જલ્સા કરોને જેંતીલાલ

બીમારી બાદ અમિતાભ બચ્ચનની થઈ આવી હાલત, તેમના ફેન્સ થઈ ગયા ઇમોશનલ….

દર રવિવારે ફેન્સને પોતાના બંગલાની બહાર હાથ ઊંચો કરીને મળવા જવાનો શિરસ્તો અટક્યો. નાદુરસ્ત તબીયતને લીધે અમિતાભે પ્રસંશકોને માટે ટ્વીટ કરીને સાદર સન્માન કર્યું…


બીમારી બાદ અમિતાભ બચ્ચનની થઈ આવી હાલત, તેમના ફેન્સ થઈ ગયા ઇમોશનલ….

બીમાર હોવાને લીધે ફેન્સને મળી ન શક્યા અમિતાભ; ટ્વીટ કરીને આપ્યો ફેન્સને લાગણીભર્યો સંદેશ…

થોડા સમય પહેલાં આવેલી કરિના કપૂર અને અર્જૂન કપૂરની ફિલ્મ કિ એન્ડ કા જોયું હશે ને તમે? એમાં એક દ્રશ્ય છે જેમાં જયા બચ્ચન કહે છે કે તો શું થાત કે દર રવિવારે હું ફેન્સ સામે બાલ્કનીમાં ઊભીને વેવ કરતી હોઉં અને તમે ઘર સંભાળતા હોત! યાદ છે એ સીન?

જી અમિતાભ બચ્ચન વર્ષોથી તેમના ફેન્સને દર રવિવારે આ રીતે મળે છે અને તેમનો આભાર માને છે. તેની પાછળનું કારણ છે ફિલ્મ કૂલીના ફાઈટિંગ શૂટિંગમાં જ્યારે તેમને ગંભીર ઇજા થઈ હતી ત્યારે આખા દેશે તેમને સાજા થવાની પ્રાર્થના કરી હતી.

લાખો લોકોની દુવાઓ કામ લાગી એટલે તેમનો આભાર આ રીતે માને છે.

હાલમાં ફરી તેઓના બીમાર હોવાના સમાચારે પ્રસંશકો ચિંતામાં મૂકાયા છે. આગામી ફિલ્મની સ્ક્રીપ્ટ રીડિંગ સેશનમાં પહોંચ્યા ત્યારના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે અને જેમાં તેમણે સર્વાઈકલ પેઈન રિલિફ માટેનો ગળામાં પટ્ટો પહેર્યો છે. તેમણે ગાડીમાંથી ઉતરતી ઉતરતી વખતે હાથમાં ફાઈલ પણ પકડેલી દેખાઈ રહી છે.

તેમની આગામી ફિલ્મની સ્ક્રીપ્ટ કોર્ટરૂમ ડ્રામા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રૂમી ઝાફરીના દિર્ગદર્શન હેઠળની આ ફિલ્મમાં તેમની સાથે ઇમરાન હાસ્મી પણ દેખાશે તેવું કહેવાય છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિતના ઘરે આખી ફિલ્મની સ્ટારકાસ્ટ એકઠ્ઠી થઈ હતી.

અમિતાભની સાથે ઇમરાન હાસ્મી, રીયા ચક્રવતી અને કૃષિ ખરબંદા પણ પહોંચ્યા હતા. તેમને ઘરમાં પ્રવેશતાં જોઈને પત્રકારોએ ફોટોઝ લેવાનું શરૂ કરી દીધું હતું.

તેમને ફોટોઝ લેતાં જોઈને ફિલ્મના નિર્માતા આનંદ પંડિતથી પણ રહેવાયું નહીં અને તેમના ઘરની બહાર આવી ગયા અને પોઝ આપવા લાગ્યા હતા.

માનવામાં આવે છે કે આ ફિલ્મમાં તેઓ વકીલની ભૂમિકામાં દેખાશે. હાલમાં તેઓ પીંક અને બદલામાં નીભાવી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલીવાર ફિલ્મ મહાનમાં વકીલના રોલમાં દેખાયા હતા. જેમાં તેઓએ ડબલ રોલ કર્યો હતો. આ નવી ફિલ્મમાં ઇમરાન હાસ્મી ધનવાન બીઝનેસમેનની ભૂમિકા નીભાવશે એવા સમાચાર પણ છે.

સદીના મહાનાયક અને મેન ઓફ મિલેનિયમ કહેવાતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જૈફ વયે જેટલા પોતાના કામ પ્રત્યે કટિબદ્ધ છે તે જોઈને દરેક વ્યક્તિએ તેમની પાસેથી મહેનત અને પ્રમાણિકતાના પાઠ શીખવા જેવા છે. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં એમને ઓળખતી દુનિયાની દરેક વ્યક્તિ એમના સદગુણોને લીધે તેમને આદર્શ માને છે. એવો એક વ્યક્તિ નહીં જોવા મળે કે જેને અમિતાભ બચ્ચન માટે સન્માન ન હોય.

હાલમાં પહેલી મેથી કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૧નું એલાન થઈ ગયું છે. ઓડિશન માટેની પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન ખુલી ગયું છે અને દરરોજ રાતે ૯ વાગ્યે એક પ્રશ્ન સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન પર પ્રસ્તુત થાય છે.

અહીં તેઓ પ્રયત્નો કરવા માટે હાર ન માનવાનું દર્શકોને કહે છે. અને ભરોસો આપે છે કે પ્રયત્ન કરશો તો જરૂર સફળ થશો જ. આ કાર્યક્રમને બે દાયકા પૂર્ણ થશે તેમ છતાં તેની લોકપ્રિયતા અને અમિતાભ બચ્ચનનો જાદુ જરા પણ ઓસર્યો નથી.

તેઓ આ સમયમાં આગામી બીગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું કરીને ફરી નવી ફિલ્મ અને અન્ય પ્રોજેક્ટ પર કામ પણ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની ઉમર અને ઊર્જાને જોઈને આપણને પણ નવાઈ લાગે છે કે તેઓ આટલા વ્યસ્ત સિડ્યુલમાં કઈરીતે તેમની તબીયત સંભાળી શકે છે!

દરમિયાન તેમના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. એમનો પોતાના બંગલા જલ્સાની બહારની બાલ્કનીમાંથી ફેન્સને મળવાનો વર્ષો જૂનો શિરસ્તો આ રવિવારે અટક્યો હતો. તેમની નાદૂરસ્ત તબીયતના સમાચાર એટલા તો ઝડપથી ફેલાઈ ગયા કે લોકોની ભીડ તેમના ઘરની સામે આવીને ભેગી થઈ ગઈ હતી. ફેન્સની લાગણીને માન આપીને અમિતાભ બચ્ચને એક લાગણીસભર ટ્વીટ કર્યું હતું.

તેમાં તેમણે લખ્યું હતું, “મને ખબર નહોતી કે રવિવારે જલસાના દરવાજા પર આપ સૌને ન મળી શકવાથી આપ સૌને આટલી ચિંતા થશે અને, તે એક મોટા સમાચાર બનશે! તમારા બધાના પ્રેમ અને આદરનો સન્માન કરું છું.”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version