વર્ષ 2020ને ઇતિહાસમાં એક અલગ રીતે યાદ કરવામાં આવશે. આ વર્ષે ફેલાયેલી કોરોના વાયરસ મહામારીએ મોટાભાગના લોકોની જિંદગી પર નકારાત્મક અસર પહોંચાડી છે. એટલું જ નહીં ફિલ્મી દુનિયા પર પણ કોરોના વાયરસની અસર થઈ અને બધા જ મલ્ટીપ્લેક્સ અને સીનેમાઘરોને બંધ કરવા પડ્યા. જેના કારણે નિર્માતાઓને પોતાની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી. વર્ષના અંતમાં અમે તમને બોલિવુડનક અમુક એવી ફિલ્મો વિશે જણાવીશું જેમને બનાવવામાં તો સીનેમાઘરમાં રિલીઝ કરવા માટે જ હતી પણ કોરોના વાયરસના કારણે ઓટીટી પર રિલીઝ કરવી પડી. ચાલો નાખીએ એક નજર એવી ફિલ્મો પર.
ફિલ્મ- ચોકડ- પૈસા બોલતા હે.

આ ફિલ્મ આ વર્ષે જુનમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લોકડાઉન દરમિયાન રિલીઝ કરવામાં આવી હતી. નોટબંધીના નિર્ણયની આસપાસ ફરતી ચોકડમાં સયામી ખેર, રોશન મેથ્યુ, અમૃતા સુભાષ, રાજશ્રી દેશપાંડે સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. દર્શકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી છે
ફિલ્મ- ગુલાબો સિતાબો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાનાની આ ફિલ્મ સીનેમાઘરમાં રિલીઝ થવાની હતી પણ લોકડાઉનના કારણે સીનેમાઘર બંધ થઈ જવાના કારણે એને ઓટીટી પર રિલીઝ કરવી પડી. ફિલ્મની વાર્તા એક ઘરડા મકાન મલિક અને યુવાન ભાડુઆત વચ્ચેની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના સિવાય વિજય રાજ, બ્રિજેન્દ્ર કાલા, સૃષ્ટિ શ્રીવાસ્તવ સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ ગુલાબો સિતાબો એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ હતી.
ફિલ્મ- વર્જિન ભાનુપ્રિયા.

આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ભાનુપ્રિયા નામની એક છોકરીની વાર્તા બતાવવામાં આવે છે. ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં ઉર્વશી રૌતેલા, રૂમાના મોલા, અર્ચના પુરણ સિંહ, ગૌતમ ગુલાટી, સુમિત ગુલાટી, રાજીવ ગુપ્તા સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન અજય લોહાને કર્યું હતું.
ફિલ્મ- દિલ બેચારા.

આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સીનેમાઘરમાં રિલીઝ થવાની હતી પણ લોકડાઉનના કારણે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ હોવાના કારણે આ ફિલ્મ લાંબા સમય સુધી સીનેમાઘરમાં રિલીઝ કરવાની માંગ થતી રહી. ફિલ્મ દિલ બેચારાનું નિર્દેશન મુકેશ છાબડાએ કર્યું હતું.
ફિલ્મ- શકુંતલાદેવી.

શકુંતલા દેવીને સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે બનાવવમાં આવી હતી પણ આ ફિલ્મને એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ ભારતમાં કોમ્પ્યુટરથી પણ ઝડપી મહિલા શકુંતલાદેવીની બાયોપિક છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ શકુંતલાદેવીને દર્શકો તરફથી ઠીકઠીક પ્રતિક્રિયા મળી હતી.
ફિલ્મ- ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ

આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. આ ફિલ્મ કારગિલ ગર્લના નામથી જાણીતી ગુંજન સક્સેનાની બાયોપિક છે. આ ફિલ્મને આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લમાં જહાનવી કપૂર, પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, માનવ વીજ, રિવા અરોરા, આયશા રજા મિશ્રા, મનીષ વર્મા અનવ વિનીત કુમાર મુખ્ય ભૂમિકામાં હતા.
ફિલ્મ- સડક 2

આ ફિલ્મની ચર્ચા ગયા વર્ષથી હતી. સડક 2 માં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. મુકેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સીનેમાઘરમાં રિલીઝ કરવા માટે બનાવવામાં આવી હતી પણ લોકડાઉનના કારણે એને હોટ સ્ટાર પર રિલીઝ કરવામાં આવી.
ફિલ્મ- ખાલી પીલી.

આ ફિલ્મ આ વર્ષે ઝી5 પર રિલીઝ થઈ હતી. ખાલી પીલીને પણ સીનેમાઘરમાં રિલીઝ કરવા માટે જ બનાવવામાં આવી હતી. જો કે આ ફિલ્મ દર્શકોનું દિલને જીતી ન શકી. ફિલ્મ ખાલી પીલીમાં ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે, સતીશ કૌશિક અને જયદીપ અહલાવત સહિત ઘણા કલાકાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું નિર્દેશન મકબુલ ખાને કર્યું હતું.
ફિલ્મ- લક્ષ્મી

આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિયારા આડવાણી, આયશા રજા મિશ્રા, રાજેશ શર્મા, અશ્વિની કલસેકર, શરદ કેલકર, મીર સરવર, પ્રાચી શાહ અને તરુણ અરોડા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને સીનેમાઘરમાં રિલીઝ કરવા માટે મેકર્સે ઘણી રાહ પણ જોઈ હતી પણ લોકડાઉનના વધતા સમયના કારણ લક્ષ્મીને હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાઘવ લોરેન્સે કર્યું હતું.
ફિલ્મ- લુડો.

અનુરાગ બસુના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લુડો સીનેમાઘરમાં રિલીઝ થવાની હતી પણ હવે એને નેટફ્લિક્સ પોતાની ઓરીજનલ ફિલ્મ બનાવીને રિલીઝ કરી રહ્યું છે. ચાર અલગ અલગ વાર્તાઓ પર ટકેલી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાજ કુમાર રાવ, આદિત્ય રોય કપૂર, સન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, વગેરે કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી.
ફિલ્મ- છલાંગ.

આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ હતી. હંસલ મહેતાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અજય દેવગને કર્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ, નુસરત ભરુચા, મહોમ્મદ જિશાન અય્યુબ, સૌરભ શુકલા, જતીન સરના વગેરે કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ વાર્તા સ્કૂલના એક પીટી ટીચરની છે જે પોતાની જાતને સાબિત કરવા માટે પોતાની ટીમને સારી બનાવે છે. દર્શકોએ ફિલ્મ છલાંગને ખૂબ જ પસંદ કરી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ