ન્યૂડ ફોટોશૂટ પાછળની આ હકીકત જાણીને તમે પણ પડી જશો વિચારમાં..

બોલ્ડ ફોટોશૂટ પાછળની હકીકત

image source

મેગેઝીન માટે મોડલ્સના ન્યૂડ કે ટોપલેસ ફોટોશૂટ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. એક્ટ્રેસીસ અને મોડલ્સના આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થાય છે અને લોકો તેની પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપે છે. તાજેતરમાં જ બોલિવુડ એક્ટ્રેસીસ કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર અને સની લિયોનીએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા છે. જે ખૂબ જ ચર્ચામાં છે.

image source

જો કે આ ઉપરથી ખુબસુરત દેખાવા વાળા આ ફોટોશૂટની હકીકત કઈક અલગ જ છે. આપે ક્યારેય વિચાર્યું છે કે ન્યૂડ ફોટોશૂટ માટે મોડલ્સ અને એક્ટ્રેસીસને કઇ કઈ વસ્તુઓનો સામનો કરવો પડે છે.

એક મોડલ જણાવે છે કે બોલ્ડ ફોટોશૂટ કરાવતા સમયે હકીકતમાં કેવું મહેસુસ થાય છે. ઉપરાંત એક પરફેક્ટ શોટ માટે તેમને કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે.

 

image source

મોડલનું કહેવું છે કે ફોટો જોઈને લોકોને લાગે છે કે આ ફોટોસ કેટલી સરળતાથી પાડવામાં આવ્યા છે. પરંતુ લોકોથી ભરેલ એક રૂમમાં કપડાં કાઢીને શોટ આપવો એટલું સરળ પણ હોતું નથી.

આ મોડલએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે ૧૦વર્ષ પહેલા કરાયેલ એક ન્યૂડ ફોટોશૂટએ કેવી રીતે પોતાના જ શરીરને લઈને તેમનો કોન્ફિડન્સ ખતમ કરી દીધો.

image source

તે સમયે આ મહિલા પોતે મેગેઝીનમાં કામ કરતી હતી. તેઓ જણાવે છે કે મેગેઝીનની એડિટર તે મહિલાઓ પર એક સ્ટોરી કરવા ઇચ્છતા હતા. જે મહિલાઓ પોતાની સ્કિન અને બોડીને લઈને બિલકુલ બેફિકર હતી.

ખાસ કરીને આ ફોટોશૂટ અને સ્ટોરી ૩૦ વર્ષની ઉંમરની આસપાસની મહિલાઓ પર હતી. મહિલાએ લખ્યું છે, ‘મારી હેલ્થ સારી હતી, હું ફિટ અને સ્ટ્રોંગ હતી અને મારી કમર પણ પાતળી હતી.’

image source

‘જો કે મને મારી બોડીના કેટલાક ફીચર્સ પસંદ ના હતા. પણ તેની કોઈ ચિંતા કર્યા વગર હું પોતાની બોડીને લઈને ખૂબ સારું મહેસુસ કરતી હતી. જ્યારે મને ન્યૂડ ફોટોશૂટ માટે પૂછવામાં આવ્યું તો મેં હા પાડી દીધી. મને ભરોસો હતો કે ૧૦ વર્ષ પછી મને પોતાના આ નિર્ણયથી ખુશી મળશે.’

મહિલા લખે છે કે ‘ફોટોશૂટ વાળા દિવસે હું નર્વસ થવાની સાથે સાથે ઉત્સાહિત પણ હતી. ફોટોશૂટ થી પહેલા મારી હેરસ્ટાઇલ ચેન્જ કરવામાં આવી અને મેકઅપ કરવામાં આવ્યો. આર્ટ ડાયરેકટર અને ફોટોગ્રાફર એકબીજા સાથે વાય કરી રહ્યા હતા કે મારો ફોટોશૂટ કેવીરીતે શરૂ કરવામાં આવે.’

image source

હું તેઓની સામે નેકેડ ઉભી હતી અને તેઓ મારી બોડીને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યા હતા અને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે મારી કમર અહીંયાંથી વધારે પાતળી છે અને મારા કેટલાક બોડી પાર્ટ્સ શેપમાં નથી.’

તેઓ મારા બોડી પાર્ટ્સની તરફ ઈશારા કરીને હાથથી બતાવી રહ્યા હતા કે મારે તેને કેવી રીતે શો કરવાના છે. મારે કઈ વસ્તુ દેખાડવાની છે અને કઈ વસ્તુ છુપાવાની છે.

image source

જો કે મારી આર્ટ ડાયરેકટર અને ફોટોગ્રાફર મહિલાઓ જ હતી. પરંતુ તેઓ જે રીતે મારા બોડી પાર્ટ્સ વિશે વાત કરીને હસી રહી હતી, તેનાથી હું અંદરથી તુટતી જઈ રહી હતી.

‘ફોટોગ્રાફર જ્યારે મને વારંવાર પૂછી રહી હતી કે હું સમજી રહી છું કે નહીં કે શોટ કેવી રીતે આપવાનો છે અને હું કમને રીતથી હું હા માં માથું હલાવતી રહી હતી.’ મેં પોતાના બેસ્ટ શોટ આપવાના પ્રયત્ન કર્યા.

image source

‘મને કાઉચ પર સુઈ જવાનું કહેવામાં આવ્યું, જ્યારે હું સુઈ ગઈ તો તેઓ કહેવા લાગ્યા કે આ નહિ ચાલે. મને વારંવાર પોઝ બદલવા માટે કહેવામાં આવી રહ્યું હતું. છેલ્લે તેઓને તેમનો પરફેક્ટ શોટ મળી ગયો.

મોડલ લખે છે કે ‘હું આ બધું એટલા માટે જણાવી રહી છું કે જ્યારે પણ આપ સોશિયલ મીડિયા પર કે મેગેઝીનમાં મોડલ્સની ન્યૂડ, સ્વીમસૂટ કે શોટર્સમાં ફોટોસ જોવો છો તો આ વાત યાદ રાખો કે આ સારા ફોટા પડાવવા એટલા સરળ હોતા નથી. ફોટોશૂટ આપને આપની જ બોડીને લઈને અસહજ કરી દે છે.’

image source

‘બધાની બોડી અને સાઈઝ અલગ અલગ હોય છે અને બધાને ફોટોશૂટમાં ફિટ નથી કરી શકાતા. આ સાથે જ મહિલા જણાવે છે કે ફોટોશૂટ દરમિયાન તેમની બોડી પર કરવામાં આવેલ કમેન્ટ્સ થી કેવી રીતે તેમના આત્મવિશ્વાસને ખરાબ રીતે હલાવી દીધો હતો અને તે કમેન્ટ્સ તેમને જિંદગીભર માટે યાદ રહી ગયા.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ