બિલ ગેટ્સના રોયલ સુપર યાટની જોઇ લો તસવીરો, નહિં હટે તમારી નજર

બિલ ગેટ્સનું નામ તો તમે સાંભળ્યું જ હશે. હા, એ જ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર હોવાની સાથે સાથે બિલ ગેટ્સ દુનિયાનાં સૌથી વધુ પૈસાદાર માણસ પણ છે.

image source

તાજેતરમાં જ એમણે એક વિશાળ અને લકઝરી કે રોયલ કહી શકાય તેવું જહાજ ખરીદ્યું છે.જો કે તેનું નામ ” સુપર યાટ ” છે પણ આપણે દેશી ભાષામાં તેને જહાજ તરીકે જ ઓળખીએ છીએ. આ જહાજ સામાન્ય જહાજથી ક્યાંય અલગ અને અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જેથી આજકાલ શોસ્યલ મીડિયામાં આ જહાજની તસવીરો અને ચર્ચાઓ ખુબ વાયરલ થઇ રહી છે.

image source

આ જહાજ કેટલું આધુનિક છે એ તમે એની કિંમત જાણીને જ સમજી જશો. આ સુપર યાટની કિંમત 645 મિલિયન એટલે કે લગભગ 4600 કરોડ છે.

એક સમય હતો જયારે બિલ ગેટ્સ યાટ ભાડે લેતા હતા

રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સને પહેલાથી જ યાટનો શોખ છે. આ પહેલા ગરમીની સીઝનમાં રજાઓ ગાળવા તેઓ ભાડે યાટ લેતા હતા. પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં જયારે તેણે ” મૌનેકો યાટ શો ” દરમિયાન આ સુપર યાટ જોઈ ત્યારથી તેનું મન આ યાટ ખરીદવાનું હતું.

image source

આ છે તેની ખાસિયત

આ સુપર યાટનું ઇંધણ લીકવીડ હાઇડ્રોજન હોવાથી તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. યાટની લંબાઈ 370 ફૂટ છે જેમાં 5 ડેક છે જેને કારણે યાટમાં જગ્યાનો અભાવ અનુભવતો જ નથી ઉલટાની વિશાળતા અનુભવાય છે.

આટલું બધું છે સુપર યાટ પર

image source

આ સુપર યાટમાં કઈ કઈ સુવિધા છે તે અંગે વાત કરીએ તો યાટમાં 14 મહેમાનો અને 31 ક્રૂ મેમ્બરો માટે એક જિમ, યોગા સ્ટુડિયો, બ્યુટી રૂમ, મસાજ પાર્લર અને પાછળના ડેક પર એક કેસકેડિંગ પુલની સુવિધા પણ છે. એ સિવાય તેમાં 4 ગેસ્ટ રૂમ, 2 વીઆઈપી સ્ટેટ રૂમ અને એક પેવેલિયન પણ છે.

આટલી છે સુપર યાટની સ્પીડ

image source

આ સુપર યાટમાં હોમ સિનેમા થિયેટર પણ છે જેમાં એક સાથે 20 લોકો આરામથી સિનેમાની મજા માણી શકે છે. રિપોર્ટ અનુસાર આ સુપર યાટની સ્પીડ 32 કિલોમીટર પ્રતિ કલાકની છે.

સુપર યાટનું નામ છે એકવા

image source

આ જહાજને સામાન્ય ભાષામાં તો સુપર યાટ જ કહેવામાં આવે છે પણ આ ખાસ યાટને ” એકવા ”
નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ પણ છે કે એક વખત આ સુપર યાટની ટાંકી ઇંધણથી ફૂલ ભરી દેવામાં આવે તો તે લગભગ 6437 કિલોમીટર સુધી ચાલી શકે છે.

ડિઝાઇન પણ છે ખાસ

image source

આ સુપર યાટનો આગળનો ભાગ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેમાં બેસેલા યાત્રિકોને 360 ડિગ્રીનો નજારો જોવા મળે.

2024 માં કરી શકાશે સવારી

image source

રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સને આ સુપર યાટ વર્ષ 2024 માં મળશે. આ યાટને બનાવનાર કંપનીના કહેવા મુજબ આ સુપર યાટ બનાવતા અંદાજિત 4 વર્ષ જેટલો સમય લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ