જલ્સા કરોને જેંતીલાલ

આ ઋતુમા બ્લેક ટીનુ સેવન પહોંચાડે છે સ્વાસ્થ્યને આટલા ફાયદાઓ, જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો, શું તમે પણ જાણો છો કે, ચા સાથે દૂધ મિક્સ કરવાથી તેના ફાયદા સમાપ્ત થાય છે. જો તમે પણ ચાનુ સેવન કરવા ઈચ્છતા હોવ તો સાવચેત રહો. દૂધની ચા તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. દૂધ વગરની ચા તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. ચામાં વધુ ખાંડ ઉમેરીને પણ શરીરને તેનો ફાયદો નથી થતો. આજે આ લેખમા અમે તમને બ્લેક ટીનુ સેવન કરવાથી થતા લાભ વિશે માહિતી આપીશું.

હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

image source

બ્લેક ટીનુ સેવન હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ સંશોધનમા એવું માનવામાં આવે છે કે, બ્લેક ટીનું સેવન કરવાથી હૃદયના જોખમો મોટા પ્રમાણમાં ઘટી જાય છે. દરરોજ એક કપ બ્લેક ટી પીવાથી તમને હ્રદયરોગથી રાહત મળે છે. બ્લેક ટીમાં હાજર ફલાવોનોઇડ્સ એલડીએલ કોલેસ્ટરોલ ઘટાડે છે.

કેન્સર :

image soucre

દરરોજ તમારા આહારમાં બ્લેક ટી ઉમેરીને તમે પ્રોસ્ટેટ, અંડાશયના અને ફેફસાના કેન્સરથી બચી શકો છો. બ્લેક ટીનો ઉપયોગ શરીરમાં કેન્સરના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. તે સ્ત્રીઓમાં સ્તન કેન્સરની સંભાવનાને અટકાવે છે તેમજ અન્ય કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બનાવે છે :

image source

બ્લેક ટીમાં મળતા તત્વોને કારણે હાડકા મજબૂત બને છે. બ્લેક ટી હાડકાને મજબૂત બનાવવામા અને સંધિવાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તે તેમાં મળતા ફાયટોકેમિકલ્સને કારણે છે. તેથી જો તમારી ઉંમર ૩૦ વર્ષની થઈ ગઈ હોય તો રોજ કાળી ચા પીવો. તે હાડકાની ઘનતા, ટેસ્ટિઓપોરોસિસ અને અસ્થિભંગના જોખમને ઘટાડવામાં મોટા પ્રમાણમાં મદદ કરે છે.

પરસેવો દૂર કરવામાં મદદગાર છે :

image soucre

જો તમે પણ વધારે પરસેવો અને ખરાબ વાસથી આવવાથી પરેશાન છો, તો બ્લેક ટી પીવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તે બેક્ટેરિયાને ખીલવા દેતું નથી, જેથી પરસેવાથી દુર્ગંધ ન આવે.

મગજ માટે લાભદાયી :

image soucre

મગજના કોષોને સ્વસ્થ રાખવા તેમજ તેમનામાં લોહીનો પ્રવાહ સુધારવા માટે બ્લેક ટી પીવું ખૂબ ઉપયોગી છે. દિવસમાં લગભગ એક કપ બ્લેક ટીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે.

પાચન લાભ :

image source

બ્લેક ટીમાં ટેનીનનું પ્રમાણ પાચક ફાયદા પૂરી પાડે છે. તે ગેસ્ટ્રિક તેમજ આંતરડાના રોગોને શાંત કરે છે, પાચનમાં મદદ કરે છે અને આંતરડાની પ્રવૃત્તિને પણ ઘટાડે છે.

ત્વચાના આરોગ્ય :

image source

બ્લેક ટી ત્વચાને ત્રણ રીતે ફાયદો કરે છે. પ્રથમ, તે વિટામિન બી-૨, વિટામીન-સી અને વિટામીન-ઇ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ પોલિફેનોલ્સ અને ટેનીન જેવા ખનિજોથી ત્વચાને પોષણ આપે છે. બીજું, કેફીન અને તેના કેટલાક અન્ય રાસાયણિક ઘટકો વાયરસને મારી નાખે છે, જે ત્વચાના ચેપ અથવા પિમ્પલ્સને રોકવામાં મદદ કરે છે. છેલ્લે, બ્લેક ટી પણ કરચલીઓ ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવી છે.

ત્વચા પર રહેલી કરચલી દૂર કરે છે :

image source

કોલ્ડ ટી બેગ તમારી ત્વચાને સજ્જડ કરવાનું કામ કરે છે જ્યારે આંખોની ત્વચા હેઠળ થતી બળતરાને ઘટાડે છે. આને કારણે, કરચલીઓ અને ફાઇન લાઇન ઓછી થાય છે.

વાળને ચળકતા બનાવે છે :

image soucre

કાળી ચા એ કપડાં રંગવા માટે ખૂબ જ જૂની અને પરંપરાગત રીત છે. તેનો ડાર્ક કલર વાળ રંગવા માટે વપરાય છે. વાળ કાળા અને ચળકતા બનાવવા માટે, મહેંદી સાથે ભેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version