વીક એન્ડમાં રુચિબેન લાવ્યાં છે સ્પેસીઅલ બાળકો માટે બિસ્કીટના ટુકડામાંથી બનતી એક સ્વાદિષ્ટ કેક, તો ચાલો આપણે પણ બનાવીએ

બિસ્કીટ કેક

શું તમારા ઘરમાં પણ થોડા બિસ્કીટના નાના નાના ટુકડા વધેલા પડ્યા છે ?? વિચારો છો કે એનું શું કરવું ?? એ જ વધેલા બિસ્કીટના ટુકડામાંથી એક સ્વાદિષ્ટ કેક બનાવીએ તો !!! બાળકો પણ ખુશ અને તમે પણ.. તો આ  Biscuit Cake ..

મારી પાસે પારલે જી અને ઓરીઓ બિસ્કીટ ના થોડા ટુકડા વધેલા હતા. મેં એમાં થોડા બીજા પારલે જી અને ઓરીઓ ઉમેરી દીધા .. આપ કોઈ પણ બિસ્કીટ લઇ શકો છો . બહુ ખારા હોય એવા બિસ્કીટ અને અલગ અલગ ફ્લેવર ના બિસ્કીટના ઉમેરવા ..
મેં આ રેસીપી માં કોઈ બેકિંગ પાવડર કે સોડા નથી લીધો, મેં અહી eno વાપર્યો છે . આપ ચાહો તો બેકિંગ સોડા કે પાવડર ઉમેરી શકો ..

સામગ્રી :

• પારલે જી બિસ્કીટ – પેકેટ એક (૧૨૦ gm ),
• ઓરીઓ બિસ્કીટ – ૧૦ નંગ,
• ૨ ચમચી ખાંડ નો ભૂકો,
• ૧.૫ વાડકો દૂધ,
• ૧ ચમચી વેનીલા એસેન્સ,
• ૧ ચમચી eno,

રીત :

૧ ) સૌ પ્રથમ બંને બિસ્કીટને એક પ્લેટમાં લેવાના છે.

૨) ત્યારબાદ એનાં કટકા કરીને એક બાઉલમાં એકઠા કરો .

૩ ) મિક્ષેરમાં બધા બિસ્કીટના ટુકડાને  લઇને બારીક ભૂકો કરી લો .

૪ ) મિક્ષેરમાં બધા બિસ્કીટના ટુકડા લઇ બારીક ભૂકો કરી લો .. એક બાઉલમાં આ બિસ્કીટનો ભૂકો લઇ તેમાં ખાંડ નો ભૂકો , વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ..

૫ ) સરસ મિક્ષ કરી લો .પછી  તેમાં eno ઉમેરી સરસ રીતે મિક્ષ કરો .

6 ) ગેસ પર કુકરને ધીમી આંચ પર ગરમ મુકો. એમાં એક કાંઠો કે સ્ટેન્ડ મુકો

૭ ) તરત આ મિશ્રણ ને ઘી લગાવેલા કેકના વાસણમાં નાખો.

૮) આ કેક નું વાસણ કુકરમાં સ્ટેન્ડ પર મુકો. કુકરનું ઢાંકણું બંધ કરો. સીટી કાઢી લેવી.

૯ ) ધીમા ગેસ પર ૩૦-૩૨ min સુધી બેક થવા દો . ટુથપીક નાખી જોઈ લેવું કેક થઇ ગઈ છે કે નહિ. જો ટુથપીક ચોખ્ખી બહાર આવે તો થઇ ગઈ છે કેક નહિ તો વધારે ૩-૪ min માટે રેહવા દો

10 ) બહાર કાઢી ૧૦ min પછી કેકના વાસણમાંથી બહાર કાઢો. અને સંપૂર્ણ રીતે ઠરવા દો બસ ઉપરથી થોડો ખાંડનો ભૂકો છાંટો અને થોડી સજાવટ કરો…

૧૨ ) આશા છે આ જડપી અને સ્વાદિષ્ટ કેક બધા ને પસંદ પડશે ..

 

રસોઈની રાણી : રુચિબેન શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.