લોહીની બ્લોક થઈ ગયેલી નસો ખોલવા માટેનો અકસીર ઉપાય..

આ અત્યંત સરળ ઉપાય અજમાવવાથી બ્લોક થયેલી બધી જ નસો ખુલવા લાગશે.

આપણે એ સારી રીતે જાણીએ છીએ કે શરીરના દરેક ભાગમાં લોહીનું સર્ક્યુલેશન નિરંતર બરાબર પ્રમાણમાં ચાલ્યા કરવું જોઈએ, પણ જ્યારે આમ નથી થતું એટલે કે લોહી ક્યાંક ગંઠાઈ જાય છે તેવી સ્થિતિને ડીપ વેઇન થ્રોમ્બોસીસ કહેવાય છે.

માટે જો શરીરની દરેક રક્તનળીઓમાં લોહી નિરંતર ન ફરે તો શરીરને નુકસાન થાય છે. આ સમસ્યા મોટે ભાગે સાથળ અને પગમાં વધારે સર્જાય છે. જે આગળ જતાં શરીરના અન્ય ભાગોમાં થઈ શકે છે. આ એક અસાધ્ય સમસ્યા જરા પણ નથી અને તેનાથી વધારે ભયભીત થવાની પણ કોઈ જરૂર નથી. તેને એક સાધારણ ઘરેલુ ઉપાય દ્વારા પણ દૂર કરી શકાય છે.

Deco Heart Healthy Red Apple Sweet Fruit Love

આપણા શરીરમાં અસંખ્ય સમસ્યાઓ ઉભી થઈ જાય છે જેમાંની મોટાભાગની તમે ઘરે જ દૂર કરી શકો તેમ હોવ છો. લોહીની આ સમસ્યામાં તમારી જીવનશૈલી એક મોટો ભાગ ભજવે છે. પણ હાલ માણસની જીવનશૈલી બદલવી એટલે માણસનો સ્વભાવ બદલવા જેવું અઘરું કામ થઈ ગયું છે.

તો તે તરફ નહીં વળતાં અમે તમને આ સમસ્યા માટે એક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ છીએ. જે તમને તમારી શરીરની રક્તનળીકાઓ ખોલવામાં મદદ કરશે અને તેને હંમેશા સર્ક્યુલેટ થતા રહેવામાં મદદ કરશે.
આ એક આયુર્વેદિક ચૂર્ણ છે જેને કૂદરતી સામગ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેનો બીજો પ્લસ પોઇન્ટ એ છે કે તેની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી થતી. ચાલો જાણીએ ચૂર્ણ બનાવવાની રીત વિષે.

સામગ્રી

10 ગ્રામ – તજ પત્તા

10 ગ્રામ અખરોટ

1 ગ્રામ તજ

10 ગ્રામ અળશી

10 ગ્રામ મગજતરી

1 ગ્રામ કાળામરી

બનાવવાની વીધીઃ

ઉપરની દરેક વસ્તુને એક મિક્સર જારમાં લઈ લેવી. ત્યાર બાદ તેને પાવડર જેવું જીણું વાટી લેવું. આ ચૂર્ણની રોજ એક ચમચી ભુખ્યા પેટે પાણી સાથે ફાંકી લેવી. ચૂર્ણ લીધા બાદ 1 કલાક કશું જ ખાવું નહીં. આ ચૂર્ણના નિયમિત ઉપયોગથી તમારા શરીરની બ્લોક થયેલી બધી જ રક્તવાહિનીઓ ખુલી જશે.

આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ માટે ખુબ જ લાભપ્રદ છે. આ ચૂર્ણથી હૃદયને લગતા રોગો તેમજ લકવા જેવી બીમારીઓથી રાહત મળશે. તો હૃદયને સ્વસ્થ રાખવા આ ઉપાય અજમાવો અને સ્વસ્થ વૃદ્ધત્વને એન્જોય કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ