પ્રાઇવેટ આઇલેન્ડ, પ્રાઇવેટ જેટ ધરાવતા બિલ ગેટ્સ આટલા અરબના છે માલિક, જોઇ લો તસવીરોમાં કેવી જીવે છે જીંદગી

વિશ્વની સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ હાલના સમયમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે. બિલ ગેટ્સન પોતાના અંગત જીવનના લીધે હાલમાં ચર્ચામાં રહ્યા છે. બિલ ગેટ્સએ પોતાની પત્ની મલિન્ડાની સાથે લગ્ન કરી લીધાના ૨૭ વર્ષ બાદ છૂટાછેડા લીધા છે જેના લીધે બિલ ગેટ્સ હાલમાં ચર્ચામાં રહ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટ્સ છેલ્લા ઘણા બધા વર્ષોથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં નામ સામેલ રહ્યું છે. આટલી વિશાળ સંપત્તિના માલિક હોવા છતાં પણ અન્ય અરબપતિઓની તુલનામાં બિલ ગેટ્સ ઓછા મોજશોખની જીવન પસાર કરે છે. હવે જાણીશું આ લેખમાં બિલ ગેટ્સએ પોતાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં કર્યું છે?

કેટલાક હોલીવુડ સુપરસ્ટાર્સ, પ્રસિદ્ધ એથ્લીટસ અને રિચર્ડ બ્રેન્સેન જેવા બિઝનેસમેનની જેમ બિલ ગેટ્સ પાસે પણ પોતાનો એક શાનદાર પ્રાઈવેટ આઈલેંડ ધરાવે છે. વેલ્થ એક્સના જણાવ્યા મુજબ, બિલ ગેટ્સનો આ પ્રાઈવેટ આઈલેંડ બેલીઝમાં સ્થિત છે. બિલ ગેટ્સના આ આઈલેંડનું નામ ગ્રેંડ બોગ કાય છે. બિલ ગેટ્સએ ગ્રેંડ બોગ કાય આઈલેંડ ૨૫ મીલીયન ડોલર્સ એટલે કે, અંદાજીત ૧૮૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

બિલ ગેટ્સ પાસે પોતાના પ્રાઈવેટ આઈલેંડ હોવાની સાથે જ પ્રાઈવેટ જેટ પણ ધરાવે છે. બિલ ગેટ્સના પ્રાઈવેટ જેટનું નામ બોમ્બર્ડી યર બીડી 700 ગ્લોબલ એક્સપ્રેસ છે. વેલ્થ એક્સના જણાવ્યા મુજબ બિલ ગેટ્સના આ પ્રાઈવેટ જેટની કીમત ૧૯.૫ મીલીયન ડોલર્સ એટલે કે, અંદાજીત ૧૪૫ કરોડ રૂપિયા છે.

બિલ ગેટ્સ સ્પોર્ટ્સ કાર ચલાવવાનો શોખ ધરાવે છે. જેના લીધે બિલ ગેટ્સના કાર કાફલામાં આપને પોર્શની પ્રીમીયમ બ્રાંડને ખુબ જ પસંદ કરે છે. બિલ ગેટ્સ પાસે જગુઆર એક્સેઝે સિક્સ, પોર્શ કારેરા ક્રેબિયોલેટ 964, ફરારી 348 અને પોર્શ 959 કૂપ જેવી લક્ઝુરીયસ કાર્સનો કાફલો ધરાવે છે.

બિલ ગેટ્સએ વર્ષ ૧૯૯૪માં લિઓનાર્ડો દા વિન્સીની એક પેઈન્ટીંગ ખરીદવા માટે ૩૦ મીલીયન ડોલર ચૂકવ્યા હતા. એટલું જ નહી, બિલ ગેટ્સએ વિસ્લો હોમરની લોસ્ટ ઓન ધ ગ્રેંડ બૈંકસ પેઇન્ટિંગ માટે ૩૬ મીલીયન ડોલર ચુકવવામાં આવ્યા હતા. જયારે જોર્જ બેલાની પોલો ક્રાઉડ પેઈન્ટીંગ માટે ૨૮ મીલીયન ડોલર ચૂકવી દીધા છે

એટલું જ નહી, બિલ ગેટ્સ જે ઘરમાં રહે છે તે એક આલીશાન હવેલી છે. ૬૬ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ બંગલો વોશિંગ્ટનના મેડીનામાં આવેલ છે બિલ ગેટ્સની આ સંપત્તિણી કીમત અંદાજીત ૬૫ મિલિયન ડોલર્સ જેટલી છે. બિલ ગેટ્સ પાસે આના સિવાય કેલિફોર્નિયા, ડેલ અર અને ઈન્ડીયન વેલ્સમાં પણ પ્રોપર્ટી ધરાવે છે.

બિલ ગેટ્સ દ્વારા સૌથી વધારે રોકાણ કાસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કરવામાં આવ્યું છે. પ્રાપ્ત રીપોર્ટ મુજબ, કાસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં બિલ ગેટ્સ ૩૦ બિલિયન ડોલર્સના સ્ટેક ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!