બોડીને ફેટ ટુ ફીટ બનાવી દો આ રીતે ઘરે જ, નહિં પડે કોઇ મહેનત

ઘરે જ આ સિમ્પલ રીતે તમારી બોડીને બનાવો ફેટ ટુ ફીટ

શું તમે અવારનવાર વજન ઘટાડવા માટેના ઉપાયો શોધતા રહો છો જેથી કરીને તમે ફીટ પણ રહો અને આકર્ષક પણ દેખાઓ ? જો અમે તમને એમ કહીએ કે તમે વધારે પાતળા અને ફીટ કોઈ પણ જાતનું વજન ઉંચક્યા વગર કે કોઈ પણ જાતના આકરા ડાયેટને ફોલો કર્યા વગર દેખાઈ શકો છો તો ? જો તમને વિશ્વાસ ન પડતો હોય તો આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેને અજમાવીને તમે તમારા વજનને ઘટાડી શકશો અને સ્વસ્થ પણ રહી શકશો અને પ્રેઝન્ટેબલ પણ દેખાશો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

દોડવાનું અથવા ચાલવાનું આજથી જ શરૂ કરી દો.

image source

દોડવું, ચાલવું કે પછી જોગીંગ કરવું કે પછી ઝડપી ચાલે ચાલવું આ દરેક પ્રકારનો વ્યાયામ તમારું વજન ઘટાડવામાં તમારી ચોક્કસ મદદ કરશે. આ વ્યાયામથી તમારા શરીરના દરેકે દરેક ભાગને લાભ પહોંચશે અને તમારો મૂડ પણ હંમેશા ફ્રેશ રહેશે. ચાલવા કે દોડવાથી તમારું વજન સરળ રીતે ઘટી શકે છે તમે શરીરની વધારાની કેલરી આરામથી બાળી શકો છો. તેના માટે તમારે માત્ર થોડા આત્મબળ અને સરસમજાના જોગીંગ શૂઝની જરૂર છે. તો રોજ સવારે અથવા સાંજે અરધો-અરધો કલાક ચાલી આવો. જો તમે તમારા કેલરી બર્ન પર તેમજ તમે કેટલું ચાલ્યા છો તેના પર સતત નજર રાખવા માગતા હોવ તો તે માટેના ટ્રેકર પણ હવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે જે તમે તમારા બજેટમાં મેળવી શકો છો.

બ્લડ શુગરને અંકુશમા રાખો

તમારા ખોરાક પર નિયમિત નજર રાખો અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી બ્લડ શુગર હંમેશા અંકુશમાં રહે. શરીરને પુરતા પ્રમાણમાં પોષણ તેમજ વ્યાયામ આપીને ડાયાબીટીસના જોખમને તમારાથી જોજનો દૂર રાખો.

હાઇકીંગ એટલે કે ટેકરી નાનકડો કે પહાડ ચડવાનું રાખો

image source

તમે રોજ નહીં દર અઠવાડિયે નહીં તો મહિનામાં એક વાર તો નજીકના ઉંચા સ્થાન પર પગે ચાલીને જવાનુ રાખો. તેમ કરવાથી તમને કંટાળો પણ નહીં આવે તમારા રોજિંદા કંટાળાજનક જીવનમાંથી થોડો બ્રેક પણ મળી રહેશે. હાઈકીંગનો એક મોટો ફાયદો એ છે કે તેનાથી તમારા હૃદયને ઘણો ફાયદો થાય છે, અને સાથે સાથે તેનાથી ઝડપથી ફેટ બર્ન થાય છે. આ ઉપરાંત તમે ખુલ્લી હવામાં તડકામાં ફરતા હોવાથી તમને શરીર માટે અત્યંત જરૂરી એવું વીટામીન ડી પણ મળી રહે છે. ખુલી હવામાં વ્યાયામ કરવો જીમ કરતાં ક્યાંય વધારે ઉત્તમ હોય છે.

ઘરમાં જ જીમ બનાવી લો

જીમમાં થતું વર્કાઉટ ચોક્કસ તમારા શરીરને ટોન કરે છે ફીટ બનાવે છે. પણ ત્યાં નિયમિત જવું સરળ નથી હોતું. તેની જગ્યાએ તમે તમારા ઘરે જ જીમ જેવો વર્કાઉટ કરી લો તો ! ખાસ કરીને જ્યારે તમે એક અત્યંત વ્યસ્ત જીવન જીવી રહ્યા હોવ તમારી પાસે સમયની ખેંચ હોય કે પછી હવામાન ખરાબ હોય ત્યારે તમે જીમ નથી જઈ શકતા. તેની જગ્યાએ કેટલાક વ્યાજબી ભાવે મળતા વર્ક આઉટ ઇક્વીપમેન્ટ ખરીદી ઘરમાં જ વસાવી લો.

પોષણયુક્ત શુદ્ધ ખોરાક ખાવાનો આગ્રહ રાખો અને રોજ અરધો કલાક વ્યાયામ કરો

image source

સ્વસ્થ અને ફીટ જીવન જીવવું હોય તો તમારે તમારા ખોરાકને તો પોષણયુક્ત રાખવો જ પડશે. જેના માટે તમારે લીલા શાકભાજી તેમજ ફળો, કઠોળ, વિવિધ પ્રકારની દાળો તેમજ પ્રોટીન મળી રહે તેવા ખોરાકનો સમાવેશ તમારા ડાયેટમાં કરવો જ જોઈએ. આ સિવાય તમારે દીવસની ઓછામાં ઓછી અરધો કલાક તો એક્સરસાઇઝ કરવી જ જોઈએ. નિયમિત વ્યાયામ કરવાથી તમારું સાર્વત્રિક સ્વાસ્થ્ય સારું રહે છે, તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે એક સારી લાગણી રહે છે, તે તમારા વજન ઘટાડામાં મદદ કરે છે તમારા દેખાવને આકર્ષક બનાવે છે તેમજ સૌથી વધારે મહત્ત્વનું તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બ્લડ શુગરને કાબુમાં રાખીને વિવિધ પ્રકારના રોગોના જોખમને તમારાથી દૂર રાખે છે.

image source

માટે જો તમે જીવનના અંત સુધી તમારા પર નિર્ભર રહેવા માગતા હોવ સ્વસ્થ ગઢપણ ભોગવવા માગતા હોવ તો તેની તૈયારી તમારે અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. અવારનવાર તમારા બાળકો સાથે રમવાનું રાખો, લીફ્ટની જગ્યાએ સીડીઓ પસંદ કરો, થોડા થોડા સમયે પરિવાર સાથે કોઈને કોઈ ટ્રીપનું આયોજન કરો જેમાં શારીરિક શ્રમનો પણ સમાવેશ થતો હોય. તો આજથી જ લાગી પડો તમારી જાતને સ્વસ્થ બનાવવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ