જલ્સા કરોને જેંતીલાલ

બીલીપત્ર ચડાવવાથી ભગવાન શંકર થાય છે પ્રસન્ન, દૂર કરે છે દુઃખ અને સંકટ, જાણી લો બીલીપત્ર ચડાવવાના નિયમો

હિન્દી પંચાંગ અનુસાર શ્રાવણ મહિનો 25 જુલાઈ 2021થી શરૂ થશે. શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. કહેવામા આવે છે કે મહાદેવ શ્રાવણ માસમાં ભક્તોની પૂજાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ કારણે આખા શ્રાવણ મહિનામાં લોકો મહાદેવની વિધિ વત પૂજન કરે છે અને એમની મનગમતી વસ્તુઓ અર્પિત કરે છે. જેનાથી એ પોતાના ભક્તો પર અતિ પ્રસન્ન થઈને એમના બધા દુઃખો અને સંકટો હરી લે છે. આ જ મનગમતી વસ્તુઓમાંથી એક છે બીલીપત્ર જે મહાદેવને ખૂબ જ પ્રિય છે.

image source

ધાર્મિક માન્યતા છે કે બીલીપત્ર ચડાવ્યા વગર શિવની પૂજા પુરી નથી થતી. એવી માન્યતા છે કે શિવલિંગ પર બીલીપત્ર અર્પિત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

બીલીપત્ર ચડાવવાના નિયમો.

image source

એવું માનવામાં આવે છે બીલીપત્ર વિશનું નાશક છે. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને ભગવાન શિવ દ્વારા પીધા પછી એમનું શરીર ખૂબ જ ગરમ થઇ ગયું હતું. ત્યારે દેવી દેવતાઓએ વિષની ગરમીને શાંત કરવા માટે બીલીપત્ર ખવડાવ્યું અને પાણીથી નવડાવતા રહ્યા. ત્યારે ભગવાન શિવની વિષની ગરમીમાંથી રાહત મળી. ત્યારથી ભગવાન મહાદેવને બીલીપત્ર અર્પિત કરવાની પ્રથા ચાલતી આવી છે. પરંતુ બીલીપત્ર ચડાવતી વખતે આ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

ભગવાન મહાદેવને કે પછી શિવલિંગ પર હંમેશા ત્રણ પાન વાળું જ બીલીપત્ર ચડાવો.

image osucre

બીલીપત્ર ક્યાંયથી પણ ફાટેલું કે કપાયેલું ન હોવું જોઈએ.

બીલીપત્ર ચડાવતા પહેલા એને ખૂબ જ સરસ રીતે પાણીમાં ધુઓ એ પછી જ ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરો.

જ્યારે પણ ભોલેનાથને બીલીપત્ર ચડાવો તો એ વાતનું ધ્યાન રાખો કે બીલીપત્ર ચડાવ્યા પછી જળ જરૂર અર્પણ કરો.

બીલીપત્ર ચડાવતી વખતે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરો.

બીલીપત્રનો વિશેષ પ્રયોગ

image source

108 બીલીપત્ર ઉપર ચંદનથી રામ લખીને શિવલિંગ પર ચડાવવાથી વિવાહ સંબંધી પ્રશ્નો હલ થાય છે.

ગંભીર બીમારી હોય ત્યારે તેમાંથી મુક્ત થવા માટે ચંદન મિક્સ કરેલા જળમાં અથવા તો ચંદનના અત્તરમાં બીલીપત્ર બોળીને 108 બીલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી રોગી સ્વસ્થ બને છે.

બીલીપત્રનો રસ આંખમાં નાખવાથી આંખનું તેજ વધે છે.

image soucre

બીલીપત્રનો ઉકાળો પીવાથી ઉધરસમાં રાહત મળે છે.

સવારમાં 11 બીલીપત્રનો રસ પીવાથી માથાનો દુખાવો જડમાંથી દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version