ્કા ડોટ ડ્રેસ થઇ રહ્યો છે વાયરલ, કિંમત જાણીને નહીં કરો વિશ્વાસ

બોલિવૂડની જાણીતી એકટ્રેસ જાહ્નવી કપૂરની એક એડ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ એડમાં જાહ્નવીએ એક પોલ્કા ડોટ ડ્રેસ પહેર્યો છે. તેમની કિંમત જાણીને તમને નવાઈ લાગે એ શક્ય છે. આ એડમાં જાહ્નવીએ જે ડ્રેસ પહેર્યો છે તેની કિંમત ફક્ત 824 રૂપિયાની છે. જાહ્નવીના ફેન્સને તેની આ એડ ખૂબ પસંદ આવી રહી છે. જાહ્નવીના પોલ્કા ડોટ પ્રિંટ સ્લિપ મીની ડ્રેસના ફેન્સ વખાણ કરી રહ્યા છે. તેમાં સ્પેગેટી પટ્ટીઓ અને એક મોટું વી નેકલાઈન ગળું છે.

image source

આ ડ્રેસમાં જાહ્નવીએ બેરી ટોંડ ન્યૂડ લિપસ્ટિક, મસ્કરા ક્લેડ લેશેઝ, ઓન ફ્લીક બ્રો અને મેટ બેસ અને લાઈટ આઈશેડોનો વિકલ્પ પસંદ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં જાહ્નવી કપૂરે આ ફોટો શેર કર્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર ફેન્સના અનેક રિએક્શન અને કમેન્ટ આવ્યા હતા. અભિનેત્રીએ શ્રીદેવીની દીકરીના નામે પણ માતાની જેમ ખ્યાતિ મેળવી લીધી છે.

ધડક ફિલ્મથી કરી હતી શરૂઆત

image source

જાહ્નવીએ કરિયરની શરૂઆત વર્ષ 2018માં ધડક ફિલ્મથી કરી. આ મરાઠી ફિલ્મ સૈરાટની હિંદી રિમેક છે. આ ફિલ્મમાં રોલ કરવા માટે જાહ્નવીના ખૂબ વખાણ થયા છે.

image source

ગુંજન સક્સેના- દ કારગિલ ગર્લ તેમના કરિયરની બીજી ફિલ્મ હતી. ફિલ્મને લઈને જાહ્નવીના ઘણા વખાણ કરાયા હતા. આા ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર 13 ઓગસ્ટે રીલિઝ કરાઈ હતી.

આ ફિલ્મોમાં જોવા મળશે જાહ્નવી

image source

પોતાની પહેલી ફિલ્મોથી દર્શકોનું દિલ જીત્યા બાદ જાહ્નવી તેની અપકમિંગ ફિલ્મ રૂહી અફજા રિલિઝ થશે તેમાં જોવા મળશે.

image source

આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં દેખાશે, લોકડાઉનના કારણે 20 માર્ચે થનારી ફિલ્મને રીલિઝ કરી શકાઈ નહીં. રૂહી અફઝાની સાથે જ જાહ્નવી અન્ય ફિલ્મ દોસ્તાના 2માં પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version