આ અભિનેત્રીઓના બોડી ટ્રાન્સફોર્મેશનને લઈને ફેન્સ પણ કરી ગયા કમાલ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં સામેલ

બોલીવુડમાં હવે મહિલાઓનું કામ પહેલાની સરખામણીમાં ખૂબ જ બદલાઈ ચૂક્યું છે. પહેલાના જમાનામાં જ્યાં મોટાભાગે અભિનેત્રીઓ પડદા પર ફક્ત ગ્લેમરસ અને અબળા નારીના રોલમાં જ દેખાતી હતી તો હવે હિરોઇનો દમદાર એક્શનની સાથે સાથે અનોખા રોલ પણ કરે છે હીરોની જેમ જ હીરોઇન પણ હવે પોતાના પાત્ર માટે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરી રહી છે. પડદા પર પ્રેગ્નેન્ટ સ્ત્રીનો રોલ કરવાનો હોય કે પછી કોઈ ખિલાડીનો, આ અભિનેત્રીઓ કોઈપણ જાતના ખચકાટ વગર પોતાનું વજન ઘટાડી પણ રહી છે અને વધારી પણ રહી છે

જેવી રીતે આ અભિનેત્રીઓ પોતાનું બોડી ટ્રાન્સફોર્મ કરી રહી છે એ લોકો માટે પ્રેરણા પુરી પાડે છે. જો કે વાત વજન વધારવાની હોય કે પછી ઘટાડવાની કોઈની પણ માટે એવું કરવું મુશ્કેલ હોય છે..તો ચાલો આજે તમને જણાવી દઈએ એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જેમને પોતાના ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા.

પ્રિયંકા ચોપરા.

image soucre

હોલીવુડ ફિલ્મોમાં પણ પોતામાં એક્ટિંગનો જાદુ ચલાવી ચુકેલી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં એક ખિલાડીની જેમ દેખાવવા માટે એમને ખૂબ જ મહેનત કરી હતી. પ્રિયંકા ચોપરાએ ઘણી વેઇટ ટ્રેનિંગ કરી હતી જેનાથી એમના બાવડાં મજબૂત દેખાયાં. મેરી કોમમાં પોતાના રોલથી પ્રિયંકા ચોપરાએ બધાને પ્રભાવિત કરી દીધા હતા.

સોનાક્ષી સિન્હા.

image soucre

સોનાક્ષી સિન્હાએ જ્યારે બોલીવુડમાં પગ મૂક્યો તો એ માટે એમને ઘણું બધું વજન ઘટાડયું હતું. તો ફિલ્મોમાં આવ્યા પછી પણ એમને મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને એ ખૂબ જ પાતળી થઈ ચૂકી છે. જો કે ફિલ્મ અકિરા માટ્વિ સોનાક્ષી સિન્હાએ ખૂબ જ મહેનત કરી હતી. એમને માર્શલ આર્ટસ શીખવા માટે 30 દિવસની વર્કશોપ જોઈન કરી હતી. ફિલ્મમાં એમના સ્ટંટ ફેન્સને ખૂબ જ ગમ્યા હતા.

તાપસી પન્નુ.

image soucre

તાપસી પન્નુનું નામ બોલીવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જે સફળતા મેળવવા માટે મહેનતના કોઈપણ લેવલ સુધી પહોંચી શકે છે. તાપસી હાલના દિવસોમાં ઘણા બધા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફિલ્મ રશ્મિ રોકેટ માટે તાપસી એ ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મમાં એક એથલીટની જેમ દેખાવા માટે એમને ન ફક્ત વજન વધાર્યું પણ મસ્ક્યુલર બોડી પણ બનાવી લીધી છે. એમના લુકને જોઈને તમે પણ નવાઈ પામશો.

કંગના રનૌત.

image soucre

કંગનાની ફિલ્મ થલાઇવી બહુ જલ્દી પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં એ જય લલિતાનો રોલ કરતી દેખાશે. દિવંગત મુખ્યમંત્રીના રોલમાં ફિટ બેસવા માટે કંગનાએ લગભગ 20 કિલો વજન વધાર્યું હતું. આ લુકમાં કંગનાને ખૂબ જ પસંદ કરવામાં આવી. તો ફિલ્મનું શૂટિંગ પૂરું થયું એટલે એમને પાછું પોતાનું વજન ઘટાડી પણ લીધું.

ક્રિતી સેનન.

image soucre

ક્રિતી સેનન મિમીમાં એક ગર્ભવતી મહિલાના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મ માટે ક્રિતી સેનને 15 કિલો વજન વધાર્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે સારા મેટાબોલિઝમના કારણે હું હંમેશા જે પણ કાંઈ ઈચ્છું છું એ ખાઈ શકું છું. એ જ કારણે મારા માટે આટલું વજન વધારવું સરળ નહોતું. વજન વધારવા માટે મારે નાસ્તો, મીઠાઈ વગેરે વધુમાં વધુ ખાવું પડ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong