આ બ્લડગ્રૂપના લોકોને કોરોનાનો ખતરો ઓછો, જાણો આ સ્ટડીમાં શું થયો ચોંકાવનારો ખુલાસો

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર ફેલાવ્યો છે. આ વાયરસના કારણે લાખો લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સમય દરમિયાન એક મોટો ખુલાસો કોરોના સંક્રમણને લઈને સંશોધનકારોએ કર્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસની અસરો અને લક્ષણો સતત બદલતા રહ્યા છે. આ જટીલતાના કારણે વૈજ્ઞાનિકો માટે તેની રસી અને દવા શોધવી તે પણ પડકાર બન્યો હતો. જો કે હવે રસી હાથવેંતમાં હોય તેવા એંધાણ મળી રહ્યા છે.

image source

તેવામાં કોરોનાને લઈને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વાયરસ કેટલાક લોકો પર ખૂબ જ ખરાબ અસર કરે છે જ્યારે કેટલાક માટે તે વધારે ઘાતક સાબિત થતો નથી. હવે આ સંશોધનના તારણમાંથી બહાર આવ્યું છે કે કોરોના વાયરસ તમામ પ્રકારના બ્લડ ગ્રુપવાળા લોકોને એક સમાન અસર કરતો નથી. એટલે કે કેટલાક બ્લડ ગૃપ એવા છે જેના પર સંક્રમણનું જોખમ ઓછું રહે છે.

image source

એક સંશોધન કે જે 2 લાખથી વધુ લોકો પર કરવામાં આવ્યું તેના તારણમાં દર્શાવવામાં આવ્યું છે કે ઓ બ્લડ ગૃપના લોકો પર કોરોનાનું જોખમ ઓછું રહે છે. આ સંશોધનમાં જે 2 લાખથી વધુ લોકો હતા તેમાં એ, એબી, બી, ઓ સહિતના બ્લડ ગૃપ ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

image source

આ સંશોધનમાં સામે આવ્યું હતું કે આ તમામ બ્લડ ગૃપમાંથી ઓ બ્લડ ગૃપના લોકોને સંક્રમણ થવાનું જોખમ ઓછું છે. આ સિવાય એ, એબી, બી બ્લડ ગૃપના લોકોને સંક્રમણ થવાનું જોખમ 12 ટકા રહેલું છે. આ બ્લડ ગૃપના લોકોને કોરોના થાય પછી મોતનું જોખમ 13 ટકાથી ઓછું છે. સૌથી ઓછું જોખમ ઓ નેગેટિવ બ્લડ ગૃપના લોકોને રહેલું છે.

image source

આ સાથે જ અન્ય એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી અને કોરોના વાયરસને પણ સંબંધ છે જેમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ડી હશે તો પણ કોરોનાનું જોખમ ઘટી જાય છે. આ અગાઉ પણ વિટામીન ડી અને કોરોના વાયરસને લઈને અનેક દાવા કરવામાં આવ્યા છે.

image soucre

તેવામાં આ પણ મહત્વનું સાબિત થાય છે. જો કે હાલ ચર્ચાનો વિષય એ વાત બની છે કે ઓ બ્લડ ગૃપ ધરાવતા લોકોને સંક્રમણ થવાનું જોખમ ઓછું છે. જો કે આનો અર્થ એ નથી કે આ બ્લડ ગૃપના લોકો બેદરકારી રાખે, તેમણે પણ માસ્ક પહેરવું જરૂરી જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ