અનેક લોકોના દિલમાં રાજ કરનારી આ અભિનેત્રી ફેન્સને ટૂંક સમયમાં જ આપશે ગુડ ન્યૂઝ, આ વિશે કહ્યું કંઇક એવું કે…

અભિનેત્રી મોનાલીસા હાલના દિવસોમાં શો નમક ઇશ્ક દાની શૂટિંગમાં વ્યસ્ત છે. એ પછી અભિનેત્રી મોનાલીસા બીજો કોઈ જ પ્રોજેકટ નથી કરવાની. અભિનેત્રીએ ઘોષણા કરી દીધી છે કે હવે એ બાળકને જન્મ આપશે. અને એ પહેલાં અભિનેત્રી મોનાલીસા બધા જ કામ પુરા કરી નાખશે.

image source

મોનાલીસાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ” હું અને વિક્રાંત બેબી પ્લાનિંગ કરી રહ્યા છે. હું હવે જેમ બને એમ જલ્દી માતા બનવા માંગુ છું. કદાચ અમે હવે પછીના વર્ષમાં જ ફેન્સને ગુડ ન્યૂઝ આપી દઈશું. મારો અને વિક્રાંત બન્નેનો પરિવાર હવે અમારા પર બેબી માટે દબાણ કરી રહ્યો છે. બધા ઈચ્છે છે હવે અમારા જીવનમાં બાળકની એન્ટ્રી થઈ જાય” આ દરમિયાન અભિનેત્રી મોનાલીસાએ પોતાના ટ્રાન્સફોર્મેશન વિશે ઓન વાત કરી હતી.

image source

અભિનેત્રી મોનાલીશાએ કહ્યું કે “મારું વજન ઘટવાનું કારણ વિક્રાંત છે. મેં કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉનમાં પોતાનું 7 કિલો વજન ઓછું કર્યું છે. મેં લોકડાઉન દરમિયાન ઘરે ખૂબ જ વર્કઆઉટ કર્યું હતું. વિક્રાંતે વજન ઘટાડવામાં મારી ખૂબ જ મદદ કરી છે. બિગ બોસ 10ના ઘરેથી પરત ફર્યા બાદ પણ મેં મારું 10 કિલો વજન ઓછું કર્યું હતું. વજન ઓછું કરવામાં મને ખુબ જ મજા આવી. વજન ઓછું થયા બાદ મારો આખો લુક જ ચેન્જ થઈ ગયો છે.”

image source

તમને જણાવી દઈએ કે અભિનેત્રી મોનાલીસા અને વિક્રાંતના લગ્નને 4 વર્ષ વીતી ચુક્યા છે. વિક્રાંત અને મોનાલીસાના લગ્ન વર્ષ 2017માં બિગ બોસ શોમાં જ જ્યારે વિક્રાંતે મોનાલીસને પ્રપોઝ કર્યું એ પછી અન્ય પ્રતિસ્પર્ધી અને પંડિતની હાજરીમાં જ થયા હતા. એ પહેલાં બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા.જ્યારે તેમના લગ્ન થયા ત્યારે લોકોને લાગતું હતું કે એમના લગ્ન લાંબા નહિ ટકે પણ મોનાલીસા અને વિક્રાંતે બધાની માન્યતાને ખોટી ઠેરવી છે.

image source

તમને જણાવી દઈએ કે મોનાલીસા હિન્દી, ઓડિયા, બંગાળી, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે અભિનેત્રી મોનાલીસા રિયાલિટી શો બિગ બોસની 10મી સીઝનમાં પણ દેખાઈ હતી. આ શો દ્વારા જ અભિનેત્રી મોનાલીસાને એક અલગ ઓળખ મળી.

image source

એ પછી મોનાલીસા સિરિયલ નજર અને નજર 2 માં દેખાઈ હતી. જેમાં અભિનેત્રી મોનાલીસાએ એક ડાયનનો રોલ નિભાવ્યો હતો. હવે અભિનેત્રી મોનાલીસા સિરિયલ નમક ઇશ્ક દામાં કામ કરી રહી છે.. આ સીરિયલમાં તે માતાનું પાત્ર ભજવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ