આજે સાંજે શું કરશો?, ચાલો બીટનો હલાવો બનાવાનો પ્રયત્ન કરીએ

“બીટનો હલાવો”

જે સ્ત્રીઓ આયર્ન એનિમિક હોય છે તેઓ માટે બીટ ખુબ જ લાભદાયી છે કારણકે બીટમાં ભરપુર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. તેમજ બીટનું નિયમિત વપરાશ આપણા શરીરમાં લોહીની બધી ખરાબી દુર કરી શુધ્ધ લોહી વધારે છે.

સર્વ – 2 જણ

સામગ્રી –

– 500 ગ્રામ બીટ,
– 50-75 ગ્રામ સાકર,
– 1- 1 1/2 કપ દુધ,
– 1 ટેબલસ્પુન ઘી,

રીત :

– બીટને ધોઈને છાલ છોલી લો.

 – બીટને ખમણી વડે છીણી લો.- કુકરમાં ઉંચા તાપે રાંધો. એક સીટી આવે કે ગેસ બંધ કરી 2-3 મિનિટ ઠંડુ થવા દઈ    કુકર ખોલી દો.

– બીટમાં દુધ અને સાકર નાખી મધ્યમ તાપે મિક્સ કરો.

– મિક્સ થાય અને સાકર ઓગળે કે વચ્ચે હલાવતા રહી છીણમાંથી પાણી ખીજવા દો.

– છેલ્લે મિશ્રણ ભેગું થવાનું શરૂ થાય કે ઘી ઉમેરી દો.


– મિશ્રણ હલવા જેવું કડક થવા લાગે કે ઉતારી લો.

– ગરમાગરમ સર્વ કરો.

રસોઈની રાણી – ઉર્વી શેઠિયા (મુંબઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી