કરીના-બિપાશા વચ્ચે જ્યારે પહેલા થયો હતો ઝઘડો, અને પછી ગુસ્સે ભરાયેલી કરીનાએ કર્યુ કંઇક…

કરીના અને બિપાશા વચ્ચે થઈ હતી મારામારી !

બોલીવૂડમાં તમે હીરો-હીરો વચ્ચેનો ઝઘડો તો બહુ જોયો હશે. આપણે શાહરુખ- સલમાન, આમીર – શાહરુખ, સલમાન – વિવેક વિગેરેના ઘણા ઝઘડાઓ વિષે સાંભળ્યું છે અને તેને લગતી કેટલીક વિડિયો પણ જોઈ છે. અને સાથે સાથે આપણે ઘણી બધી હીરોઈનો વચ્ચેની કેટફાઇટ વિષે પણ અવારનવાર સાંભળતા હોઈએ છે. જો કે હાલના સમયમાં આ કેટફાઇટ ઘણી ઓછી થઈ ગઈ છે અને લોકો પોતાના મતલબથી જ મતલબ રાખે છે.

image source

પણ કેટલાક વર્ષો પહેલા જ્યારે બિપાશાએ ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું અને કરીના કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ પા પા પગલી જ માંડી રહી હતી તે વખતે તેમની વજ્જે જબરજસ્ત ઝઘડો થયો હતો. આજે આ બન્ને હીરોઈન પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગઈ છે. પણ આ વાતનો ઉલ્લેખ હાલમાં જ બિપાશા જ્યારે 41 વર્ષની થઈ તે વખતે થયો હતો અને લોકોને તે વિષે જાણવાની ઘણી આતુરતા પણ થઈ હતી.

image source

વાસ્તવમાં વાત એમ હતી કે બિપાશા ફિલ્મોમાં આવતા પહેલાં એક સુપર મોડેલ હતી. તેની મોડેલીંગ કેરિયર ઘણી સફળ હતી પણ હવે તેણી ફિલ્મોમાં પણ નસીબ અજમાવવા માગતી હતી. અને છેવટે તેણીને 2001માં અબ્બાસ મસ્તાનની ફિલ્મ અજનબીમાં કામ કરવાનો અવસર મળી ગયો. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર અક્ષયકુમારની ઓપોઝિટ જોવામાં આવી હતી. તેની સહ અભિનેત્રી હતી કરીના કપૂર ખાન અને કરીનાની ઓપોઝિટ બોબી દેઓલ હતો. ફિલ્મ એક સુપરહીટ સાબિત થઈ હતી અને ફિલ્મના કલાકારોના ખૂબ વખાણ પણ કરવામાં આવ્યા હતા.

image source

પણ આ ફિલ્મ બિપાશા અને કરીનાની કેટફાઇટ માટે પણ તે વખતે ચર્ચામાં રહી હતી. તે વખતે બન્નેના કોશ્ચ્યુમ વિગેરેને લઈને બન્નેમાં અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી અને છેવટે તેમની વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. એક અહેવાલ પ્રમાણે કરીનાએ ગુસ્સામાં બિપાશાને કાળી બીલાડી કહી દીધું હતું. અને માત્ર તેટલુ જ નહીં પણ કરીનાએ બિપાશાને એક થપ્પડ પણ મારી દીધી હતી. ગમે તેમ કરીને ફિલ્મનું શુટિંગ થઈ ગયું અને મામલો થાળે પડી ગયો.

image source

પણ ત્યાર બાદ બિપાશાએ ફિલ્મફેયરમાં આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તે વિષે ઉલ્લેખ કર્યો હતો. બિપાશાએ કરીના પર વાતનું વતેસર કરવાનો આરોપ મૂક્યો હતો. તેણી તેના આ વર્તનને ઘણી બાલીશ બતાવી હતી. આ ઇન્ટર્વ્યૂમાં તેણીએ એ પણ જણાવ્યું હતું કે તે કરીના સાથે ભવિષ્યમાં ક્યારેય કામ નહીં કરે. ફિલ્મ અજનબી માટે બિપાશાને ફિલ્મફેયરનો બેસ્ટ ડેબ્યુટન્ટનો અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

image source

તો વળી ફિલ્મફેયર મેગેઝિને જ્યારે કરીનાનો ઇન્ટર્વ્યૂ લીધો ત્યારે કરીનાએ બિપાશા પર વળતો આરોપ મૂક્યો કે બિપાશાએ આ કોન્ટ્રાવર્સીનો ઉપયોગ લોકપ્રિયતા મેળવવા માટે કર્યો હતો. જો કે 2008માં કરીના અને બિપાશા વચ્ચેના આ વર્ષો જુના વિવાદનો અંત ત્યારે આવ્યો જ્યારે કરીનાએ પોતાની બર્થડે પાર્ટીમાં બિપાશાને ઇનવાઇટ કરી હતી.

image source

આ પાર્ટીમાં તેમણે એકબીજાને ભેટીને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ તો તે બન્ને ઘણી બધી પાર્ટીઓમાં મળી હતી. બની શકે કે તે બન્ને વચ્ચેનું પેચઅપ સેફ અલી ખાને કરાવ્યું હોય કારણ કે સૈફે રેસ ફિલ્માં બિપાશા સાથે કામ કર્યુ હતું અને તે ફિલ્મ પણ 2008માં જ આવી હતી. જોકે આ અગાઉ કરીના અને અમિષા પટેલ વચ્ચે પણ કેટફાઇટની ચર્ચાઓ ઉડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ