દાંત કે પેઢામાંથી લોહી નીકળે તો તરત કરો આ દેશી ઉપાય, નહિં જવું પડે ક્યારે ડોક્ટર પાસે

દાંતની યોગ્ય રીતે સફાઈ ન કરવા પર પાયોરિયાની સમસ્યા થાય છે. આ સાથે જ પેટ બરાબર સાફ ન થવું, લીવરમાં ખરાબી, તમાકુ, પાનમસાલાનું સેવન, વિટામિન સીની કમીને કારણે પેઢાના રોગો થાય છે. તેના કારણે દાંત નબળાં થઈ હલવા લાગે છે. આ સમસ્યામાં દવાઓ કરતાં જો ઘરેલૂ ઉપાયો કરવામાં આવે તો તરત ફાયદો થાય છે. આ તો આપ સૌ કોઇ જાણતા હશો કે, વિટામિન C ઇમ્યુનિટીને મજબૂત બનાવવાની સાથે જ હ્રદયરોગના ખતરાને ઓછો કરે છે, હાઇ બ્લડપ્રેશરને મેનેજ કરવામાં મદદ કરે છે, શરીરમાં આયર્નની ઉણપને રોકવામાં પણ મદદ કરે છે અને લોહીમાં યુરિક એસિડની માત્રાને પણ ઓછી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આટલા બધાં લક્ષણો ધરાવનાર વિટામીન C તમારા ઓરલ હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. એક નવા રિસર્ચમાં એવું સામે આવ્યું કે, ‘વિટામીન C થી ભરપૂર ડાઇટ પેઢાંમાંથી લોહી આવવાની સમસ્યાને રોકી શકે છે.

પેઢામાંથી લોહી નીકળવું એટલે જિંજિવાઈટિસનો સંકેત

image source

યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનના સંશોધનકર્તાઓએ આ અભ્યાસને પૂર્ણ કર્યો અને અભ્યાસના પરિણામોને ન્યુટ્રિશન રિવ્યુના નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે અભ્યાસનું માનીએ તો જો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ કારણ કે તે જીંજીવાઇટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો કે શરીરમાં વિટામિન સીની ઊણપ થવા પર પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.

વિટામીન C ની ઊણપથી આવે છે પેઢામાં લોહી

જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે એવું કહી શકાય કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નહીં કરતી હોય અથવા તો વધારે વખત બ્રશ કરે છે. પરંતુ અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે પેઢામાંથી લોહી કેમ આવે છે. શું શરીરમાં વિટામીન C ની ઊણપ તેનું સંભવિત કારણ છે?

આજે જ ખાવાનું શરૂ કરો વિટામીન Cથી ભરપૂર પદાર્થો

image soucre

18થી 65 વર્ષની વયની લોકોએ દરરોજ 40 મિલિગ્રામ વિટામિન Cનું સેવન કરવું જરૂરી છે. વિટામિન C શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી જેથી તમારે દરરોજ તેની જરૂર પડે છે. જેથી આ તમામ ચીજો દરરોજના જરૂરથી ખાઓ.

નારંગી, મૌસંબી, લીંબુ, આમળા, કીવી જેવા ખાટાં ફળ તેમજ પપૈયા, બ્લેકકરેન્ટ, કેપ્સિકમ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લુબેરી, રાસબરી, બ્રોક્લી અને કેળું ખાવાથી ફાયદો થાય છે.

વિટામિન C ના સેવનથી આ સમસ્યાઓ દૂર થાય છે

એક રિસર્ચ અનુસાર, પેઢામાંથી લોહી નિકળવું અથવા આંખમાંથી લોહી નિકળવું, તેને રેટિનલ હૈમરેજિંગ કહેવાય છે. વિટામીન Cની ઊણપ પૂર્ણ કરવાથી તમને અનેક સમસ્યામાંથી છૂટકારો મળે છે.

દેશી ઉપાય

લીમડો

image source

કડવા લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેના પાનનો રસ કાઢીને પેઢા પર લગાવી 5 મિનિટ બાદ નવશેકા પાણીથી કોગળા કરી લો. દિવસમાં 2વાર આ ઉપાય કરવાથી પાયોરિયા જડથી દૂર થઈ જાય છે.

તેલ માલિશ

image source

નારિયેળ, તલ અથવા લવિંગના તેલથી પેઢા પર હળવા હાથે મસાજ કરવામાં પણ ફાયદો મળે છે. આનાથી મોઢામાં રહેલાં બેક્ટેરિયા પણ સાફ થઈ જાય છે. આના માટે કોઈપણ તેલને 10-15 મિનિટ પેઢા પર મસાજ કરો. પછી નવશેકા પાણીથી કોગળા કરી લો.

મીઠું

image source

મીઠામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. આ પાયોરિયાની સમસ્યામાં તરત આરામ આપે છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં 2વાર આ પાણીથી કોગળા કરો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

હળદર

image source

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. એવામાં આ પાયોરિયાની સમસ્યાને ઠીક કરે છે. તેના માટે હળદરમાં થોડાં ટીપાં પાણીના મિક્સ કરીને પેઢા પર મસાજ કરો. પછી પાણીથી કોગળા કરી લો. આનાથી પેઢામાં દુખાવો, સોજો અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

  • – હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
  • -દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
  • -સવારે કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
  • -તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
  • -લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • -તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
  • -સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.
  • -ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • -દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
  • -તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • -દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત