એક ક્લિક કરીને જોઇ લો તમે પણ આ લિસ્ટમાં, પૈસાના મામલે કોણ વધી ગયુ બિલ ગેટ્સ કરતા..

વિશ્વના એવા ધનાઢ્ય લોકો જે સંપત્તિના મામલામાં બિલગેટ્સને પણ પાછળ પાડી દે છે, બિલગેટ્સથી પણ ધાનાઢ્ય છે આ લોકો ! તો પછી શા માટે તેમની ગણતરી ફોર્બ્સની યાદીમાં નથી કરવામાં આવતી ?

image source

આપણા વડિલો આપણને હંમેશા શીખામણ આપતા હોય છે કે રૂપિયો કેટલો કમાવો છો તેના કરતાં વધારે મહત્ત્વનું છે કેવી રીતે કમાવો છો. આપણી આસપાસ એવા ઘણા બધા લોકો છે જેમાં કેટલાક લોકો રાત દીવસ પરસેવો પાડીને સંપત્તિ ભેગી કરતા હોય છે તો વળી કેટલાક લોકો એવા હોય છે જે રાતોરાત પૈસાદાર બની જતાં હોય છે. આજે અમે પણ એવા જ લોકો વિષે તમને જણાવીશું જે બિલ ગેટ્સ, જેફ બેજોઝ કે પછી મુકેશ અંબાણી કરતાં પણ ક્યાંય વધારે ધનવાન છે પણ તેમના કામના કારણે તેમની ગણતરી કોઈ જ યાદીમાં કરવામાં નથી આવતી.

પાબ્લો એસ્કોબાર

115 બિલિયન અમેરિકન ડોલર

image source

જો તમે વેબસીરિઝ જોતા હોવ અને સબટાઇટલવાળા ઇન્ટરનેશનલ ઇન્ટ્રેસ્ટીંગ શો જોવાનું પણ પસંદ કરતાં હોવ અને તમે ‘નારકોસ’ સીરીઝ જોઈ હશે તો તમે બાબ્લો એસ્કોબારને સારી રીતે જાણી ગયા હશો. તે વિશ્વની સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ધરાવતો હતો અને એક વખતે તો તેને વિશ્વનો સૌથી ધનાડ્ય વ્યક્તિ પણ માનવામાં આવતો હતો. જો કે આ બધા જ રૂપિયા તેની પાપની કમાણી જ કહેવાય અને માટે જ તેનું નામ ક્યારેય ફોર્બ્સની યાદીમાં સમાવવામાં નહોતું આવ્યું.

image source

પણ આ જ પાપની કમાણીના પ્રતાપે તેની પાસે તેના પોતાના ડઝનો પ્રાઇવેટ પ્લેન્સ હતા, વિશાળ લક્ઝરિયસ વીલાઓ હતી, અને લક્ઝરિયસ યાટ પણ તે ધરાવતો હતો. તમને આશ્ચર્ય થશે કે તે પોતાના એક ઘરમાં ઝૂ પણ ધરાવતો હતો અને સાથે સાથે એરપોર્ટ પણ ધરાવતો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાબ્લો એસ્કોબાર પાસે એટલા બધા રૂપિયા હતા કે તે મહિનાના 2500 અમેરિકન ડોલર એટલે કે લગભગ 180000 રૂપિયા તો પોતાના રૂપિયાના બંડલ બાંધવાના રબ્બર પાછળ ખર્ચી નાખતો હતો.

કીમ જોંગ ઉન

170 બિલિયન અમેરિકન ડોલર

image source

આપણે જ્યારે ક્યારેય કીમ જોંગ ઉનની વાત સાંભળીએ કે તરત જ આપણને તેનો આક્રમક અને તાનાશાહ જેવો ચહેરો દેખાય છે. કીમ જોંગ ઉન નોર્થ કોરિયાનો શાશક છે. અને ત્યાં બેઠા બેઠાં તે વારંવાર અમેરિકાના નાકમાં દમ લાવી દે છે. આજે નોર્થ કોરિયામાં હજારો લોકો ભૂખે મરી રહ્યા છે. પણ કીમ જોંગ ઉન અઢળક સંપત્તિ ધરાવે છે. કીમ જોંગ ઉન નોર્થ કોરિયાની લગભગ બધી જ મિલકતોનો એકલો માલિક છે ! અને તેની આ મિલકતની કીંમત લગભગ 170 બિલિયન અમેરિકન ડોલર્સ થાય છે.

મુઆમ્માર ગદ્દાફી

180 બિલિયન અમેરિકન ડોલર્સ

image source

લિબિયાનો આ તાનાશાહ જ્યારે સત્તા પર હતો તે વખતે તેણે પોતાના ભ્રષ્ટાચારથી અઢળક રૂપિયો પોતાના કબજામાં કરી લીધો હતો. 2011માં ગદ્દાફી પાસે 180 બિલિયન અમેરિકન ડોલર્સની સંપત્તિ હતી. પોતાના શાસન દરમિયાન તેણે દેશ પાસેથી રૂપિયા લીધા અને પોતાની પાછળ જ ખર્ચે રાખ્યા, તેણે આ રૂપિયા વિશ્વની વિવિધ બેંકોમાં મૂક્યા અને સમગ્ર વિશ્વમાં કંઈ કેટલાએ સેંકડો કરોડોના રોકાણો કર્યા.

વ્લાદીમીર પુતિન

200 બિલિયન અમેરિકન ડોલર

image source

વ્લાદીમીર પુતિન જેને આપણે કોણ જાણે કેટલાએ સમયથી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે જોઈએ છીએ. જેમ રશિયાની સત્તા પર તેણે કાયમ માટે કબજો જમાવી લીધો છે તેવી જ રીતે તેના શરીરની ફીટનેસ જોતાં તેણે યુવાની પર પણ કબજો જમાવી લીધો છે.

image source

રશિયન રાષ્ટ્રપતિ પુતિન આજે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ છે. તેનો સમાવેશ ભલે ફોર્બ્સની સૌથી વધારે ધનવાન લોકોની યાદીમાં ન થતો હોય પણ સૌથી વધારે શક્તિશાળી લોકોની યાદીમાં તેનો પ્રથમ ક્રમાંક છે. તેની પાસે લાખો ડોલર્સની ઘડિયાળ છે તો કરોડોની યાટ્સ તેમજ મહેલ જેવા ઘરો છે. રશિયાના માલેતુજાર બિઝનેસમેનો પુતિનના એક ઇસારે તેના ખીસ્સામાં કરોડો ડોલર્સ ઠાલવે છે.

રોથ્સચાઇલ્ડ (Rothschild) ફેમિલી

2 ટ્રીલીયન અમેરિકન ડોલર

image source

આ કોઈ વ્યક્તિ નહીં પણ એક કુટુંબ છે. આ કુટુંબ દુનિયાનું અત્યંત રહસ્યમયી કુટુંબ છે. કહેવાય છે કે વિશ્વમાં જે કોઈ રાજકીય ઐતિહાસિક ઘટનાઓ ઘટે છે તેના માટે તે જ જવાબદાર છે. એટલે કે ઇતિહાસમાં ઘટી ગયેલી દરેક રાજકિય ઘટના તેમની યોજના દ્વારા જ પાર પાડવામાં આવી છે. અને કહેવાય છે કે તેમની વિરુદ્ધ ઘણા બધા ષડયંત્રો પણ રચવામાં આવ્યા હતા. પણ તમને જણાવી દઈએ કે આ કુટુંબના કેટલાક સભ્યો તો બીલગેટ્સ કરતાં પણ વધારે ધનાઢ્ય છે.

image source

એવા કેટલાક પુરાવાઓ પણ મળ્યા છે જે દર્શાવે છે કે આ કુટુંબ વિશ્વની ઘણી પોલીટીકલ પ્રવૃત્તિઓ માટે ફંડ પુરુ પાડે છે. કહેવાય છે કે આ કુટુંબની નેટવર્થ 2 ટ્રીલીયન ડોલર કરતાં પણ વધારે છે. તે મૂળે એક યહુદી જર્મન ફેમિલિ છે. તેમણે અઢારમી સદીની શરૂઆતમાં યુરોપમાં બેંકીગ તેમજ ફાયનાન્સ હાઉસ સ્થાપ્યું હતું.

માંસા મુસા – 400 ટ્રીલીયન ડોલર્સ

image source

આ વ્યક્તિના મૃત્યુને સૈકાઓ થઈ ગયા પણ તે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ હતો જેને આજના જમાનામાં પણ કોઈ પાછળ પાડી શકે તેમ નથી. તેની કુલ સંપત્તિ 400 ટ્રીલીયન ડોલર્સ હતી. જો કે તેનું નામ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. તે પશ્ચિમ આફ્રિકન સામ્રાજ્યનો સુલતાન હતો. અને તેના કારણે જ તે સમગ્ર પશ્ચિમ આફ્રિકાનો માલિક હતો એટલે કે પશ્ચિમ આફ્રિકાની જમીનો તેની ઉપજ તે બધાનો તે એકલો માલિક હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ