જલ્સા કરોને જેંતીલાલ

બીમાર પિતાને સાયકલ પાછળ બેસાડીને દીકરી લઇ ગઇ પોતાના વતન, વાંચો એક દીકરીને પિતા પરની અદભૂત લાગણીઓ વિશે તમે પણ

15 વર્ષની દીકરીના શૌર્ય અને હિંમતની અદભૂત વાત.

દિલ્હીના ગુડગાવમાં રહેલા બંસીલાલ ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રિક્ષાનો અકસ્માત થતા બંસીલાલ પથારીવશ થયા. 7માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની દીકરી જ્યોતિ પિતાનું તમામ રીતે ધ્યાન રાખતી અને સારવાર કરતી.

image source

લોકડાઉનના કારણે મકાન ભાડું ન ચૂકવી શકતા સામાન્ય મકાનમાં રહેતા મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું. દીકરી જ્યોતિએ અન્ય કોઈ આશ્રયસ્થાનમાં રહેવાના બદલે વતનમાં જવાનું નક્કી કર્યું. બિહારમાં આવેલું વતન દરબંગા 1200 કિમી. દૂર હતું. બિહાર તરફ જતા ટ્રકવાળાનો સંપર્ક કર્યો તો તેણે ભાડાના 6000 રૂપિયા કહ્યા. આટલી રકમ એમની પાસે હતી નહિ એટલે નાની દીકરીએ વતન જવા માટેનો બીજો રસ્તો વિચાર્યો.

image source

અકસ્માતનો ભોગ બનેલા પિતાને સાયકલ પર બેસાડીને વતન જવાનું જ્યોતિકુમારીએ નક્કી કર્યું. પિતાએ સમજાવી કે ‘બેટા, આ કાંઇ 15-20 કિલોમીટર નથી જવાનું પણ 1200 કિમી દૂર જવાનું છે. 15 વર્ષની દીકરીએ હિંમતપૂર્વક કહ્યું કે ભલે 1200 કિમી કાપવાના હોય હું તમને પહોંચાડી દઈશ.

image source

ઘરમાં સાયકલ પણ નહોતી એટલે 500 રૂપિયામાં સાયકલ લીધી અને પિતાને પાછળની સીટ પર બેસાડીને 7માં ધોરણમાં ભણતી દીકરી વતન જવા નીકળી પડી. તા.10મી મેના રોજ એણે યાત્રા શરૂ કરી અને 7 દિવસમાં 1200 કિમીનું અંતર કાપીને જ્યોતિ એના પિતા સાથે વતનના ગામમાં પહોંચી.

દિલ્હીથી નીકળ્યા ત્યારે સાથે માત્ર 600 રૂપિયા હતા. રાત-દિવસ જ્યોતિએ સાયકલ ચલાવી. 2-3 કલાક સાયકલ ચલાવ્યા બાદ રસ્તામાં આવતા પેટ્રોલપંપ પર ઉભા રહીને થોડો આરામ કરી લે અને ફરીથી સાયકલ ચલાવવા માંડે. રસ્તામાં આવતી રાહત છાવણીઓમાં ભોજન કરી લે અને યોગ્ય જગ્યા મળે ત્યારે થોડી ઊંઘ કરી લે. આવી રીતે મુસાફરી કરીને પોતાના પિતા સાથે આ દીકરી વતનના ગામ પહોંચી ગઈ અને તબીબી તપાસ કરાવીને કવોરંટાઇન પણ થઈ.

શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવેલી આ વર્તમાન યુગના શ્રવણ સમી દીકરીએ પિતાને 1200 કિમીની સાયકલયાત્રા કરાવીને વતન પહોંચાડ્યા.

દીકરી તારી હિંમત, શૂરવીરતા અને પિતૃપ્રેમને ક્યાં શબ્દોમાં વ્યક્ત કરવા !

સૌજન્ય : શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version