જલ્સા કરોને જેંતીલાલ

‘બ્લેકેસ્ટ બ્લેક’પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા કાળામાં કાળા પદાર્થ કરતા દસ ગણો કાળો પદાર્થ ! જાણો તેના રસપ્રદ ઉપયોગ

અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ આ પદાર્થનું નિર્માણ કર્યું છે. તેને નેનોટ્યુબ એટલે કે કાર્બન એટલે કે કોલસાના નાના નાના કણો કે જે તમારા વાળ કરતાં પણ પચાસ હજાર ગણા ઓછી જાડાઈ ધરાવે છે તેમાંથી તૈયાર કરવામા આવ્યો છે. એટલે કે માત્ર એક વર્ગ સેંટીમીટરમાં 1 અરબ નેનોટ્યુબ સમાઈ જાય છે.

આ પદાર્થની ખાસિયત છે કે તે પ્રકાશની 99.9 ટકા લાઈટ શોષી લે છે અને વિશ્વ પર અસ્તિત્વ ધરાવતી કાળામાં કાળી વસ્તુ કરતાં તે 10 ગણો કાળો છે. આ પદાર્થની કાળાશની તપાસ કરવા માટે આ પદાર્થના અત્યંત સુક્ષ્મ એવા કણોના એક લેયરને 16 કેરેટના હીરા પર કોટ કરવામાં આવ્યા. આ ડાયમન્ડ 14 કરોડની કીંમત ધરાવે છે. અને તેને ન્યુયોર્કના આર્ટ એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં મુકવામા આવ્યો છે.

આ પ્રકારના બે ડાયમન્ડ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા હતા જેમાં બ્લેક બેકગ્રાઉન્ડની આગળ નોર્મલ પીળો ડાયમન્ડ મુકવામાં આવ્યો હતો અને બીજી બાજુ બ્લેક બેકગ્રાઉન્ડની આગળ આ કાળા પદાર્થથી કોટ કરવામાં આવ્લો ડાયમન્ડ મુકવામાં આવ્યો હતો. અને તે જાણે કોઈ અંધારામાં ઓગળી ગયો હોય તેવો અદ્રશ્ય લાગતો હતો.

આ પદાર્થને એલ્યુમિનિયમ ફોઈલ પર જટલીક કેમિકલ પ્રક્રિયા કરીને ઉત્પન્ન કરવામાં આવ્યો છે. અને તેના પરિક્ષણ દ્વારા જાણવા મળ્યું કે તેના પર પડતી 99.995 ટકા પ્રકાશને તે સોશી લે છે તે પણ દરેક એંગલથી.

તેનો અર્થ એ થાય છે કે પૃથ્વી પર મળી આવતા અત્યંત કાળા એટલે કે સૌથી કાળા પદાર્થ એવા વેન્ટાબ્લેક કરતાં પણ તે કાળો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે બનાવેલો આ પદાર્થ પૃથ્વી પર અત્યાર સુધીમાં મળી આવેલા કાળામાં કાળા પદાર્થ કરતાં દસ ગણો કાળો છે.

આ પદાર્થનો રસપ્રદ ઉપયોગ

આ પદાર્થના ઉપયોગ ઓપ્ટિકલ તેમજ સ્પેસ સાયન્સમાં કરી શકાય છે કારણ કે તે અત્યંત કાળો છે.

આ ઉપરાંત આર્ટિસ્ટ પણ તેનો ઉપયોગ કરી શકે છે.

પૃથ્વી પરના ટેલિસ્કોપ પૃથ્વી પરથી જે હજારો કીલો.મીટર દૂરની તસ્વીરો લે છે તેમાં આ મટીરિયલ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

તમે કોઈ વસ્તુ જુઓ છો તેમાં પ્રકાશનો મુખ્ય ફાળો રહેલો હોય છે. જે વસ્તુ પર પ્રકાશ ટકરાય છે તે જ વસ્તુ તમે જોઈ શકો છો. પણ આ વસ્તુ એવી છે કે તે પ્રકાશને પોતાના પર પડવા તો દે છે પણ તેને પોતાનામાં જ શોશી લે છે માટે જ તમે તેને જોઈ જ નથી શકતાં. ખાસ કરીને અંધારામાં. એટલે કે અંધારામાં આ વસ્તુ પડી હોય અને તમે તેના પર ટોર્ચની લાઈટ મારો તો તમારા માટે તે અદ્રશ્ય રહેશે કારણ કે તે તેના પર પડતો પ્રકાશ તમારા તરફ પાછો નથી વાળતો અને પોતાનામાં જ સોશી લે છે.

જોકે વૈજ્ઞાનીકોનું સંશોધન હજુ ચાલુ જ છે અને તેઓ 99.995 ટકા નહીં પણ 100 ટકા પ્રકાશ શોશી લે તેવો પદાર્થ ઉત્પન્ન કરવા ઇચ્છે છે. આ પહેલાં 2014માં પણ તેમણે આ જ પદાર્થ પર સંશોધન ચાલુ રાખ્યું હતું અને તે વખતે આ પદાર્થની પ્રકાશ શોષવાની 99.96 ટકા શક્તિ હતી જે વધારે સંશોધન બાદ 00.03 ટકા સુધી વધી ગઈ છે અને 100 ટકાનું લક્ષ મેળવવા માટે હવે માત્ર 00.005 ટકા જ બાકી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version