બિકની વેક્સ કરાવ્યા પછી પ્રાઇવેટ પાર્ટમાં થાય છે બળતરા? તો અપનાવો આ ઉપાયો અને દૂર કરો દર્દ…

સ્વસ્થ રહેવા માટે શરીરના બીજા પાર્ટની જેમ પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઇ કરવી પણ ખૂબ જ જરૂરી છે. પ્રાઇવેટ પાર્ટને જો યોગ્ય રીતે ક્લિન કરવામાં ના આવે તો યોનિમાંથી વાસ, ઇન્ફેક્શન, પ્રાઇવેટ પાર્ટમાં કાળાશ થઇ જવી તેમજ બીજી અનેક ઘણી સમસ્યાઓ થઇ શકે છે. આ અનેક સમસ્યાઓથી બચવા માટે પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઇ કરવી ખૂબ જ જરૂરી છે.

જો કે પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઇ કરવા માટે અનેક મહિલાઓ બિકની વેક્સ કરાવતી હોય છે. આમ, જો તમે પણ બિકની વેક્સ કરાવો છો તો તમારે અનેક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. બિકની વેક્સ કરાવવાથી દર્દ પણ ખૂબ જ પ્રમાણમાં થાય છે. આમ, જો તમને પણ બિકની વેક્સ કરાવ્યા પછી તે પાર્ટમાં બળતરા કે દર્દ થાય છે તો તરત આ ઉપાયો અજમાવો અને રાહત મેળવો.

ટી બેગ

વેક્સ કર્યા પછી થતા દર્દમાંથી છૂટકારો મેળવવા માટે ટી બેગ્સનો ઉપયોગ કરો. ટી બેગ્સને સૌ પ્રથમ પાણીમાં ઉકાળી લો અને પછી આ પાણી ઠંડુ થાય એટલે તેને વેક્સિંગ કરેલી જગ્યા પર લગાવો. આવુ કરવાથી થોડા સમયમાં જ આરામ મળી જશે અને બળતરા પણ નહિં થાય.

બરફ

વેક્સિંગ કરાવ્યા પછી જો તમને વધુ બળતરા થતી હોય તો બરફનો ઉપયોગ કરો. બરફને એકલો ના ઘસી શકવાને કારણે એક ચોખ્ખુ કપડુ લો અને તેની અંદર બરફ મુકીને કપડુ લપેટી લો. ત્યારબાદ આ બરફના કપડાથી વેક્સવાળી જગ્યા પર હળવા હાથે મસાજ કરો. આમ, જો તમે 10થી 15 મિનિટ આ રીતે મસાજ કરશો તો બળતરા ઓછી થઇ જશે અને તમે રિલક્સ ફિલ કરશો.

એલોવેરા જેલ

બિકની વેક્સ કરાવ્યા પછી બળતરા તેમજ દર્દમાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ફ્રેશ એલોવેરા જેલ લો. ત્યારબાદ તેને યોનિના ભાગ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી તે પાર્ટને સાફ કરી લો. આ પ્રયોગ કર્યા પછી થોડીવારમાં જ તમને બળતરા ઓછી થઇ જશે અને તમે રાહત અનુભવી શકશો.

નવાયા પાણીથી સ્નાન કરો

તમે જ્યારે પણ પાર્લરમાં તેમજ ઘરે બિકની વેક્સ કરો તે પહેલા થોડા નવાયા પાણીથી સ્નાન કરો. નવાયા પાણીથી સ્નાન કરવાથી શરીરના રોમ છિદ્રો ખુલી જાય છે. આમ, જ્યારે શરીરના રોમ છિદ્ર ખુલી જાય છે ત્યારે વેક્સિંગ કરતી વખતે અને વેક્સિંગ કર્યા બાદ બળતરા થતી અને તે ભાગ પર દુખાવો પણ નથી.

પીરિયડ્સ

પીરિયડ્સના દિવસોમાં ત્વચા ખૂબ જ સેન્સેટિવ થઇ જાય છે. આવામાં દિવસોમાં જો તમે બિકની વેક્સિંગ કરાવો છો તો તમારે ના કરાવુ જોઇએ કારણકે આ દિવસોમાં બિકની વેક્સ કરાવવાથી સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે. આ માટે પીરિયડ્સના 4-5 દિવસ પહેલા જ બિકની વેક્સ કરાવી લો.

યોગ

વેક્સિંગ કરાવતા પહેલા યોગ જરૂર કરો. યોગ કરવાથી બોડી સ્ટ્રેચ થાય છે જે કારણોસર વેક્સિંગ કરાવ્યા પછી બળતરા કે તે ભાગમાં દુખાવો થતો નથી.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર. બીજી સ્ત્રી મિત્રો સાથે આ લીંક જરૂર શેર કરજો.

 

ટીપ્પણી