હાય રે બિમારી, કોરોના ગયો નથી ત્યાં બીજો રોગ આવ્યો, GBS નામની ધાતક બિમારીનો ગુજરાતમાં પગપેસારો

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની રસીની વાતો ચાલી રહી છે અને લોકોમાં એક ખુશીનો માહોલ પણ છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે કોરોના જાય એ પહેલાં જ ગુજરાતમાં એક ભયંકર રોગ સામે આવી ગયો છે. એક તરફ કોરોનાનો કહેર દેશભરમાં યથાવત છે. કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લીધું છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જીબીએસ નામનો રોગ દેખાઇ રહ્યો છે. જીબીએસ રોગ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. કોરોના બાદ વધુ એક ઘાતક બિમારીએ એન્ટ્રી લીધી છે.

image source

જો મળવી વિગત પ્રમાણે વાત કરીએ તો જીબીએસ રોગના 15 નવેમ્બરથી કેસ સામે આવ્યા છે. જીબીએસ રોગથી નર્વસ સિસ્ટમની નસોને નુકશાન થાય છે. ગુજરાતમાં 30થી વધુ કેસ સામે આવ્યા છે. ગુડન બારે સીન્ડ્રોમ એક એવો વિકાર છે જે દર્દીના હાથપગ કામ કરતાં બંધ થઈ જાય છે. જો કે સારી વાત એ છે કે બિમારીનો ઈલાજ અશક્ય નથી પરંતુ આ વર્ષે આ બિમારીના કેસ વધુ આવ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. આ બિમારીના કારણે દર્દીને લકવો પણ થઇ જાય છે.

image source

વાત લકવાની છે તો લકવા વિશે પણ થોડું જાણી લઈએ. આયુર્વેદ અનુસાર પેરાલિસિસ એટલે કે લકવો જે એક વાયુ રોગ છે. જેની અસરથી સંબંધિત અંગની શારીરિક પ્રતિક્રિયાઓ, બોલવામાં અને અનુભવ કરવાની ક્ષમતા ખતમ થઇ જાય છે. આયુર્વેદમાં પેરાલિસિસના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે અને તેના માટે કોઇ વિશેષ કારણ જવાબદાર હોતું નથી. પરંતુ તેના અનેક કારણ હોય શકે છે.

લકવો થવાના કારણ

image source

યુવાવસ્થામાં વધારે આનંદ, નશીલા પદાર્થોનું સેવન, આળસ સહિતથી સ્નાયવિક તંત્ર ધીમે-ધીમે કમજોર થઇ જાય છે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે. આ રોગ વધવાની આશંકા પણ વધતી જાય છે. માત્ર આળસું જીવન જીવવાથી નહીં, પરંતુ તેની વિપરિત વધારે ભાગમદોડ, શક્તિથી વધારે મહેનત કે વ્યાયામ, વધારે પ્રમાણમાં આહાર સહિતાના કારણે લકવો થવાની સ્થિતિ થાય છે.

આયુર્વેદ અનુસાર લકવાના પ્રકાર

1- અર્દિત

image source

માત્ર ચહેરા પર લકવાની અસર થવી અર્દિત એટલે ફેશિયલ પેરાલિલિસ કહેવાય છે. તેમા માથા, નાક, હોઠ, આંખો મોં સ્થિર થઇને વળી જાય છે અને તે સ્થિતિ જ સ્થિર થઇ જાય છે.

2- એકાંગધાત

તેને એકાંગવાત પણ કહે છે. આ રોગમાં માથાના બહારના ભાગમાં સમસ્યા થવાથી એક હાથ કે એક પગ કડક થઇ જાય છે અને તેમા લકવો થઇ જાય છે. આ સમસ્યા સુષુમ્ના નાડીમાં પણ થઇ શકે છે. આ રોગ એકાંગધાત એટલે મોનોપ્લેજિયા કહે છે.

image source

3- સર્વાંઘાત

તેમે સર્વાંગવાત રોગ પણ પણ કહે છે. આ રોગમાં લકવાની અસર શરીરના બન્ને ભાગ પર એટલે કે હાથ તેમજ પગ, ચહેરા અને આખા શરીર પર થાય છે. જેથી તેને સર્વાગઘાત એટલે કે ડાયપ્લેજિયા કહે છે.

4- અઘરાંગઘાત

આ રોગમાં કમરથી નીચેના ભાગ એટલે કે બન્ને પગ લકવાગ્રસ્ત થઇ જાય છે આ રોગ સુષુમ્ના નાડીમાં વિકૃતિ આવવાથી થાય છે. જો આ વિકૃતિ સુષુમ્નાના ગ્રીવા ખંડમાં થાય છે તો બન્ને હાથમાં ફણ લકવો થઇ શકે છે. જ્યારે લકવો અપર મોટર ન્યૂરૉન પ્રકારનો હોય છે, ત્યારે શરીરના બન્ને ભાગમાં લકવો થાય છે.

image source

5- બાળ લકવો

બાળકેને થતો લકવો એક તીવ્ર સંક્રામક રોગ છે. જ્યારે એક પ્રકારનો વિશેષ કીડો સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરીને તેને નુકસાન પહોંચાડે છે ત્યારે સુક્ષ્મ નાડી અને માંસપેશીઓને આઘાત પહોંચે છે. જેના કારણથી તેમના અંતર્ગત આવનારી શાખા ક્રિયાહીન થઇ જાય છે. આ બીમારી અચાનક થાય છે અને ખાસ કરીને 6-7 મહીનાની ઉંમરથી લઇને 3-4 વર્ષની વચ્ચેના બાળકોને થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ