ચારથી પાંચ પોલીસ જવાનો આ વૃક્ષની સુરક્ષામાં રહે છે 24 કલાક હાજર, ક્લિક કરીને વાંચો શુું છે એવુ તો ખાસ

દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઈ વીઆઇપી નાગરિકો માટે પોલીસ બંદોબસ્તની વાત તો તમે સાંભળી જ હશે

image source

પરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે એક વૃક્ષને પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હોય ? નહીં ને ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવા વૃક્ષો વિશે જણાવવાના છીએ જેની 24 કલાક પોલીસ પહેરો આપી સુરક્ષા કરવામાં આવે છે.

તો ક્યાં છે એ વૃક્ષો અને શું છે તેની સુરક્ષા કરવા પાછળનું કારણ ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

અસલમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સ્થિત સલામતપુર ગામની ટેકરીઓ પર આ વૃક્ષ આવેલું છે. આ એક પીપળાનું વૃક્ષ છે અને તેને “બોધી વૃક્ષ ” પણ કહેવામાં આવે છે. વર્ષ 2012 માં જ્યારે શ્રીલંકાના તત્કાલીન પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેણે આ વૃક્ષ રોપ્યું હતું. ઉલ્લેખનીય છે કે 513 વર્ષ ઇસવી સન પૂર્વે બોધી વૃક્ષ નીચે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ વડા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને આથી બૌદ્ધ ધર્મમાં બોધી વૃક્ષનું ખાસ મહત્વ છે.

image source

સલામતપુરના આ વૃક્ષની સુરક્ષા કરવા ચારથી પાંચ પોલીસના જવાનો ચોવીસ કલાક હાજર રહે છે. તથા વૃક્ષને પાણી પીવડાવવા અહીં સાંચી નગરપાલિકા દ્વારા ખાસ ટેન્કર પણ આવે છે. એટલું જ નહીં દર અઠવાડિયે અહીં કૃષિ વિભાગના નિષ્ણાંતો આવે છે અને વૃક્ષની તપાસ કરે છે. એવું કહેવાય છે કે આ વૃક્ષની દેખરેખ પાછળ વર્ષે લગભગ 12 થી 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

image source

એક માન્યતા અનુસાર ઈસા પૂર્વે ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ અશોકે પોતાના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને બોધિવૃક્ષની એક એક ડાળખી આપી બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે શ્રીલંકા મોકલ્યા હતા. તેઓએ બોધિવૃક્ષની ડાળીને શ્રીલંકાના અનુરાધાપુરમાં રોપી હતી અને તે વૃક્ષ રૂપે અત્યારે પણ સુરક્ષિત છે.

image source

ઉલ્લેખનીય છે કે જે વૃક્ષ નીચે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ વડા બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે અસલ વૃક્ષ બિહારનાં ગયા જિલ્લામાં આવેલુ છે. જો કે 1876 માં કોઈ કુદરતી આફતને કારણે તે નષ્ટ થયું હતું. પરંતુ 1880 માં લોર્ડ કનીંઘમ નામના એક અંગ્રેજ અફસરે શ્રીલકાનાં અનુરાધાપુરમાંથી બોધિવૃક્ષની ડાળ મંગાવી બોધગયામાં ફરી રોપ્યું હતું અને ત્યારથી આ વૃક્ષ અહીં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ