બિલિ પત્રનો આ રીતે કરો ઉપયોગ, અને દૂર કરી દો સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને

બીલીનું ઝાડ

શું આપ જાણો છો?

-બીલી પત્ર આ જ નામના ફળના પાંદડા છે જેનો પૂજામાં કરવામાં આવે છે.

-આયુર્વેદમાં બીલીને અત્યંત ગુણકારી ફળ માનવામાં આવે છે.

-આ એક એવું ફળ છે જેના પાંદડા, મૂળ અને છાલ પણ ઉપયોગી છે.

-ખાવામાં કે શરબત બનાવવા માટે ખેતર અને બાગમાં ઉગાડવામાં આવતા બીલીનો ઉપયોગ થાય છે જયારે દવા બનાવવા માટે જંગલી બીલીનો ઉપયોગ થાય છે.

image source

ઉષ્ણ કટીબંધીય ફળ બીલીનું વ્રુક્ષ હિમાલયની તળેટી, મધ્ય અને દક્ષીણ ભારત, બિહાર તથા બંગાળમાં ગાઢ જંગલોમાં વધારે મળી આવે છે. ચૂર્ણ વગેરે ઔષધીય પ્રયોગમાં બીલીના કાચા ફળ, મુરબ્બા માટે અર્ધ પાકા ફળ અને શરબત માટે પાકા ફળનો ઉપયોગ કરવામાં આવે છે.

ગરમી અને પેટના રોગોથી મુક્તિ અપાવનાર, સંસ્કૃતમાં ‘બિલ્વ’ અને હિન્દીમાં ‘બેલ’ નામથી પ્રસિદ્ધ છે. આ ફળ મહારાષ્ટ્ર અને બંગાળમાં ‘બેલ’ના નામે જાણવામાં આવે છે જયારે કોંકણમાં ‘લોહગસી’ ના નામે જાણીતું છે તો ગુજરાતમાં ‘બીલી’ના નામે જાણવામાં આવે છે, આ ફળ ને પંજાબમાં ‘વેલ’ અને ‘સીફ્લ’ ના નામે જાણવામાં આવે છે. જયારે સંથાલમાં ‘સિંજો’ અને કાઠીયાવાડમાં ‘થીલકથ’ નામથી જાણવામાં આવે છે.

image source

બીલીના અર્કને ‘બીલ્વપેશીકા’ કે ‘બિલ્વકર્કટી’ કહે છે જયારે આ અર્ક સુકાઈ જાય તો તેને ‘બેલ સુંઠ’ કે બેલગીરી’ કહેવામાં આવે છે.

બીલીના વ્રુક્ષ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા હોય છે અને બીલીના પાન ત્રણ તો ક્યારેક ક્યારેક પાંચ પાંચયુક્ત હોય છે. તીખા સ્વાદ વાળા આ પાનને મસળવાથી એક વિશેષ ગંધ નીકળે છે. ઉનાળામાં બીલીના પાન ખરી જાય છે પરંતુ મે મહિનામાં ફરીથી ફૂલો લાગી જાય છે, જેમાં આવતા વર્ષે માર્ચ-મે સુધીમાં ફળ તૈયાર થઈ જાય છે. બીલીના ફળ કડક અને ચીકણા ફળકવચ કાચી અવસ્થામાં લીલા રંગના હોય છે અને પાકી જવા પર આ ફળ પીળા સોનેરી રંગના થઈ જાય છે. આ બીલી ફળનું જયારે કવચ તોડવામાં આવે છે તો અંદરથી પીળા રંગનો સુગંધિત અને મીઠો અર્ક નીકળે છે જે ખાવા માટે અને શરબત બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ‘જંગલી બીલી’ના વ્રુક્ષમાં કાંટા વધારે અને ફળ નાના હોય છે.

image source

બીલીના ફળમાં ‘બિલ્વન’ નામનું કે ‘માર્મેસોલીન’ નામનું તત્વ એક મુખ્ય સક્રિય ઘટક તત્વ હોય છે. ઉપરાંત અર્કમાં લબાબ, પેક્ટીન, સુગર, કષાયીન અને ઉત્પત તેલ મળી આવે છે. તાજા પાંદડા માંથી મળેલ પીતાભ-લીલા રંગનું ઉત્પત તેલ સ્વાદમાં તીખું અને સુગંધિત હોય છે. બીલીનું કાચું ફળ ઉતેજ્ક પાચન ગ્રહણ, લોહીને રોકવાનું- પાકા ફળ કષાણ, મધુર અને મૃદુ રેચક અને પાંદડાનો રસ જખમ ઠીક કરવા માટે, વેદના દુર કરવા માટે, તાવ નષ્ટ કરવા માટે, ખાંસી અને શ્વાસના રોગને દુર કરવા માટે અને પેશાબમાં સુગરને ઘટાડવા માટે મદદગાર સાબિત થાય છે. બીલીની છાલ અને મૂળ જખમ, કફ, તાવ, ગર્ભાશયના જખમ, નાડીની અનિયમિતતા, હ્રદય રોગ વગેરેને દુર કરવામાં બીલી ખુબ મદદગાર સાબિત થાય છે.

બીલ્વાદી ચૂર્ણ, બિલ્વ તેલ, બીલ્વાદી ધૃત, બૃહદ ગંગાધર ચૂર્ણ, બિલ્વ પંચક ક્વાથ વગેરે ઔષધિઓમાં પ્રયુક્ત થવાવાળા બીલી ફળોનું વધારે સેવન અર્શ(બવાસીર)ના રોગીયો માટે અહિતકારક થાય છે. એના વધારાના અર્કમાં બીજ બે પરતોની વચ્ચે હોય છે, જેમાં લેસદાર દ્રવ્ય હોય છે. આ પરતો અને બીજ સહિત ના કાઢવાથી મોઢામાં છાલા થઈ જવાની સંભાવના રહે છે. જઠરાગ્ની મંદ પડી જવાથી ભૂખ મરી જાય છે. ખાધેલું-પીધેલું પચી શકતું નથી. આવામાં બીલીના પાકા અર્કમાં પચાસ ગ્રામ પાણીમાં ફૂલી આમલી અને પચાસ ગ્રામ દહીમાં થોડું બુરું ભેળવીને મિક્સરમાં ઘોળી લો. આ પેય સ્વાદિષ્ટ, પચવામાં સરળ, ભૂખ વધારનાર, ચુસ્તી આપનાર શરબત છે. કેટલાક દિવસ સુધી નિયમિત સેવન કરવું.

બીલીના કેટલાક ઘરેલું ઉપચાર વિષે હવે અમે આપને આગળ જણાવીશું. પણ આ ઉપચાર કરતા પહેલા એકવાર કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી વધારે યોગ્ય રહેશે.:

-અજીર્ણમાં બીલીના પાનનો દસ ગ્રામ રસમાં એક-એક ગ્રામ કાળા મરીનો પાવડર અને સિંધવ મીઠું ભેળવીને પીવાથી આરામ મળી શકે છે.

-અતિસારના પાતળા દસ્તમાં ઠંડુ પાણીની સાથે ૫-૧૦ ગ્રામ બીલીનું ચૂર્ણ આરામ આપી શકે છે. કાચા બીલીની કતરણોને તાપમાં સારી રીતે સુકવી લો કે પછી કરીયાણાની દુકાનેથી ચોખ્ખું લઈ આવો. હવે બીલીની કતરણને પીસી લો. હવે આ બારીક ભૂકાને કાપડમાંથી ચાળીને શીશીમાં ભરી લો. આ જ બીલીનું ચૂર્ણ છે. નાના બાળકોને દાંત નીકળે તે સમયે બાળકને જાડા થઈ જાય છે તે સમયે પણ ચપટીભર ચટાડી દેવું.

-આંખો દુખવા પર બીલીના પાનનો રસ, સ્વચ્છ પાતળા કાપડ માંથી ગાળી લો, આ દ્રવ્યના એક-બે ટીપાં આંખોમાં નાખો. દુખતી આંખોનો દુખાવો, આંખોની ખંજવાળમાં રાહત આપે છે. ઉપરાંત આંખોનું તેજ વધારે છે.

– દાઝી જવા પર બીલી ચૂર્ણ, ગરમ કરેલ તેલને ઠંડુ કરીને પેસ્ટ બનાવી લો. દાઝી ગયેલ અંગ પર લેપ કરવાથી તરત જ આરામ મળી શકે છે. બીલીનું ચૂર્ણ ના હોય તો પાકા બીલીનો અર્ક સાફ કરીને પણ દાઝેલ ભાગ પર લેપની જેમ લગાવી શકો છો.

image source

-પાચનતંત્રમાં ખરાબી થવાના કારણે પેટમાં મરોડ આવવા લાગે છે, જે થોડાક જ સમયમાં પીડીતને નબળું અને અશક્ત બનાવી દે છે. આવામાં બીલીનો સુકો અર્ક અને કેરીની ગોટલીની ચીરીને બરાબર પ્રમાણમાં કાપીને ગાળી લો. અડધો ગ્રામ ચૂર્ણ સવારે ભાતના ઓસામણની સાથે સેવન કરો. અડધો ગ્રામ આ ચૂર્ણ પહેલા દિવસે બે-બે કલાક પછી ચાર વાર, બીજા દિવસે સવારે અને બપોરે અને ત્રીજા દિવસે ફક્ત સવારે લો. મરોડ બંધ થઈ જવા પર ચૂર્ણ લેવું નહી.

-કબ્જથી પેટ અને છાતીમાં બળતરા રહે તો બીલીના પચાસ ગ્રામ અર્કમાં ૨૫ ગ્રામ પીસેલી ખાંડ અને ૨૫૦ ગ્રામ પાણી ભેળવીને શરબત બનાવી લો. આવું શરબત રોજ પીવાથી કબ્જ દુર થાય છે અને ચેહેરા પર તેજ પાછું આવે છે.

image source

-છાતીમાં જામી ગયેલ કફના કારણે ખુબ જ ખાંસી આવે છે એટલી બધી કે દર્દી રાત્રે સુઈ પણ નથી શકાતું આવામાં ૧૦૦ ગ્રામ બીલીનો અર્કને અડધો લીટર પાણીમાં ધીમા તાપે ઉકાળો. આ પાણી ત્રણ સો ગ્રામ રહી જાય ત્યારે તેને ઉતારીને ગાળી લો. એક કિલો ખાંડની એક તારની ચાસણી બનાવીને તેમાં ભેળવો. એક રતલ કેસર અને થોડી જાવિત્રી નાખીને સુગંધિત અને પૌષ્ટિક બનાવી લો. આ હુંફાળું એક એક ઘુટ કરીને પી જવું. શિયાળામાં આ શરબતનો ઉપયોગ કરવાથી છાતીમાં કફ જામી શકશે નહી.

-અસ્થમામાં કફ કાઢવા માટે બીલીના પાંદડાનો ઉકાળો દસ-દસ ગ્રામ સવારે અને સાંજે મધ ભેળવીને પીવું જોઈએ અથવા તો પાંચ ગ્રામ બીલીના ઉકાળાના રસમાં પાંચ ગ્રામ સરસોનું શુદ્ધ તેલ ભેળવીને પીવડાવવું.

-૫૦ ગ્રામ સુકા બીલીના પાંદડાનું ચૂર્ણ અને ત્રણ ગ્રામ પ્રમાણમાં એક ચમચી મધની સાથે સવારે અને સાંજે લેવું અથવા પાકા બીલીના અર્કમાં થોડીક મલાઈ ભેળવીને ખાવાથી મૂત્ર અને વીર્ય દોષ દુર થાય છે.

-લ્યુકોરિયામાં બીલીના ઝાડના મૂળ અને છાલનો ઘાટો રસ અને નાગકેસર એક સરખા પ્રમાણમાં વાટીને પીસીને પછી ગાળી લો પાંચ ગ્રામ ચૂર્ણને ચોખાના ઓસામણ સાથે દિવસમાં બે થી ત્રણ વાર પીવું.

-કમળામાં બીલીની કુંપળોને પચાસ ગ્રામ રસ, એક ગ્રામ પીસેલા કાળા મરી ભેળવીને સવારે અને સાંજે પીવું જોઈએ. શરીરમાં સોજો પણ હોય તો બીલીના પાંદડાના રસને તેલની જેમ માલીશ કરો.

image source

-સો ગ્રામ પાણીમાં થોડો બીલીનો અર્ક ઉકાળો, આ ઉકાળો ઠંડુ થવા પર તેનાથી કોગળા કરી લો જેનાથી મોઢાંના છાલા ઠીક થઈ જાય છે.

-લોહી શુદ્ધ કરવા માટે બીલી વ્રુક્ષની પચાસ ગ્રામ મૂળ, વીસ ગ્રામ ગોખરુની સાથે પીસી લો. પછી તેને ગાળી લો. સવારે એક નાની ચમચી ચૂર્ણને અડધા કપ ઉકળતા પાણીમાં ઘોળી લો. ખાંડ કે મધ ભેળવીને ગરમા-ગરમ ઘુટ ઘુટ કરીને પી લેવું. થોડાક જ દિવસોમાં આપને લાભ જોવા મળી શકે છે.

image source

-જો આપને માથામાં દુખાવો થાય છે તો બીલી પત્રના રસમાં પલાળેલ પટ્ટીને માથા પર રાખો. જૂનામાં જુનો માથાનો દુખાવો થાય તો અગિયાર પાંદડાનો રસ કાઢીને પી જવો. ઉનાળામાં એમાં થોડું પાણી ભેળવી લો. ગમે તેટલો જુનો માથાનો દુખાવો ઠીક થઈ જાય છે.

-મચકોડ કે અંદરના ઘાવમાં બીલીના પાંદડાને પીસીને થોડા ગોળ સાથે રાંધો. તેને થોડા ગરમ પુલ્ટીસ બનાવીને પીડિત અંગ પર બાંધી દો. દિવસમાં ત્રણ-ચાર વાર પુલ્ટીસ બદલવાથી આરામ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ