જલ્સા કરોને જેંતીલાલ

આલેલેલે! દિશા પાટણી માછલી સાથે સ્કુબા ડાઇવિંગ કરતી મળી જોવા, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

દિશા પટાની સ્કુબા ડાઇવિંગ કરતી વખતે માછલી સાથે તરતી જોવા મળી . જુઓ વિડિયો

દિશા પટાની પોતાના હોલીડેઝ પરથી પાછી મુંબઈ આવી ગઈ છે પણ તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એકધારી પોતાના તાજેતરના માલદિવ્સ ખાતેના પ્રવાસની તસ્વીરો શેર કરતી રહે છે. તેણી આ હોલીડેઝ પર પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે ગઈ હતી. મલંગ ફિલ્મની આ અભીનેત્રીએ હવે પોતાની એક વિડિયો શેર કરી છે જેમાં તેણી સ્કુબા ડાઈવિંગ કરી રહી છે જેમાં તેણી માછલી સાથે તરી રહી છે.

image source

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ્ અકાઉન્ટ પર એક અન્ડરવોટર વિડિયો શેર કરી છે, દિશાએ આ વિડિયો શેર કરતાં સાથે કેપ્શન લખ્યું છે, ‘કેટલાક મિત્રો બનાવી રહી છું,’ તેની સાથે સાથે તેણી કેટલાક ફિશ અને ઓક્ટોપસ ઇમોજી પણ મુક્યા હતા. દિશાએ રેડ બિકિની પહેરી હતી અને તેણી માછલી સાથે પાણીની અંદર સ્કુબા ડાઈવીંગ ગિયર પહેરીને ખૂબ જ સરસ રીતે તરી રહી હતી.

દિશાના આ વિડિયોને માત્ર અરધા કલાકમાં જ હજારો લાઇક્સ મળી ગઈ હતી, જેમાંની એક લાઇક ટાઇગરે પણ કરેલી હતી. દિશાએ આ અગાઉ પોતાના કેટલાક સુંદર ફોટા શેર કર્યા હતા જે તેણીના આ માલદિવ્ઝ વેકેશનના જ હતા. કહેવાય છે કે ટાઈગર અને દિશા એક સાથે જ આ હોલીડેઝ પર ગયા હતા પણ તે બન્નેએ એક પણ તસ્વીર એક બીજા સાથેની શેર નથી કરી. પણ તેમણે જે તસ્વીરો શેર કરી છે તેમાં જે લોકેશન્સ અને ટાઇમીંગ બતાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ કહી દે છે કે તે બન્ને એક સાથે જ હોલીડે એન્જોય કર્યા છે.

દિશા હવે પછી ફિલ્મ રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મમાં સલમાન ખાન સાથે જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પુર્ણ થયું છે. પહેલા આ ફિલ્મને 22મી મેના રોજ રિલિઝ કરવામા આવનાર હતી પણ કોરોના વાયરસની મહામારીના કારણે તેનું શૂટીંગ પાછું ઠેલાઈ ગયું હતું. પણ ઓક્ટોબર મહિનામાં ફિલ્મની ટીમે ફરી શૂટિંગ શરૂ કર્યુ હતું અને હવે ફિલ્મનું શૂટ પુરુ પણ થઈ ગયું છે. આ ફિલ્મમાં આ બન્ને ઉપરાંત રણદીપ હૂડા, જેકી શ્રોફ, ગૌતમ ગુલાટી અને ગોવિંદ નામદેવ પણ જોવા મળશે.

‘સલમાન સરે મને માત્ર પછુંયું કે શું હું ફિલ્મ કરીશ. અને મેં હા કરી હતી. સલમાન સર આ ફિલ્મમાં હોવાની હકીકત ઉપરાંત બીજું પણ એક કારણ છે જેના માટે આ ફિલ્મ કરવાની મેં હા પાડી. અને તે એ છે કે આ ફિલ્મ પ્રભુ દેવા સર ડીરેક્ટ કરી રહ્યા છે. મારું પાત્ર અને ફિલ્મની સ્ટોરી પણ એક કારણ છે જ.’ દિશાએ થોડા સમય પહેલાં થયેલા એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું.

image source

દિશા હવે પછી પોતાની ફિલ્મ મલંગના ડિરેક્ટર મોહિત સુરી સાથે એક વિલન 2માં પણ જોવા મળશે. મલંગમાં તેણીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું, આ ફિલ્મે સ્થાનીક બોક્સ ઓફિસ પર 59 કરોડની કમાણી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version