આદિત્ય અને શ્વેતા ત્રણ વાર મનાવશે હનીમૂન, આ પૂરો પ્લાન જાણીને તમે પણ થઇ જશો રો..રો..રોમેન્ટિક

આદિત્ય નારાયણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે મંગળવારે 1 ડિસેમ્બરે મુંબઈના ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. એ પછી એમને મુંબઈમાં જ વેડિંગ રીસેપ્શન રાખ્યું હતું. કોરોના મહામારીના આ કાળમાં થયેલા આ લગ્ન અને એ પછી 2 ડિસેમ્બરે થયેલા રીસેપ્શન પાર્ટીમાં 50- 50 મહેમાન જ સામેલ થયા હતા. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. આદિત્ય અને શ્વેતાની સાથે સાથે તેમના પરિવારના લોકો પણ ખૂબ જ ખુશ હતા. પણ હવે લગ્ન પછી એમના હનીમૂનની ચર્ચાઓ છે. ફેન્સમાં મનમાં સવાલ છે કે લગ્ન પછી હવે એમનો હનીમૂનનો શુ પ્લાન છે.

image source

આદિત્ય નારાયણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના હનીમૂનનો પ્લાન જણાવ્યો છે. એમાં ખાસ વાત એ છે એ એક નહિ, બે નહિ પણ ત્રણવાર હનીમૂન પર જવાની તૈયારીમાં છે.

image source

આદિત્ય અને શ્વેતા છેલ્લા 12 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. અને આ જ કારણ હતું કે લગ્નના જશનમાં એમનો અલગ જ અંદાજ જ દેખાયો. જાનથી લઈને રીસેપ્શન પાર્ટી સુધી આદિત્ય નારાયણે ખૂબ જ ડાન્સ કર્યો.

image source

એમના પિતા ઉદિત નારાયણે ઢોલના તાલે ખૂબ જ ઠુમકા લગાવ્યા. આદિત્ય નારાયણે ઇન્ટરવ્યૂમાં હનીમૂન પ્લાનને લઈને કહ્યું કે” એમના માટે દર અઠવાડિયે મુંબઈમાં રહેવું જરૂરી છે. એમને નક્કી કર્યું છે કે એ ત્રણ નાના નાના વેકેશન પર જશે.

image source

“એમાં આદિત્ય શિલીમ, સુલાવાઈનયાર્ડસ અને ગુલમર્ગ જશે. તમને જણાવી દઈએ કે શિલીમ મહારાષ્ટ્રમાં જ આવેલુ છે. જ્યારે નાસિકમાં આવેલું સુલા વાઇનયાર્ડસ પણ આ જ રાજ્યમાં છે. ગુલમર્ગ જમ્મુમાં છે અને એ નેચરની દ્રષ્ટિ ખૂબ જ સુંદર છે.”‘

image source

કોરોના સંક્રમણના આ કાળમાં આદિત્ય દરેક જરૂરી સાવધાની વર્તીને ટ્રાવેલ કરવાના છે. એ સાથે જ એમને આશા દર્શાવી છે કે એમનું આ વેકેશન એમને જીવનભર યાદ રહેશે.

image source

આદિત્ય વ્યવસાયે એક એકટર, સિંગર અને ટીવી હોસ્ટ છે. એમને ઇન્ડિયન આઇડલ જેવા શોને હોસ્ટ કર્યો છે.
તો વાત જો શ્વેતા અગ્રવાલની કરવામાં આવવા તો વ્યવસાયે એક અભિનેત્રી છે. એમને પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. એ ટીવી શો બાબુલ કી દુઆએ લેતી જા, શગુન અને દેખો મગર પ્યાર સેમાં નજરે પડી ચુકી છે.

image source

શ્વેતાએ ટીવી સિરિયલ શગુણમાં આરતીનું પાત્ર ભજવ્યું હતું. એમને ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું. આ અભિનેત્રીએ ફિલ્મોમાં પ્રભાસની ફિલ્મ રઘુવેન્દ્રથી ડેબ્યુ કર્યું હતું. એ સિવાય આદિત્ય અનવ શ્વેતાએ વિક્રમ ભટ્ટ ડાયરેકટેડ ફિલ્મ શાપિતમાં એકસાથે નજરે પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ