બીજી પત્ની – શું થશે એ ત્રણ દિકરીઓનું એમને એમની મા પાછી મળશે ખરી આ સાવકી માતાના રૂપમાં???

ગંગા બા તમારા કિશન માટે એક વાત લાવ્યો છુ બોલો તમે કેતા હોય તો વાત કરું!!! અરે રામલા તું કેવી વાત કરે છે ? તને કઈ ભાન બાન પડે છે??? મારો કીશું 3 છોડીયો નો બાપ અને ઉમરં પચાસ ની અને આધેડ ને વળી કોણ બૈરું આપે??? અને હંજી એની બાયડી ને મરે છ માહિનાય નથી થયા અને તું કહે છે વાત લાવું!!


ગંગા બા આતો છોરિયું હચવાઈ જાય એટલે કીધું!! અને છોકરીયું મોટી જોતી થઇ છે અને માં વગર બાપ એકલો કેટલું ધ્યાન રાખશે ???? કિશન ભાઈની નોકરી હારી છે તામરી ઘરની છાપ હારી છે એટલે કોઈ વાંધો નહી આવે..પૂછી જોજો કિશન ભાઈને ઈચ્છા હોય તો કહેજો … અને રામલો બીજા લગ્ન નો મમરો મૂકી જતો રહ્યો પણ ગંગા બા વિચારમાં પડી ગયા કે આ વાત કેવી રિતે કિશનને કેવી અને એક દિવસ ગંગા બા એ કિશનને બોલાવી ફરી લગ્ન માટે વિચાર વાનું કહ્યું ત્યાંજ કિશન ભાઈ પુરાની યાદ તાજી થઇ સુમિત્રા એમની પત્ની ખુબજ પ્રેમાળ સરળ અને સુંદર લગ્ન કરીને આવી ત્યારથીજ જાણે બધા ની લાડકી વહુ બની થોડાકજ વખત માં એક દીકરી ને જન્મ આપ્યો અને અમારા ઘરમાં ખુશી આવી ત્યાર બાદ 2 વર્ષે બીજી અને પાંચ વર્ષ પછી 3જી બેબી આવી 3 બેબી પણ મારા કે સુમિત્રા ના મો ઉપર કયારેય દીકરો નહી હોવાનો અફસોસ દેખાતો નહીં.


અમે અમારી દિકરીયો ને પ્રેમ થી લાડકોડ માં મોટી કરી સુમિત્રા તેનું બધું ધ્યાન રાખતી છોકરી ઓ મોટી થઇ મોટી દીકરી 22 ની થઇ ભણવાનું પૂરું કરી નોકરી કરતી નાની કૉલેજ માં છે સુમિત્રા મોટી ના લગ્ન ની વાતો કરતી મારી દીકરી માટે રાજકુમાર શોધ જો ..અને અમારા હસતા રમતા ઘર પર કોઈની નજર લાગી અને સુમિત્રા પાંચ દિવસ ની ટૂંકી માંદગી માં ભગવાનને ત્યાં જતી રહી …

ગંગા બા એકદમ પૂછે છે…શું વિચારે છે બેટા??? માં આ ઉંમરે મને કોણ બીજી પત્ની આપે અને આ મોટી જોતી છોકરી નો બાપ અને કેવું લાગે!!!! બા એ વિચાર રેહવા દો. બેટા છોકરીઓ સાસરે જતી રહેશે હું કેટલું જીવવાની અને પાછલી જિંદગી માં તારો સહારો કોણ બને બેટા. તું વિચાર રામલા ના ધ્યાન માં એક વાત છે !!!!એ કેતો હતો અને કિશન ભાઈ કહે “જેવી તારી મરજી બા”


અને એક દિવસ રામલો આવે છે અને 45 વર્ષ ની કુંવારી કન્યા નું માંગુ જે કિશન ભાઈ જોડે લગ્ન કરવા તૈયાર છે!!!!ઓહઃગંગા બા બોલો તો જોવાનું ગોઠવું કિશન ભાઈ એ ઘરમાં દીકરીઓ ને પૂછ્યું કે બેટા બાની ઈચ્છાને માન આપી અને તમારી કાળજી માટે અને પાછલી ઉંમરમાં હું કોઈની ઉપર બોજ ના બનું માટે હું બીજા લગ્ન કરવા તૈયાર છું અને મને તમાંરો સહકાર જોઈએ છે પપ્પા તમે શું બોલો છો ભાન છે ????

હા બેટા હું ભાન માંજ બોલું છું પપ્પા તમને મારી મમ્મી માટે જરા પણ લાગણી કે પ્રેમ નથી !!!!!કે તમે એ બધું ભૂલી બીજા લગ્ન કરવા તૈયાર થઇ ગયા????

બેટા હું તારી માં ને એક મિનિટ માટે પણ ના ભૂલી શકું એની જગ્યા કોઈ ના લઇ શકે !! પણ બેટા વાસ્તવિક જીવન જીવવું બવ અઘરું છે હું તમારી માં ની યાદો શાથે જીવી તો લવ પણ મને એ યાદો રોટલા નહી બનાવી આપે મારાહાજે માદે એ યાદો નહી આવે મારી કાળજી કરવા અને હું કોઈ પણ દીકરી જમાઇ નો બોઝ બનવા નથી માંગતો તમે આજે લાગણી ના આવેશ માં બોલો છો બેટા પણ જયારે તમે તમારા ઘર સંસાર માં રચ્યા પચ્યા હશો તેવા વખતે તમને મારી કાળજી કરવી થોડું અઘરું લાગશે હું ઇચ્છું કે તમે મને સહકાર આપો તો સારું…


અને કિશન ભાઈ સરલા બેન ને સાદાઈ થી લગ્ન કરી ઘરે લઇ આવ્યા સમાજ અને સગા માં વાત થઇ કોઈ સારું તો કોઈ એ ખરાબ પોત પોતાના વિચાર પ્રમાણે મંતવ્ય આપ્યા પણ છોકરી ઓ સરલા બેન શાથે બોલતી નહી પણ સરલા બેન કિશન ભાઈને કેતા આટલી મોટી દીકરીઓ છે અને સમજણ પણ મોટી જ હોય વાર લાગશે પણ બધી મારી દીકરીઓ થઇ જશે તમે ચિંતા ના કરો અને સરલા બેને બા પાસે થી ઘરનો કારભાર લઇ લીધો સાવરે વહેલા ઉઠવાનું નોકરી કરવા જતી દીકરી નો ચા નાસ્તો ટિફિન ટેબલ પર મુકવાના નાની ને કૉલેજ માટે ટિફિન આપવાનું અને શાથે બા અને કિશન ભાઈનું પણ ધ્યાન રાખવાનું અને બધું હસતા મોઢે કરવાનું સાંજે દીકરીઓ આવે એટલે પુછવાનું બેટા આજનો દિવસ કેવો રહ્યો ???? પણ બધુજ એક તરફી હતું હજુ દીકરીઓ એમને સ્વીકારવા તૈયાર જ ના હતી પણ સરલા બેને ધીરજ અને કળ થી બધા ના દિલ જીતી લીધા ધીરે ધીરે દીકરીઓ તેમની શાથે વાતો કરવા લાગી પણ આંટી કહેતી પણ સરલા બેનતો તેમાં પણ ખુશ !!!


એકદિવસ મોટી દીકરીને જોવા છોકરા વાળા આવ્યા અને સરલા બેન મોટી દીકરી ના વખાણ એવી રીતે કરતા જાણે સગી માં . મારી દીકરી ખુબ સમજુ અને લાખો માં એક છે…અને દીકરી ની આંખ માંથી આશું આવી ગયા…કદાચ મારી માં ના સ્વરૂપે આજ તો પાછી નહી આવી હોય…અને લગ્ન નક્કી થયા સરલા બેન સગી જનેતા ની જેમ લગ્નની તૈયારી કરી અને વરરાજાને પોખવા સરલા બેન ગયા ત્યારે આખો સમાજ અને સગા એવું કેહવા લાગ્યા આ સરલા નહી સુમિત્રા જ પાછી આવી છે કિશન તું ભાગ્ય શાળી છે કે તને આવી બીજી પત્ની મળી છે જે તારી દીકરીઓ ને પોતાની ગણી સાચવી લીધી બાકી આજના જમાના માં એવું કોણ કરે !!!!અને વિદાય વેળા એ સરલા બેને જેવો દીકરી ના માથે હાથ મુક્યો ત્યાંજ દીકરી માં કહી સરલા બેનને વળગી પડી અને સરલા બેનની આંખ માંથી હર્ષ ના આશું આવી ગયા અને એક સગી જનેતા પોતાની દીકરીને વડાવતી વખતે જે દુઃખ અનુભવે તેવું આજે સરલા બેન ને થતું હતું અને માં દીકરી ના આ મિલનની ત્યાં હાજર બધા એ હર્ષ ના આશું થી વધાવી લીધું . અને કિશન ભાઈ જાણે સરલા માં સુમિત્રા ને જોતા હોય તેમ ભગવાનનો આભાર માનવા લાગ્યા..


આજે તો સરલા બેનની 3 દીકરીઓ પરણી ગઈ છે મોટી ને ત્યાં બાબો છે અને બીજી બે વિદેશ માં છે. અને કિશન ભાઈ રિટાયર્ડ થઇ ગયા છે અને બંને પતિ પત્ની સુખ મય જીવન જીવે છે.અને જમાઈ અને દીકરીઓ સરલા બેનને મમ્મી મમ્મી કરતા થાકતા નથી. અને ગંગા બા પોતાના દીકરાનો ઘર સંસાર સારો ચાલે છે તે જોઈ ખુશ છે….

સત્ય ઘટના પર આધારિત છે…પાત્રોના નામ બદલ્યા છે

લેખક : નયના નરેશ પટેલ

દરરોજ આવી અનેક નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.