જલ્સા કરોને જેંતીલાલ

ઉંમરમાં પતિ કરતા 8 વર્ષ મોટી છે આ અભિનેત્રીઓ, કેમેસ્ટ્રી જાણીને નહીં આવે તમને પણ વિશ્વાસ

જ્યાં મન હોય ત્યાં માળવે જવાય અને સાચો પ્રેમ હોય ત્યાં કોઈ અંતર કે બંધન નડતાં હોતા નથી. આવું જ કેટલાક બોલિવૂડ કપલ્સમાં પણ જોવા મળી રહ્યું છે. અહીં રંગ, રૂપ કે ધર્મની કોઈ દિવાલ તેમના પ્રેમને રોકી શકી નથી. ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સની વાત કરીએ તો તેમનો પ્રેમ ક્યારેય કોઈ બંધનમાં બંધાતો નથી. આજે આપણે એવા બોલિવૂડ કપલ્સની વાત કરીશું કે જેમની કેમેસ્ટ્રી જોરદાર છે, પરંતુ તેમની વચ્ચે ઉંમરમાં મોટો તફાવત છે. કેટલીક અભિનેત્રીઓ પતિથી 8 વર્ષ મોટી છે તો કોઈ 10 વર્ષ. પણ તેમની અન્ડરસ્ટેન્ડિંગ અને પ્રેમને આ કોઈ સીમાઓ નડતી નથી.

ફરાહખાન

image soucre

લિસ્ટમાં પહેલું નામ છે ફરાહ ખાનનું. 39 વર્ષની ઉંમરે ફરાહે ફિલ્મ એડીટર શિરીષ કુંદ્ર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. ઉંમરમાં ફરાહ શિરીષથી 8 વર્ષ મોટી છે.

પ્રીતિ ઝિંટા

image soucre

બોલિવૂડની ડિંપલ ગર્લ પ્રીતિ ઝિંટાએ વર્ષ 1988માં ફ્લિમ દિલ સેથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી અને જલ્દી જ બોલિવૂડમાં ખાસ ઓળખ અને સ્થાન બનાવી લીધું. 2016માં તેણે અમેરિકી બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યાં. જીન ઉંમરમાં પ્રીતિથી 2 વર્ષ નાના છે.

બિપાશા બસુ

image soucre

બોલિવૂડની આ અભિનેત્રીએ ફિટનેસને લીને ખાસ ઓળખ બનાવી છે. 2001માં અજનબીથી બોલિવૂડમાં એન્ટ્રી મેળવીને બિપાશાએ ફેન્સના દિલ પર રાજ કર્યું. 30 એપ્રિલ 2016ના રોજ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા.. ઉંમરમાં કરણ બિપાશાથી 3 વર્ષ નાના છે.

સોહા અલી ખાન

image soucre

અભિનેતા સૈફ અલિખાનની બહેન અને શર્મિલા ટેગોરની દીકરી સોહા અલી ખાન ફિલ્મોમાં નામ કમાઈ શકી નહીં. તેઓએ 2015માં કુણાલ ખેમૂ સાથે લગ્ન કર્યા અને લગ્ન પહેલાં અનેક દિવસોથી બંને ડેટિંગ કરી રહ્યા હતા. કુણાલ ખેમૂ ઉમરમાં સોહાથી 5 વર્ષ નાના છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

image soucre

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચને 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલાં તેઓએ એક મેકને પ્રપોઝ પણ કર્યુ હતું. આ હાઈ પ્રોફાઈલ લગ્નની ખૂબ ચર્ચા પણ થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અભિષેકથી 2 વર્ષ મોટી છે.

અધુના ભંબાની

image soucre

ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તર અને તેમની પહેલી પત્ની અધુના ભંબાનીની ઉંમરમાં પણ 6 વર્ષનું અંતર છે. હાલમાં બને અલગ થઈ ચૂક્યા છે. આ સાથે જ ફરહાન અખ્તર શિબાની દાંડકરને ડેટ કરી રહ્યા છે.

અમૃતા સિંહ

image source

80 અને 90ના દશકમાં બોલિવૂડમાં ઘૂમ મચાવનારી અભિનેત્રી અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં લગભગ 12 વર્ષનું અંતર હતું. હાલમાં બંને અલગ ઈ ચૂક્યા છે અને સૈફે ત્યારબાદ કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે.

પ્રિયંકા ચોપરા

image soucre

પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાની ચર્ચા આખી દુનિયામાં છે. અનેક હિટ ફિલ્મો આપ્યા બાદ તેઓએ 2018માં તેનાથી 10 વર્ષ નાના નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ કારણે તે ઘણી ટ્રોલ પણ થઈ હતી. પણ તેણે આ વાતને નકારી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version