સલમાન, અક્ષય અને ટાઇગરને બોડીમાં માત આપતો આ અભિનેતા હિટ નહિં, પણ રહ્યો સૌથી ફ્લોપ, જાણો કોણ છે આ

હાલના સમયમાં બોલીવૂડમાં તમારી એક્ટિંગ સ્કીલની સાથે સાથે તમારી બોડી આકર્ષક હોવી ખૂબ જરૂરી છે અને તે માત્ર અભિનેત્રીઓને જ નહીં પણ અભિનેતાઓને પણ લાગુ પાડે છે. માટે જ આજે બોલીવૂડના મોટા ભાગના લીડીંગ એક્ટર પોતાનું બોડી ફીટ રાખવા માટે તનતોડ મહેનત કરે છે. બોલીવૂડમાં ફીટ બોડીની શરૂઆત સલમાન ખાન અને સંજય દત્તે કરી હતી.

image source

આજે પણ સલમાન એક પર્ફેક્ટ ફીઝીક ધરાવે છે. તે ઉપરાંત શાહરુખ, આમિર, ટાઇગર, ઋતિક, રણવીર, રનબીર વિગેરે અભિનેતાઓ પણ સુપર ફીટ બોડી ધરાવે છે. અને આ બધા જ અભિનેતાઓ બોલીવૂડમાં સફળ કારકીર્દી ધરાવે છે. અને તેની પાછળ માત્ર તેમની ફીટ બોડી જ નહીં પણ તેમની એક્ટિંગ અને પર્ફોમન્સ સ્કીલ પણ ભાગ ભજવે છે. આજે આ બધા જ અભિનેતાઓ બોલીવૂડ પર રાજ કરી રહ્યા છે. એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી રહ્યા છે અને પોતાના પ્રોડ્યુસર્સને કરોડોની કમાણી કરાવી રહ્યા છે. પણ એક અભિનેતા એવો હતો જેણે સલમાન, આમિર અને શાહરુખને ફીટ બોડીમાં માત આપી હતી અને તેમ છતાં તે ફિલ્મોમાં સફળ નહોતો થઈ શક્યો.

image source

આ અભિનેતાનું નામ હતું સાહિલ ખાન. સાહિલ ખાન બોલીવૂડમાં પ્રવેશ્યો ત્યારે એક સુપર ફીટ બોડી લઈને આવ્યો હતો. તેણે તે સમયે ભલભલા અભિનેતાને ફીટ બોડી બાબતે માત આપી હતી. અને આજે પણ આપી રહ્યો છે. તેની છાતી 47 ઇંચ, કમર 34 ઇંચ, બાઇસેપ્સ 22 ઇંચ છે. અને પોતાની આ જ ફીઝીકના કારણ તે બોલીવૂડના અભિનેતાઓ કરતાં આગળ છે.

imag source

બીજા નંબર પર આવે છે સલમાન ખાન. સલમાન ખાનની છાતી 45 ઇંચ, કમર 35 ઇંચ અને બાઇસેપ્સ 17 ઇંચના છે, જ્હોન અબ્રાહમ ત્રીજા નંબર પર છે, તેની છાતી 44 ઇંચ, કમર 36 ઇંચ અને બાઇસેપ્સ 20 ઇંચના છે. તો ચોથા નંબર પર આવે છે સોનુ સૂદ તેમની છાતી 44 ઇંચ, કમર 34 ઇંચ અને બાઇસેપ્સ 17 ઇંચ છે. પાંચમાં નંબર પર આવે છે ટાઇગર શ્રોફ તેમની છાતી 44 ઇંચ, કમર 32 ઇંચ અને બાઇસેપ્સ 16 ઇંચ છે.

image source

પણ જો વાત સાહિલ ખાનના ફિલ્મી કેરિયરની કરવામાં આવે તો તેમાં તેમનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું છે. સાહિલ 2001માં ફિલ્મ સ્ટાઇલથી બોલીવૂડમાં પ્રવેશ્યા હતા. આ ફિલ્મ સુપરહીટ રહી હતી અને લોકોને તેમનું કામ પણ પસંદ આવ્યુ હતું. ત્યાર બાદ તેમણે બોલીવૂડની 7 ફિલ્મ કરી, પણ તેઓ એક આકર્ષક બોડી તો ધરાવતા હતા પણ એક્ટિંગ સ્કિલમાં તેઓ માર ખાઈ ગયા માટે તેમને સફળતા ન મળી શકી. જેના કારણે આજે તેઓ બોલીવૂડથી દૂર રહે છે. જો કે આજે પણ તે જાહોજલાલી ભર્યું જીવન જીવી રહ્યા છે.