શર્મિલા ટાગોરે પોતાની 75મી વર્ષગાંઠ ઉજવી રણથંભોર માં જુઓ વાયરલ થયેલ ફોટાં….

વિતેલા જમાનાની સુપરહીટ અભિનેત્રી શર્મિલા ટેગોરે પોતાની 75મી વર્ષગાંઠ આ રીતે ઉજવી

image source

વિતેલા જમાનાની પ્રતિભાષાળી અભિનેત્રી અને હાલના સુપરહીટ અભિનેતા સૈફ અલિ ખાનની માતા શર્મિલા ટેગોરે પોતાનો 75મો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જો કે તેમની આ બર્થડેની ઉજવણીની લાઇમલાઇટ તેણી પોતે નહીં પણ તેમની દીકરી સોહાની દીકરીએવી તેમની પૌત્રી ઇનાયા નાઓમી ખેમુ રહી છે.

ગઈ કાલે સોશિયલ મિડિયા પર આ બન્ને પૌત્રી-નાનીની તસ્વીરો વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ સુંદર તસ્વીર સોહા અલિ ખાને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

જો કે આ તસ્વિરમાં કોઈ જ મોટો ભભકો નથી આ એક સિમ્પલ પણ ખુબ જ સુંદર તસ્વીર છે. ડાઈનીંગ ટેબલ પર કોઈ મોટી કેક નહીં પણ પેનકેક છે, એક ભેટ છે અને નાનીના ખોળામાં છે નાનકડી ઇનાયા.

શર્મિલા ટેગોર માટે આથી વધારે મોટું બર્થડે સેલિબ્રેશન બીજું શું હોઈ શકે. શર્મિલાજીના ચહેરા પર તમે એક તેજસ્વી સ્મિત જોઈને જ કહી શકો છો કે તેઓ પોતાની પૌત્રીથી કેટલા ખુશ છે.

image source

શર્મિલા ટેગોરના જન્મ દિવસ પર તેમને બોલીવૂડની જાણીતી હસ્તીઓ સોનમ કપૂર, શ્વેતા બચ્ચન, સોફી ચૌધરી, નેહા ધૂપિયાએ પણ આ ફોટો પર કમેન્ટ કરીને તેમને ખુબ બધી શુભકામનાઓ પાઠવી હતી.

હાલ શર્મિલા ટેગોરના જન્મ દિવસની ઉજવણી માટે આખું પટૌડી ખાનદાન હરિયાણામાં હાજર છે. થોડા દિવસ અગાઉ આખો પરિવાર પટોડી પેલેસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કર્યું હતું.

image source

બર્થડેના પ્રિ સેલિબ્રેશન માટે પટૌડી પરિવારે રણથંભોરના જંગમાં સમય વિતાવવ્યો હતો. જેની તસ્વીરો તેમજ વિડિયો કુણાલ ખેમુએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

આખા પરિવારે ખુલી જીપમાં સફારી કરી હતી જેની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

સોહાએ પોતાના પતિ કુણાલ ખેમુ અને માતા શર્મિલા ટેગોર સાથે એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેણીએ પોતાની માતાના ખભા પર હાથ મુક્યો હતો, કેપ્શનમાં તેણીએ લખ્યું હતું, ‘મેં કદાચ આજે સવારે કુણાલ સાથે ક્રીષ્ના વાઘણને નહીં જોઈ હોય પણ મને આ વાઘણ (શર્મિલા)ના ખભે હાથ મુકવાનો મોકોતો મળી જ ગયો.’

 

View this post on Instagram

 

A post shared by Kunal Kemmu (@khemster2) on

તો વળી જમાઈ કુણાલ ખેમુએ પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શર્મિલા ટેગોર સાથેની એક તસ્વીર શેર કરાતં સાસુમાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે શર્મિલાજીનો 70મો જન્મ દીવસ ખુબ જ ખાસ હતો. તે વખતે તેમણે તેની ઉજવણી સવાઈ માધોપુરમાં કરી હતી. અને તે વખતે પણ તેઓ રણથંભોરના અભ્યારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.

શર્મિલા ટેગોર એક એવી અભિનેત્રી છે કે જેમની કેરીયરની ખરી શરૂઆત તેમના લગ્ન બાદ જ શરૂ થઈ હતી. તેમણે રાજેશ ખન્ના સાથે અગણિત હીટ ફિલ્મો આપી હતી.

image source

જે જમાનામાં લગ્ન બાદ અભિનેત્રીઓ પોતાના સંસારમાં ડૂબી જતી હતી અને ડીરેક્ટર્સ તેમને લેવાનું ટાળતા હતા તેવા જમાનામાં તેમણે સુપર હીટ ફીલ્મો આપીહતી. હાલ તેણી એક નિવૃત્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરનો જે લોકપ્રિય રેડિયો શો છે ‘વ્હોટ વુમેન વોન્ટ’ તેના પર નજીકના ભવિષ્યમાં શર્મિલા ટેગોર પણ મહેમાન તરીકે જોવા મળશે. જેનું ટ્રેઇલર પણ આ મહિનાની શરૂઆતમાં ઓનલાઇન લોન્ચ થઈ ચુક્યું છે. આ ઉપરાંત સૈફ અલી ખાન પણ આ શોમાં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ