Bhumi Pednekar થી લઇને Aamir Khan જેવા આ સેલેબ્સે ફિલ્મો માટે કર્યુ છે ગજબનું બોડી ટ્રાન્સફોર્મેશન, જોઇ લો PHOTOS

મિત્રો, ફિલ્મ ને સફળ બનાવવા માટે કલાકારો એડી ચોટી નુ જોર લગાવી દે છે અને ફિલ્મની માંગ મુજબ પોતાની જીવનશૈલી થી માંડીને પોતાની બોડીમા અનેકવિધ પરિવર્તન લાવે છે. આજે અમે તમને કેટલાક એવા કલાકારો વિશે જણાવીશુ કે, જેમણે ફિલ્મમાં તેમના પાત્રો ને જીવંત રાખવા માટે શરીરમા ગજબનુ ટ્રાન્સફોર્મેશન કર્યુ, જેને લોકો જોતા જ રહી ગયા. કોઈ કલાકાર પોતાના શરીરમા ચરબીનુ પ્રમાણ વધારી અને ફેટી બન્યા તો કોઈ એટલા પાતળા બની ગયા કે તેને ઓળખવુ પણ ખુબ જ મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે.

ભૂમિ પેડનેકર :

image source

ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ માટે આ અભિનેત્રીએ ખુબ જ શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યુ હતુ. મીડિયાના અહેવાલ મુજબ આ ફિલ્મ માટે આ અભિનેત્રીને ૨૦ કિલો વજન વધારવાનુ કામ સોંપવામા આવ્યુ હતુ, અને તેણીએ પોતાનુ વજન વધાર્યુ પણ પરંતુ, સાથે –સાથે તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આ ફિલ્મ બાદ આ અભિનેત્રીએ ફક્ત ચાર મહિનામા જ ૩૩ કિલો જેટલુ વજન ઘટાડી પણ લીધુ હતુ.

રાજકુમાર રાવ:

image source

આ કલાકારે પણ ફિલ્મ બોસ માટે પોતાનુ વજન વધાર્યુ હતુ. જ્યારે થોડા સમય બાદ ફિલ્મ ‘સ્ટ્રેપડ’ માટે પોતાનુ વજન સાવ ઘટાડી નાખ્યુ હતુ. ટ્રેપડ ફિલ્મમા આકર્ષક દેખાવા માટે રાજકુમારે લાંબા સમય સુધી એક ખુબ જ મુશ્કેલ ડાયટનુ પાલન કર્યું હતુ. આ ડાયટમા ફક્ત બ્લેક કોફી અને ગાજર નો સમાવેશ થતો હતો.

આમિર ખાન:

image source

આ અભિનેતાએ ફિલ્મ દંગલ માટે પોતાનુ વજન વધાર્યું હતું. જો કે, આની પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. એવુ કહેવામા આવે છે કે, જ્યારે આમિર ફિટ હતો ત્યારે ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેને તે ભાગ શૂટ કરવાનુ કહેવામા આવ્યુ હતુ, જેમા તે એક યુવા રેસલર તરીકે જોવા મળતો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ આમિરે આવુ કરવાની ના પાડી હતી અને વજન વધાર્યું હતુ અને અન્ય ભાગોનું શૂટિંગ સમાપ્ત કરી દીધુ હતુ અને ત્યારબાદ તેણે પોતાનુ બધુ વજન ગુમાવી દીધુ હતુ અને ફિલ્મના તે ભાગને શૂટ કર્યુ જેમા તેણે ફીટ થવુ હતુ.

કૃતિ સેનન :

image source

ફિલ્મ ‘મીમી’ મા આ અભિનેત્રી સેરોગેટ મધર ની પડકારરૂપ ભૂમિકામા જોવા મળશે. આ અભિનેત્રી તેની આગામી ફિલ્મ માટે લગભગ ૧૫ કિલો વજન વધાર્યુ છે.

ફરહાન અખ્તર :

image source

આ કલાકારે ફિલ્મ ‘ભાગ મિલખા ભાગ’ માટે શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યુ હતુ. લગભગ ૧૩ માસ સુધી ચાલેલી જબરદસ્ત તાલીમ નુ પરિણામ શુ હતુ? તમે ફક્ત ફિલ્મમા ફરહાનના જબરદસ્ત શરીર ને જોઈને સમજી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ