બાઇક પાછળ બેસવાના બદલાઇ ગયા નિયમો, ઇગ્નોર કર્યા વગર વાંચી લો સરકારના આ નવા નિયમો, નહિં તો….

બાઈકની પાછળ બેસવાના નિયમોમાં આવી ગયો બદલાવ, જાણી લો નહીં તો બહુ મુશ્કેલીમાં મુકાઈ જશો, મોદી સરકાર શીખવાડશે બાઈક પર કેવી રીતે બેસવું, જાણી લો નહીંતર….

સરકાર દ્વારા દેશમાં વધી રહેલા રોડ અકસ્માતને રોકવા માટે અવાર નવાર નિયમોમાં બદલાવ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ બાઈક પાછળ બેસવાના નિયમોને લઈને પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. ગાડીઓની બનાવટ અને તેમા મળનારી સુવિધાઓમાં સરકારે કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખી અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. ત્યારે કેટલાક નવા નિયમો પણ લાગૂ કર્યા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈકની સવારી કરનારા લોકો માટે જારી કરવામાં આવી છે.

image source

આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે બાઈક ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠનારા લોકોને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. નવા નિયમો આ પ્રમાણે છે. બાઈક પાછળ બેસવાના નવા નિયમ અને મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઈકની પાછળની સીટ ઉપર બંને તરફ હેન્ડ હોલ્ડ ફરજીયાત છે. હેન્ડ હોલ્ડ પાછળ બેસનાર વ્યક્તિની સલામતી માટે છે. બાઈક ચલાવનાર વ્યક્તિ જયારે અચાનક બ્રેક મારે ત્યારે આ હેન્ડ હોલ્ડ ખુબ જ કામ આવે છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકમાં આ સુવિધા નહોતી.

1. ડ્રાઈવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ

image source

મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર બાઈકની પાછળની સીટની બન્ને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેસનારાની સેફ્ટી માટે છે. બાઈક ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો તે તેને પકડી શકે. આ સાથે પાછળ બેસનારા લોકો માટે બન્ને તરફ પગ મુકવાનું સ્ટેન્ડ જરુરી છે. આ ઉપરાંત બાઈકના પાછળના ટાયરની ડાબી બાજૂના ભાગે ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત રીતે કવર કરવામાં આવવો જોઈએ. જેથી પાછળ બેસનારના કપડા વ્હીલમાં ન આવી જાય.

2 હળવા કન્ટેનર લગાવવાના દિશા નિર્દેશ

image source

મંત્રાલયે બાઈકમાં હળવા કન્ટેનર લગાવવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ કંન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોંડાઈ 510 મિમી અને ઉંચાઈ 500 મિમીથી વધારે ન હોવી જોઈએ. જો કન્ટેનર પાછળની સવારીના સ્થાને લગાવાય છે તો ફક્ત ડ્રાઈવરને જ મંજૂરી રહેશે. મતલબન બીજું કોઈ બાઈક પર નહીં બેસે. જો પાછલી સવારીના સ્થાનની પાછળ લગાવવામાં આવે તો બીજી વ્યક્તિ બાઈક પર બેસી શકે છે.

3. ટાયરને લઈને પણ નવી ગાઈડલાઈન

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર ટાયરને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અંતર્ગત વધુમાં વધુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોર્નિટરિંગ સિસ્ટમની સલાહ આપી છે. આ સિસ્ટમમાં સેંસરના માધ્યમથી ડ્રાઈવરના આ જાણકારી મળી છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. આ સાથે મંત્રાલયે ટાયરની સર્વિસને પણ ધ્યાનમાં લીધી છે. આને લાગૂ કરવાથી ગાડીમાં એક્ટ્રા ટાયરની જરુર નહી રહે. સરકાર સમય સમય પર માર્ગ સુરક્ષા નિયમોમાં ફેરફાર કરતી રહી છે. ગત કેટલાક વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને કડક કરવા પર ભાર મુકવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ