અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ સર્જ્યો આ રેકોર્ડ, સુશાંતની છેલ્લી ફિલ્મને પણ પછાડી….

તમને ખ્યાલ જ હશે કે બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ચુકી છે, આ ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકોનો મિક્સ રિસપોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારના પફોર્મન્સની હર કોઈ પ્રસંશા કરી રહ્યું છે.

image source

દિવાળીના તહેવારો હવે નજીકમાં જ છે અને એ વખતે જ લક્ષ્મીને રિલીઝ કરવામાં આવી અને નસીબ જોગે લક્ષ્મીએ પોતાનો જાદુ ચલાવ્યો પણ ખરો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે વ્યૂઅરશીપના દરેક રેકોર્ડ તોડી નાંખ્યા છે, આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં સૌથી વધારે વાર જોવામાં આવી છે.

image source

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અક્ષય કુમારની ફિલ્મે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને પણ પાછળ મૂકી દીધી છે. દિલ બેચારા ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધારે વાર જોવામાં આવી હતી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતુ કે દિલ બેચારાનો આ રેકોર્ડ લાંબા સમય સુધી નહી ટૂટી શકે પરંતુ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ તે રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે,

image source

ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતે જ સોશ્યલ મિડીયા પર આ વાતની ઘોષણા કરી છે કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ રિલીઝના થોડા જ કલાકોમાં બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે, એટલું જ નહીં વ્યૂઅરશીપની બાબતમાં પણ આ ફિલ્મે નવો ઇતિહાસ રચી નાખ્યો છે.

image source

અક્ષય કુમારની આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે અક્ષયની આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળશે પણ ફિલ્મ એટલો કમાલ કરી શકી નહી પરંતુ ફેન્સની ઉત્સુકતાએ આ ફિલ્મને ઘણો લાભ પહોંચાડ્યો છે

image source

તમને જણાવી દઈએ હાલમાં જ થયેલા એક મોટા વિવાદના કારણે આ ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું હતું પણ લોકો હજુ પણ આ ફિલ્મના નામથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ટ્વિટર પર નેટિઝન્સ હવે ફિલ્મને જ બૅન કરી દેવાની માગ કરી રહ્યાં છે.

image source

પહેલા એવય કહેવામાં આવી રહ્યું હતુ કે ફિલ્મના આ રીતના નામથી હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. એ વાત પૂરી થઈ તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારની આ ફિલ્મ લવ-જેહાદને સપોર્ટ કરી રહી છે.

image source

આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કિયારા આડવાની અને શરદ કેલકર, અશ્વિની કાલસેકર, તુષાર કપૂર જેવા કલાકારો પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ