જલ્સા કરોને જેંતીલાલ

બર્ડ બોક્સ ચેલેન્જ – લોકો પોતાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં, વાંચો શું છે આખી બાબત…

આ વિદેશીઓ અને બીજા ઘણા લોકો સોશિયલ મીડિયામાં એકબીજાને અનેક નવી અને અજીબોગરીબ ચેલેન્જ આપતા જોવા મળે છે. હમણાં થોડા સમય પહેલા નેતા અને અભિનેતા એ એકબીજાને કસરત કરવા માટેની ચેલેન્જ આપતા હતા અને તેની પછી કીકી ચેલેન્જે પણ બહુ બધો ઉપાડો લીધો હતો. હવે હમણાં એક નવી ચેલેન્જ આવી છે તેનું નામ છે Bird Box Challenge. નેટફ્લીક્સ પર આવેલ એક થ્રીલર મુવી એ હમણાં બહુ ચર્ચામાં છે. મુવી એક ખાસ થીમ પર બનાવવમાં આવી છે. આ મુવીથી પ્રેરિત થઈને લોકો રીયલ લાઈફમાં પણ તેવા વિડીઓ બનાવવા લાગ્યા છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા થયા છે પણ આ ચેલેન્જ દરમિયાન અનેક દુર્ઘટનાઓ પણ બનતી જોવા મળી રહી છે. દર્શકોના આવા સ્ટંટ કરતા બચાવવા માટે નેટફ્લીક્સએ એક ચેતવણી આપતો સંદેશો જાહેર કરવો પડ્યો છે.

અમે જે મૂવીની વાત કરી રહ્યા છે તે મુવી છે બર્ડ બોક્સ. આ મુવી નેટફ્લીક્સ પર મુકવામાં આવી છે. આ મુવીને Susanne Bier એ નિર્દેશ કરી છે. આમાં એક ઘટના એવી છે જેમાં એક અમેરિકન મહિલા એ પોતાને અને પોતાના બાળકોને એક રહસ્યમય શક્તિથી બચાવવા માટે આંખ પર પટ્ટી બાંધીને જોખમી મુસાફરી કરે છે. આ રહસ્યમયી શક્તિએ શહેરના બીજા દરેક લોકોને મારી નાખ્યા છે. આમાં વાત એમ છે કે જે પણ લોકો આ શક્તિને જુએ છે તેઓનું મૃત્યુ થઇ જાય છે. અભિનેત્રી Sandra Bullock એ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જો તેણે આ શક્તિને જોઈ લીધી તો તેનું પણ મૃત્યુ થઇ જશે.

એટલે સુધી કે લોકો તો ટેટુ બનાવવા માટે પણ આ ચેલેન્જ લઇ રહ્યા છે.

હવે લોકો આ ફિલ્મ જોઇને અસલ જીવનમાં પણ આ જોખમ કરી રહ્યા છે એટલે કે લોકો પોતાની આંખો પર પટ્ટી બાંધીને અનેક વિડીઓ અને મીમ્સ બનાવી રહ્યા છે અને તેમના આવા વિડીઓ એ સોશિયલ મીડિયામાં બહુ વાઈરલ થઇ રહ્યા છે. લોકો સાથે આ દરમિયાન ઘણી દુર્ઘટના પણ બનતી જોવા મળે છે એટલા માટે લોકોને બચાવવા માટે નેટફ્લીક્સને ટવીટ કરીને ચેતવણી આપવામાં આવી હતી. નેટફ્લીક્સે જણાવ્યું હતું કે “વિશ્વાસ નથી થતો પણ અમારે આ કહેવું પડે છે કે આ બર્ડ બોક્સ ચેલેન્જથી તમે કોઈ પોતાની જાતને તકલીફ આપશો નહિ. અમને ખબર નથી કે આની શરૂઆત કેવીરીતે થઇ, અમે તમારો પ્રેમ સમજીએ છીએ પણ તમે કોઈ પોતાના શરીરને તકલીફ આપશો નહિ અને આવા વિડીઓ બનાવશો નહિ.

ફિલ્મ જોયા પછી ઘણા લોકો પોતાના ઘરમાં પોતાના બાળકો સાથે આંખે પાટો બાંધીને ભાગતા અને ફરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આના અનેક વિડીઓ ફેલાઈ રહ્યા છે.

સંકલન : અશ્વિની ઠક્કર

Exit mobile version