બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી : નાના મોટા ફંકશનમાં બનાવી શકાય એવું એકદમ ઇઝીલી ડ્રીંક, ટ્રાયકરો

બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી

ઘરમાં પાર્ટી છે ને વેલકમ ડ્રીંકમા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ …બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

સામગ્રી :
૩ કપ કાળી દ્રાક્ષ,
૫ સ્ટ્રોબેરી,

ગ્રીન ગ્રેપ્સ નાખવી હોય તો એ પણ નાખી શકાય.

૧ ટે.સ્પુન ફ્રેશ ક્રીમ,
૧ ટે.સ્પુન ફ્રેશ કોકોનટ મિલ્ક (optional),
૧ ટી.સ્પુન ફ્રેશ ફુદીનો,
૧ ચમચી- ખાંડ,
ચપટી મરી પાવડર.

રીત:

1) કાળી દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ને બરોબર રીતે ધોઇ નાંખો.(કરચલી વાળી અને સોફ્ટ ગ્રેપ્સ પસંદ કરવી નહિ.)

2) એક જારમાં દુધ, ફ્રેશ ક્રીમ, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ફુદીનો, બરફની ટુકડા નાખી બ્લેંડર વડે બ્લેંડ કરી થાય ન ત્યાં સુધી સ્મુધ કરી એક્દમ સોફ્ટ સ્મુધી રેડી કરો.

3) હવે તેની આજુ બાજુ કોકોનટ છીણ લગાવી ગાર્નીશ કરો અથવા મીની જાર માં બનાવેલી સ્મુધી નાખી સર્વીંગ ગ્લાસમાં એકદમ ચિલ્ડ સર્વ કરો.

તથા રેડ બૈરી નાખી ગાર્નીશ કરો..તો રેડી છે બ્લેક ગ્રપ્સ સ્ટ્રોબેરી સ્મુધી.

રસોઈની રાણી : ખુશ્બુ દોશી.સુરત

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી