90ના દશકની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ના આ કલાકારોને ઓળખવામાં તમે પણ થાપ ખાઇ જશો, જોઇ લો તસવીરોમાં ખાસ

90 ના દાયકાની સુપરહિટ ફિલ્મ આશિકી ફેમ અભિનેતા રાહુલ રોય તાજેતરમાં જ બ્રેઇન સ્ટ્રોકનો શિકાર બન્યો છે. તે કારગિલમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક તબિયત લથડતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 52 વર્ષીય અભિનેતા હવે સારો પ્રતિસાદ આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓને સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. 1990માં જ્યારે આશિકી રીલિ થઈ ત્યારે રાહુલ રોય જ નહીં પરંતુ તેના બધા કલાકારો રાતોરાત હિટ બની ગયા હતા. જોકે, ત્યારબાદથી તેનો લુક ઘણો બદલાયો છે.

રાહુલ રોય

image source

ફિલ્મ આશિકીનું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું હતું. રાહુલ રોયે આ ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. જો કે, પ્રથમ ફિલ્મ હિટ થયા પછી રાહુલ રોય લાંબી ઇનિંગ રમી શક્યો નહીં અને તે જલ્દીથી મોટા પડદેથી ગાયબ થઈ ગયો. તે પછી કેટલાક વર્ષો પછી તે બિગ બોસ સિઝન 1 માં જોવા મળ્યો હતો. થોડા સમય પહેલાં તે કપિલ શર્મા શોમાં પણ પહોંચ્યો હતો.

અનુ અગ્રવાલ

image source

રાહુલ રોયની જેમ અનુ અગ્રવાલ પણ મોટી અભિનેત્રી બની હતી. તે ટોચની અભિનેત્રીઓમાં ગણતરી થવા લાગી હતી. આશિકી પછી અનુએ ગજબ તમાશા, ખલનાયિકા, કિંગ અંકલ, કન્યાદાન અને રીટર્ન ટુ જ્વેલ થીફ સહિતની અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું. વચ્ચે એક માર્ગ અકસ્માતથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ અકસ્માતથી તેની યાદશક્તિ પ્રભાવિત થઈ. તે પણ લગભગ એક મહિના કોમામાં પણ રહી હતી. સ્વસ્થ થયા પછી અનુ હવે લોકોને યોગ શીખવે છે.

દીપક તિજોરી

image soucre

દીપક તિજોરી 90 ના દાયકામાં એક પરિચિત ચહેરો હતા. તેણે મોટાભાગની ફિલ્મોમાં હીરોના મિત્રનો રોલ ભજવ્યો હતો. તે આશિકીમાં સકારાત્મક પાત્ર હતું. આશિકી સિવાય દીપક તિજારોએ કભી યા કભી ના અને જો જીતા વહી સિકંદર સહિતની તમામ ફિલ્મોમાં યાદગાર પાત્રો કર્યા છે. દીપક હવે સિલ્વર સ્ક્રીન પર જોવા મળી રહ્યો નથી.

અવતાર ગિલ

image source

આ ફિલ્મમાં અભિનેતા અવતાર ગિલ પોલીસ ઇન્સ્પેક્ટર દેશપાંડેના રોલમાં જોવા મળી રહ્યો છે, ફિલ્મો સિવાય અવદાર ગિલ ઘણી સિરિયલોમાં જોવા મળ્યો હતો. તે સતત ઉદ્યોગમાં સક્રિય છે. તેમની મુખ્ય ફિલ્મોમાં અગ્નિપથ, બાદશાહ, બડે મિયા છોટે મિયાં, એરલિફ્ટ અને વજીર શામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ